SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ-ખોળની પગદંડી પર ૧૫૫ ‘હે વિગ્રહરાજ, જે દિવસોએ ધર્મ કરીએ તે જ જિંદગીનાં દિવસો ધન્ય થયા. હૈ શાકંભરિના ધણી, તે સિવાયના દિવસો જુગારમાં હારી ગયા હોવાનું તું જાણજે.' તેજે-માહિ જિમ તરણિ, સાવજ-ઊપમ સીહ, (૫૨) તિમ ગુણ-માહિ દાન-ગુણ, લામાં દીજઇ લીહ. જેમ તેજસ્વીઓમાં સૂર્ય અને શ્વાપદોમાં—જંગલી પશુઓમાં ઉત્તમની ઉપમા સિંહ, તેમ સર્વ ગુણોમાં ઉત્તમ દાનગુણ : બીજા ઊતરતા ગુણો ૫૨ ચોકડી મારવી.’ (૫૩) ‘તે જ માણસ અમૂલ્ય છે, જેનામાં દાનનો ગુણ છે. એ ગુણનું ફૂલ આ જગતમાં જશ અને એનું ફળ પરલોકમાં હોવાનું જાણવું.’ માણસ તે જિ અમૂલુ, દીસઇ જેહં દાન-ગુણ, ફલ પર-લોઇહિં ફૂલુ, જસુ જગમાહિં જાણિવઉં. (૫૪) ઇમઇ વેસા બાપડી, ફૂડઉ કંકણવાઉ, અત્ય-વિણાં કુલવહૂ, ઢીલા ધોઅઇ પાઉ. બિચારી વેશ્યા અમસ્તી જ વગોવાય છે (?). કુલવધૂ પણ જો ધણી નિર્ધન હોય તો તેના પગ જેમ તેમ ધુએ છે.' (૫૫) વચન-વિનાણિ પતીજઇ, હિઅઉં કુસુધઉં જાહં, સાદુ ભણઇ સાવજ પણઇં ભંનુ મ રાચૌ તાહં (?). જેમનું હૈયું મેલું હોય તેમને વચનની કળાથી પતીજ કરાવવી - સમજાવવા. સાદુ (?) કવિ કહે છે કે તેમનું ભલું ચાહતા હો તો તેમની સાથે બળજભરી ન કરવી (?).’ (૫૬) અંબા-જંબૂ-વયરિયહં, એ ત્રિષ્ટિ એક સહાઉ, મુખિહિં અતિ મીઠા સદા, હીઇ ન છંડઇ કસાઉ. ‘આંબા, જાંબૂ અને વેરી - એ ત્રણેયનો એકસરખો સ્વભાવ : મોંએ (ઉપરથી) હંમેશાં અતિશય મીઠા, પણ અંદરથી કષાય (તૂરાશ, ખાર) ન ત્યજે.' (૫૭) ચંપા-ચંદન-સુપુરિસહં, એ ત્રિહિં એક સહાઉ, વિરે આપણ પંથા સચઇ (?) નિંગ લેઇ જસવાઉ. ચંપા, ચંદન અને સજ્જન – એ ત્રણેયનો એક સરખો સ્વભાવ ઃ પોતે .(?) વાહવાહ પ્રાપ્ત કરવી.' પ્રીતિ ન પ્રાણિ હોઇ, પ્રીતિ ન પરિભવ સાંસઇ, કરીને પણ જગતમાં જશવાદ (૫૮) 1
SR No.032154
Book TitleShodhkholni Pagdandi Par
Original Sutra AuthorN/A
AuthorHarivallabh Bhayani
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1997
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy