SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શોધ-ખોળની પગદંડી પર ‘હાથે કામ કરીએ અને મનમાં દેવનું ધ્યાન ધરીએ - દેવની આરાધના કરવાની આ જ સાચી રીત અને ધર્મનું પણ એ જ રહસ્ય.' (૪૫) કાહુ કિયાં સંતાપિ, કાહુ હુઇ મનિ ઝૂરી, પુત્ર-ભવંતર-પાપિ, અણભોગવિઇ ન છૂટીઇ. સંતાપ કર્યો કે મનમાં ઝૂરવાથી શું વળે ? આગલા ભવના પાપનાં ફળ ભોગવ્યા વિના છૂટકો નથી હોતો.” (૪૬) હિઅડા હું તું અનઈ તૂ મું, અવર ન બીજઉ કોઈ, અઘડઉ(?) હુઈ તુ વહિચીઇ, દુઃખ ન વહિચઈ કોઈ. હે હૃદય, હું અને તું અને તું અને હું એમ આપણે બે જ જણ છીએ, તે સિવાય કોઈ નથી.... હોય તો કોઈ વહેંચી લે, પણ દુ:ખ વહેંચી લેનાર કોઈ ન મળે.' (૪૭) રૂડું આઉલિ-ફૂલ, દેવહ સિરિ સેવત્ર ચડઇ, માણસ માણિક ટૂલ, પરિહરીદ ગુણ-બાહિરઉ. આવળનું ફૂલ રૂપાળું હોય છે, પણ દેવને મસ્તકે કમળ ચડે છે. માણસ અને માણેક એક સરખા : એ નિર્ગુણ હોય તો તેમનો ત્યાગ કરવો ઘટે.” (૪૮) ગુણ ભલા માણસ નહીં, કાલા કરઈ જિ રીસ, આઉલિ ત્રોડી લાંખીઇ, મરુઉ બઝઈ સીસિ. માણસ (તેના દેખાવથી) નહીં, તેના ગુણોથી સારો ગણાય. આ બાબતમાં મૂરખ અકારણ રીતે ભરાય છે. આવળના ફૂલને તોડીને નાખી દેવાય છે, જ્યારે મરવો મસ્તકે બંધાય છે.” (૪૯) જઈ મોરિહિં મુક્કાઇં, પછડલાં પરણાં કરી, તઉ નર-સિરિ ઝલકા, સુગુણ નિગુણ કો સા રસિદ્ધ . મોરે પીછાંને આઘાં કર્યા - તજી દીધાં, પણ તે તો માણસના મસ્તક પર ઝગમગી ઊઠ્યાં : ગુણવાનના સગુણને કોણ ઢાંકી દઈ શકે ?” (૫૦) ધમિહિ નિઅમિહિ જે ગયા, તે ગણિ સારા દીહ, અવર જિ પાપારંભિ ગયા, તાઈ ન દેજે લીહ. ‘તારા જે દિવસો ધરમ-નીમ પાળવામાં વિત્યા તેમને જ સારા દિવસ ગણજે. બીજા જ દિવસો પાપપ્રવૃત્તિમાં ગયા, તેમને ગણતરીમાં જ તું ન લઇશ.” (૫૧) વાસર વિગ્નહરાય, તે ધન્ના ધમિહિ સિવું, સેસ સઇભરિ-રાય, જાણે જૂએ હારિયા.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy