SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મિલ©વડ શોધ-ખોળની પગદંડી પર ૧૫૩ પુરુષનાં તપ, જપ અને સંયમ ત્યાં સુધી જ ટકે છે, જ્યાં સુધી તેના હૃદયમાં નારીનાં નયનબાણ વાગતાં નથી.' (૩૮) જઈ વલી પંચાસ, તુ પાલિ પરતહ બંધીઇ, . વિહવટ અનઈ વિલાસ, આસ ન કીજઇ આસની. જ્યારે વય પચાસન વટી ગઈ હોય, ત્યારે પરલોક માટેની પાળ બાંધી લેવી, વૈભવ અને વિલાસની અબળખાને પાસે ન આવવા દેવી-દૂર કરવી.” (૩૯) જુબૈણુ પેખિ મ માચિ, કાલ પલોયહિ આગિલઉં, જિમ ભાવઇ તિમ નાચિ, જાં અક્કવિ જર વેગલી. તું જવાની જોઈને મદમાં આવી ન જા, આગળ આવનારો સમય પણ ધ્યાનમાં રાખ. ઘડપણ જ્યાં સુધી આવું હોય ત્યાં સુધી ફાવે તેવા નાચ તું નાચી લે.” (૪૦) ગંગાવાણી છાર-છુ, એ ઓસહ પલિયાણું, મિલ્હવ૬ જુવ્રણ-તણું, બીજઇ ભવિ વલિયાહ. જેમને માથે પળિયાં આવ્યાં છે, તેમને માટે ગંગાજળ અને ભસ્મ (ભભૂત) એ જ ઓસડ. જુવાની તો બીજો ભવ થયા પછી જ ફરી મળે.' (૪૧) પહુતઉ અગેવાણ, જોઅણ-ઊપરિ જર તણઉ, દાંતહ દૂઅઉ જાણ, પહિલઉં નાઠા પગ કરી. જોબન ઉપર જરાનું અગ્રદળ આવી પહોચ્યું–આની જાણ થતાં જ પહેલવહેલાં દાંત પગ કરીને નાઠા.” (૪૨) પરવસિ પ્રિય પર-હત્યેિ ધણુ, પર-ઘરિ ભોયણ-આસ, પર-સાહિજ્જહિ કન્લ જસુ, દેલ્હતિ પ્યારિ નિરાસ. જેનો પ્રિય પરવશ હોય, જેનું ધન પારકા હાથમાં હોય, જેને પારકે ઘરે ભોજનની આશા હોય અને જેનું કામ પારકાની સહાય પર આધાર રાખતું હોય - દેલ્ડ કવિ કહે છે એ ચારે યે નિરાશ જ થવાનું.” (૪૩) જઈ ચિંતઈ તોઇ વિહડઇ નહિ, સુકુલ તણઉ સો ભંગુ, પગિ તુટ્ટઈ પકખલઈ નહિ, નિય-પહુ જગ્ય-તુરંગુ. “ચિંતા હોય તો પણ જે ત્યજીને ન જતા રહે એ કુલીન માણસની રીત છે. જાતવાન ઘોડો પગ ભાંગ્યો હોય તો પણ પોતાના રસ્તેથી ચળતો નથી.” (૪૪) હત્યિ કરી જઈ કામડઉં, મનિ ઝાઇજઈ દઉં, ઇણિ પરિ દેઉ અરાહીલ, ધમ્મહ એક જ ભેલ.
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy