SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જલત્વજાતિસિદ્ધિ 159 જન્મજલત્વાવચ્છિન્ન કાર્યતાનિરૂપિત કારણતા જલીયપરમાણુમાં પણ રહેલ છે, કારણ કે એ પણ દ્રચણુકાત્મક જન્યજલનું કારણ છે. એટલે એ કારણતાના અવચ્છેદક તરીકે જલત્વની સિદ્ધિ થઈ જશે. (શંકા - અત્યાર સુધીમાં જલનો જે મોટામાં મોટો અવયવી નિર્મિત થઈ ચૂક્યો છે, એ માની લઈએ કે ૧ લાખ અવયવોનો છે. આ અંતિમ અવયવી કારણ બને તો ૧ લાખ ને ૧ અવયવોમાંથી નિર્મિત અવયવીનું કારણ બને, પણ એવો અવયવી તો ક્યારેય બન્યો જ નથી. માટે આ ૧ લાખ અવયવોવાળા અંતિમ અવયવીમાં કારણતા ન હોવાથી જલત્વ પણ નહીં આવવાની આપત્તિ આવશે. સમાધાન - એમાં પણ સ્વરૂપયોગ્યકારણતા રહી જ હોવાથી જલત્વ હોવામાં કશો વાંધો નથી. શંકા - પણ એ જો સ્વરૂપયોગ્ય હોય તો ક્યારેક તો ફળોપધાયક બની ૧ લાખ ૧ અવયવોવાળો અવયવી બનાવત ને.... સમાધાન - આ અવયવી કાંઈ નિત્ય નથી કે જેથી એ અવશ્ય ફળોપધાયક બને જ એવો નિયમ એને લાગુ પાડી શકાય.) (मु.) शुक्लरूपमेव जलस्येति दर्शयितुमुक्तं - वर्णः शुक्ल इति । न तु शुक्लरूपवत्त्वं लक्षणम् । अथवा 'नैमित्तिकद्रवत्ववदुवृत्ति-रूपवद्वृत्ति- द्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं 'अभास्वरशुक्लेतररूपासमानाधिकरणरूपवद्वृत्ति-द्रव्यत्वसाक्षाद्व्याप्यजातिमत्त्वं वा तदर्थ:, तेन स्फटिकादौ नातिव्याप्तिः । (શુક્લરૂપવત્ત્વવિચાર) (મુ.) જળનો વર્ણ શુક્લ જ હોય છે એ જણાવવા માટે વર્ગઃ શુન્તઃ એમ કહ્યું છે, નહીં કે શુક્લરૂપવત્ત્વ એનું લક્ષણ છે એમ જણાવવા. (કારણ કે એ તો પૃથ્વી વગેરેમાં અતિવ્યાપ્ત થાય છે.) અથવા પરિષ્કાર કરી લક્ષણ બનાવવું. નૈમિત્તિકદ્રવત્વવામાં નહીં રહેલ – રૂપવામાં રહેલ - જે દ્રવ્યત્વસાક્ષાર્ વ્યાપ્યજાતિ તત્ત્વ કે અભાસ્વરશુક્લથી ઇતર રૂપને અસમાનાધિકરણ ને રૂપવામાં રહેલ એવી જે દ્રવ્યત્વસાક્ષાર્ વ્યાપ્યજાતિ તત્ત્વ. તેથી સ્ફટિકાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે. (વિ.) (૧) પદકૃત્ય - નૈમિત્તિકદ્રવત્વવવૃત્તિ... આટલું ન લખે તો રૂપવાન્માં રહેલ જાતિ તરીકે પૃથ્વીત્વતેજસ્ટ્સ પણ આવી જવાથી અતિ પણ આ બંને નૈમિત્તિકદ્રવત્વવવૃત્તિ હોવાથી હવે અતિ નહીં આવે. નૈમિત્તિક શબ્દ લખે તો' દ્રવત્વવદવૃત્તિ બને જે જલત્વની પણ બાદબાકી કરી નાખે... (કારણ કે જલત્વ દ્રવત્વવવૃત્તિ છે.) રૂપવવૃત્તિ ન લખે તો વાયુત્વ જાતિ લઈને વાયુમાં અતિ... ‘સાક્ષાત્’ શબ્દ ન લખે તો પટત્વાદિ જાતિ લઈને પટાદિમાં અતિ... (૨) જળનો વર્ણ અભાસ્વરશુક્લ હોય છે. પરપ્રકાશક એવો શુક્લવર્ણ એ ભાસ્વરશુક્લ છે જે તેજસ્વવ્યનો વર્ણ છે. એટલે અભાસ્વરશુક્લથી ઇતરરૂપ તરીકે પીત વગેરે વર્ણ (કે જે પૃથ્વીમાં રહ્યા છે) તેમ જ ભાસ્વરશુક્લ (કે જે તેજમાં રહેલ છે તે) પકડી શકાશે. આવા રૂપને અસમાનાધિકરણ એટલે એવા રૂપવામાં નહીં રહેલ...એવા રૂપવાન તરીકે પૃથ્વી કે તેજસ્ આવે છે. એટલે એમાં નહીં રહેલ જાતિ તરીકે જલત્વ તેમ જ વાયુત્વાદિ આવશે. પણ બીજું વિશેષણ ‘રૂપવવૃત્તિ’ છે એટલે વાયુત્વાદિની પણ બાદબાકી થઈ જશે. તેથી એવી દ્રવ્યત્વ સાક્ષાવ્યાપ્ય જાતિ તરીકે જલત્વ જ આવવાથી લક્ષણસમન્વય થઈ જશે. * અભાસ્વરશુક્લેતરરૂપાસમાનાધિકરણ ન લખે તો પૃથ્વી વગેરેમાં અતિ ‘અભાસ્વર’ ન લખે તો શુક્નેતરરૂપવદવૃત્તિ એમ લખવું પડે, જેથી તેજત્ત્વ પણ એવી જાતિ બનવાથી તેજમાં અતિ ‘શુક્લેતર’ ન લખે તો અભાસ્વરૂપવદવૃત્તિ લખાય, એવી જાતિ તરીકે જલત્વ ન મળવાથી અસંભવ દોષ આવે. ‘શુક્લ’ ન લખે તો અભાસ્વરેતરૂપવદવૃત્તિ લખાય... અભાસ્વરેતરરૂપ એટલે ભાસ્વરરૂપ... તાન્માં અવૃત્તિ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy