SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ 17i વાયુનાં અનુમાનો તેની વૃતિમાં વ્યભિચારના વારણ માટે જ પ્રયત્નાજન્ય' એવું વિશેષણ છે. એ વૃતિ આપણા જ પ્રયત્નજન્ય હોય છે. (४) रूपवद्र्व्याभिघातशून्यशाखाकंपनं स्पर्शवद्वेगवद्र्व्याभिघातजन्यं, विजातीयकर्मत्वात्, नदीपूराहतकाशादिकर्मवद् પથ્થર મારવાથી પણ શાખા કંપે છે એ સિદ્ધ છે. તેથી સિદ્ધસાધનદોષવારણ માટે રૂપવ. ઇત્યાદિ. “ચેષ્ટા” રૂપ ક્રિયામાં વ્યભિચારવારણ માટે ‘વિજાતીય' એવું વિશેષણ છે. તેથી ચેષ્ટાભિન્નકર્મવાત્ એ રીતે પણ હેતુ કહી શકાય. (का.) पूर्ववन्नित्यतायुक्तं देहव्यापि त्वगिन्द्रियम् ॥४३॥ (मु.) पूर्ववदिति । वायुर्द्विविधः - नित्योऽनित्यश्च, परमाणुरूपो नित्यः, तदन्योऽनित्योऽवयवसमवेतश्च, सोऽपि त्रिविधः-शरीरेन्द्रियविषयभेदात् । तत्र शरीरमयोनिजं पिशाचादीनां, परन्तु जलीय-तैजस-वायवीयशरीराणां पार्थिवभागोपष्टम्भादुपभोगक्षमत्वं, जलादीनां प्राधान्याजलीयत्वादिकमिति । अत्र यो विशेषस्तमाह-देहव्यापीति। शरीरव्यापकं स्पर्शग्राहकमिन्द्रियं त्वक्, 'तच्च वायवीयं, रूपादिषु मध्ये स्पर्शस्यैवाभिव्यञ्जकत्वात्, अङ्गसङ्गिसलिलशैत्याभिव्यञ्जकव्यजनपवनवत् ॥४३॥ (કા.) પૂર્વ (=જળ) વત્ (વાયુમાં પણ) નિત્યતાદિ જાણવા (એની ઇન્દ્રિય તરીકે) દેહવ્યાપી ત્વગિન્દ્રિય કહેવાયેલી છે. (મુ.) વાયુબે પ્રકારે છે, નિત્ય અને અનિત્ય. પરમાણુરૂપે રહેલવાયુ નિત્ય છે, તેનાથી ભિન્ન વાયુ અનિત્ય છે અને અવયવોમાં સમવેત હોય છે. તે = અનિત્યવાયુપણ ત્રિવિધ છે - શરીર, ઇન્દ્રિય અને વિષય. તેમાં વાયુનું શરીર અયોનિજ હોય છે. પિશાચાદિનું (શરીર વાયવીય જાણવું.) પરંતુ જલીય-તૈજસ-વાયવીયશરીરો પાર્થિવભાગનો ઉપખંભ હોવાથી ઉપભોગ સમર્થ (બને છે.) જળ વગરની પ્રધાનતા હોવાથી (શરીર) જલીય વગેરે (કહેવાય છે.) વાયુમાં જે વિશેષતા છે તે કહે છે-શરીરવ્યાપક સ્પર્શગ્રાહક ઇન્દ્રિય –ફ ઇન્દ્રિય છે. અને તે = ત્વગિન્દ્રિય વાયવીય હોય છે, કારણ કે રૂપાદિમાંથી સ્પર્શની જ અભિવ્યંજક હોય છે. જેમ કે શરીર પર રહેલા પાણીની (પરસેવાની) ઠંડકનો અભિવ્યંજક એવો પંખાનો પવન. (વિ.) (શંકા - જો પિશાચાદિનું શરીર વાયુનું બનેલું છે તો હાથ-પગ વગેરે અવયવો અસંભવિત હોવાથી ઉપભોગ શી રીતે કરી શકે ?) (૧) સમાધાન - પાર્થિવભાગનો ઉપખંભ હોવાથી ઉપભોગ શક્ય બને છે. (જલીય વગેરે શરીર અંગે પણ સમાન વાત હોવાથી લાઘવ સમજીને અહીં ભેગી વાત કરી છે.) (શંકા - પણ જો પાર્થિવભાગ આવશ્યક છે તો એને પાર્થિવ જ કહો ને !). (૨) સમાધાન - જલીય વગેરે શરીરોમાં જળ વગેરેની પ્રધાનતા હોવાથી જલીય વગેરે કહેવાય છે. (૩) પંખાનો પવન શરીરને લાગેલા પાણીના માત્ર સ્પર્શનો જ અભિવ્યંજક છે, તો એ જેમ વાયવીય છે, તેમ ત્વગિન્દ્રિય અંગે જાણવું. અહીં પણ સંનિકર્ષમાં વ્યભિચારના વારણ માટે દ્રવ્યત્વે સતિ જોડવું. (વ.) પારિતુ મહાવાયુપર્યન્તો વિષયો મતઃ | (मु.) विषयं दर्शयति - प्राणादिरिति । यद्यप्यनित्यो वायुश्चतुर्विधः, तस्य चतुर्थी विधा प्राणादिरित्युक्तमाकरे, तथापि संक्षेपादेव त्रैविध्यमुक्तम् । प्राणस्त्वेक एव हृदादिनानास्थानवशात् मुखनिर्गमादिनानाक्रियाभेदाच्च नानासंज्ञां સંમત રૂતિ | (ક.) પ્રાણાદિથી મહાવાયુ સુધીનો (વાયુનો) વિષય મનાયો છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy