SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ 158 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી જલીય યણુકાદિનો સ્નેહ અનિત્ય છે. કારણ કે યણુકાદિ સ્વયં અનિત્ય છે. તેથી સ્નેહ નિત્ય અને અનિત્ય બંને પ્રકારનો હોવાથી સ્નેહત્વ નિત્યાનિત્યસાધરણ થયું. અને નિત્યસ્નેહમાં કાર્યતા તો નથી. તેથી સ્મહત્વ કાર્યતાથી અતિરિક્ત વૃત્તિ બનવાથી કાર્યતાવચ્છેદક બની શકતું નથી. એટલે ‘સ્મહત્વાવચ્છિન્નકાર્યતા એમ બોલી ન શકાય. તો પણ જન્યસ્મહત્વ તો જન્યસ્નેહમાં જ હોવાથી તદવચ્છિન્નકાર્યતા બોલવામાં કશો વાંધો નથી. શિકા - જન્મસ્મહત્વ એટલે જખ્યત્વવિશિષ્ટ સ્મહત્વ. એટલે જન્યસ્મહત્વ કાર્યતાવચ્છેદક છે એવું માનવાનો અર્થ એ થાય કે જખ્યત્વ (=કાર્યત્વ) પણ એ કાર્યતાનો અવચ્છેદક બન્યો. પણ એ તો બની શકે નહીં, કારણ કે સ્વ સ્વનો અવચ્છેદક બની શકતો નથી. સમાધાન - એટલે જ અહીં જન્મસ્મહત્વ એટલે જખ્યત્વ વિશિષ્ટ સ્મહત્વ ન લેતાં, એક સ્વતંત્ર જાતિરૂપ લેવામાં આવે છે જે જાતિ સ્મહત્વને વ્યાપ્ય છે. આ જ રીતે આગળ જmજલત્વ પણ “જન્યત્વવિશિષ્ટજલત્વ” એમ ન કહેતાં જલત્વવ્યાપ્ય એક વિશિષ્ટ જાતિ કહી છે.] (૩) પૂર્વપક્ષ- હવે તમારું અનુમાન આવું થશેકેશન્યનેહત્વાછિન્નસમવાયસન્વાછિન્નપર્યતાનિરૂપિતतादात्म्यसम्बन्धावच्छिन्नकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत् આ અનુમાનથી સિદ્ધ થનાર ધર્મ એવો હશે જે જન્યનેહની કારણતાને અનતિરિક્તવૃત્તિ હોય. (તો જ એ કારણતાનો અવચ્છેદક બની શકે.) હવે જલીય પરમાણુમાં તો ક્યારેય સ્નેહ પેદા થતો નથી કારણ કે એનો સ્નેહ નિત્ય છે.) અર્થાત્ જલીય પરમાણુમાં ક્યારેય સ્નેહની કારણતા આવતી નથી. તેથી આ સિદ્ધ થનાર ધર્મ (જલ7) જો પરમાણુમાં પણ રહ્યો હોય તો તો એ કારણતાથી અતિરિક્તવૃત્તિ બનવાથી અવચ્છેદક ન બની શકે. એટલે એમ માનવું પડશે કે એ અવચ્છેદક ધર્મ (જલ7) પરમાણુમાં રહ્યો નથી.. શંકા- જેમ અરણ્યસ્થદંડ એકપણ ઘટને ઉત્પન્ન કર્યા વિનાનાશપામી જાય તો પણ એમાં ઘટનીસ્વરૂપયોગ્યતા રૂપ કારણતા તો માનવામાં આવે જ છે. તેથી જ, એવા દંડમાં પણ આ સ્વરૂપયોગ્યતા રૂપ કારણતા રહી હોવાથી દંડત્વકારણતાને અતિરિક્ત વૃત્તિ નથી મનાતો.. તેથી કારણતાવચ્છેદકપણ મનાય છે. (કારણતાવચ્છેદકધર્મવન્દ્ર સ્વરૂપયોગ્યત્વે.) એમ, પરમાણુમાં ભલે સ્નેહ પેદા ન થાય, છતાં, એમાં સ્વરૂપયોગ્યતરૂપ કારણતા રહી જ હોવાથી જલત્વ એમાં રહેવામાં કશો વાંધો નથી આવતો. સમાધાન - નિત્યપદાર્થ સ્વરૂપયોગ્ય હોય તો અવશ્ય ફળોપઘાયક બને એવો નિયમ છે. આશય એ છે કે અરણ્યસ્થદંડતો અનિત્યહોવાથી એને ઇતરસામગ્રી મળે એ પહેલાં જ એનાશ પામી જાયને તેથી ક્યારેયફળોપઘાયક ન બને એ સંભવિત છે. પણ નિત્યપદાર્થ તો શાશ્વત છે. એને ક્યારેય ઇતસામગ્રી મળે જ નહીં એવું માની શકાય નહીં. તેથી જો એ સ્વરૂપયોગ્ય હોય તો ક્યારેક (જ્યારે ઇતર સામગ્રી મળે ત્યારે) તો અવશ્ય ફળોપઘાયક બને જ. જલીયામ્માણ તો ક્યારેય સ્નેહનું ફળોપઘાયક કારણ બનતું નથી. તેથી એને સ્વરૂપયોગ્ય પણ માની શકાય નહીં. (ત્રણે કાળમાં રહેતો હોવા છતાં ક્યારેય સ્નેહને ઉત્પન્ન કરતો નથી,તો એમાં સ્નેહને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહી છે એવું માનવાની જરૂર જ શી છે?) તેથી એમાં સ્વરૂપયોગ્યતાસ્વરૂપકારણતા પણ ન હોવાથી, કારણતાવચ્છેદક તરીકે સિદ્ધ થતો ધર્મ એમાં માની શકાય નહીં. (૪) ઉત્તરપક્ષ- (તમારી વાત સાચી છે, પણ જલીયપરમાણુમાં “જલત્વ તો છે જ.) એટલે અમે જ સ્નેહ નિષ્ઠકાર્યતા નિરૂપિતકારણતાના અવચ્છેદક તરીકે (જલત્વને ન માનતા) જન્યજલત્વજાતિની સિદ્ધિ કરીએ છીએ. (તો પછી જલત્વજાતિની સિદ્ધિ શી રીતે કરશો? આ રીતે -).
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy