SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જળનિરૂપણ (का.) विषयो द्व्यणुकादिश्च ब्रह्माण्डान्त उदाहृतः ॥३८॥ (मु.) विषयमाह - विषय इति । उपभोगसाधनं विषयः । सर्वमेव कार्यजातमदृष्टाधीनं, यत्कार्यं यददृष्टाधीनं तत् तदुपभोगं साक्षात्परम्परया वा जनयत्येव, न हि बीज - प्रयोजनाभ्यां विना कस्यचिदुत्पत्तिरस्ति, तेन द्व्यणुकादि ब्रह्माण्डान्तं सर्वमेव विषयो भवति । शरीरेन्द्रिययोर्विषयत्वेऽपि प्रकारान्तरेणोपन्यासः शिष्यबुद्धिवैशद्यार्थः ॥३८॥ I 157 (કા.) વિષય ઊઁચણુકથી માંડીને બ્રહ્માંડ સુધીનો કહેવાયો છે. (મુ.) ૩૮મી કારિકાના ઉત્તરાર્ધમાં પૃથ્વી દ્રવ્યનો વિષય કહે છે - ઉપભોગનું સાધન એ વિષય કહેવાય છે. (સુખ-દુઃખનો સાક્ષાત્કાર એ ઉપભોગ છે. એનું સાક્ષાત્ કે પરંપરાંએ કારણ-પ્રયોજક બનનાર બધા પદાર્થ વિષય કહેવાય છે.) વિશ્વમાં ઉત્પન્ન થતાં તમામ કાર્યો અદૃષ્ટથી જન્ય (=આધીન) હોય છે. જે કાર્ય જે જીવાત્માના અદૃષ્ટથી ઉત્પન્ન થાય તે કાર્ય તે જીવાત્માના ઉપભોગને સાક્ષાત્ કે પરંપરાએ ઉત્પન્ન કરે જ છે. કારણ કે બીજ (=કારણ) અને પ્રયોજન (=ફળ) વિના કોઈની ઉત્પત્તિ થતી નથી. (એટલે કે જે કાંઈ ઉત્પન્ન થાય છે.એ વગર કારણે ઉત્પન્ન થતું નથી, અને કોઈ ને કોઈ જીવને સુખ કે દુઃખનો અનુભવ કરાવવા રૂપ પ્રયોજન વગર ઉત્પન્ન થતું નથી.) એટલે ચણુકથી માંડીને બ્રહ્માંડ સુધીનાં બધાં કાર્યો (તે તે જીવના અદૃષ્ટરૂપ કારણથી ને તે તે જીવને સુખાદિ ફળ આપવાના પ્રયોજનથી ઉત્પન્ન થયા હોવાના કારણે તે તે જીવના સુખાદિ ઉપભોગના સાધન) વિષય બને જ છે. શરીર અને ઇન્દ્રિય પણ (કાર્યરૂપ હોવાથી) વિષય છે જ, છતાં એને સ્વતંત્ર પ્રકાર તરીકે જે જણાવ્યા છે તે શિષ્યબુદ્ધિવૈશધાર્થ જણાવ્યા છે. (का.) वर्णः शुक्लो रसस्पर्शी जले मधुरशीतलौ । (मु.) जलं निरूपयति - वर्णः शुक्ल इति । 'स्नेहसमवायिकारणतावच्छेदकतया जलत्वजातिसिद्धिरिति । यद्यपि स्नेहत्वं नित्यानित्यवृत्तितया न कार्यतावच्छेदकं, तथापि जन्यस्नेहत्वं तथा बोध्यम् । 'अथ परमाणौ जलत्वं न स्यात्, तत्र जन्यस्नेहाभावात्, तस्य च नित्यस्य स्वरूपयोग्यत्वे फलावश्यम्भावनियमादिति चेत् ? न, जन्यस्नेहजनकतावच्छेदिकाया जन्यजलत्वजातेः सिद्धौ तदवच्छिन्नजनकतावच्छेदकतया जलत्वजातिसिद्धिः । (જનિરૂપણ) (કા.) જળમાં વર્ણ-શુક્લ, રસ-મધુર અને સ્પર્શ-શીત હોય છે. (મુ.) ૩૯મી કારિકામાં જળનું નિરૂપણ કરે છે - સ્નેહ સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે જલત્વજાતિની સિદ્ધિ થાય છે. જો કે સ્નેહત્વ નિત્ય અનિત્ય બંનેમાં રહ્યું હોવાથી કાર્યતાવચ્છેદક નથી, તો પણ જન્યસ્નેહત્વ તેવું (=કાર્યતાવચ્છેદક) જાણવું. શંકા – તો પછી પરમાણુમાં જલત્વની સિદ્ધિ નહીં થાય, કારણકે તેમાં જન્યસ્નેહ હોતો નથી. નિત્ય એવો પણ તે (પરમાણુ) જો સ્વરૂપ યોગ્ય હોય તો (ક્યારેક તો) અવશ્ય ફળોપધાયક બને જ એવો નિયમ છે. *સમાધાન – ના. જન્યસ્નેહની કારણતાના અવચ્છેદક તરીકે (પરમાણુભિન્ન જળમાં રહેલી) જન્યજલત્વજાતિ (સિદ્ધ થાય છે. ને તે) સિદ્ધ થયે તદ્ (જન્મજલત્વ)થી અવચ્છિન્નની કારણતાના અવચ્છેદક તરીકે જલત્વજાતિની સિદ્ધિ થાય છે. (વિ.) (લક્ષણસ્વરૂપપ્રમાણાદિ પ્રકારક બોધાનુકૂલ - શબ્દોચ્ચારૂપ વ્યાપાર એ નિરૂપણ છે.) स्नेहत्वावच्छिन्नसमवायसम्बन्धावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसम्बन्धावच्छिन्नकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, कपालनिष्ठकारणतावत् । (१) (૨) પાર્થિવપરમાણુમાં રહેલ ગંધમાં પાકવશાત્ પરાવર્તન થતું હોવાથી એ અનિત્ય છે. અને ચણુકાદિ તો સ્વયં જ અનિત્ય હોવાથી એમાં રહેલ ગંધ પણ અનિત્ય જ છે. તેથી ગંધત્વ કાર્યતાવચ્છેદક બની શકતું હતું. પણ જલીય પરમાણુમાં પાક થતો ન હોવાથી એના સ્નેહમાં કોઈ પરિવર્તન થતું ન હોવાના કારણે એનો સ્નેહ નિત્ય છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy