SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ “આત્મા બ્રહ્મ સમાધિમાં છે. મન વનમાં છે. એક બીજાના આભાસે અનુક્રમે દેહ કંઈ ક્રિયા કરે છે, ત્યાં સવિગત અને સંતોષરૂપ એવાં તમારા બંનેનાં પત્રનો ઉત્તર શાથી લખવો તે તમે કહો.... મગનલાલ અને ત્રિભુવનના પિતાજી કેવી પ્રવૃત્તિમાં છે તે લખવું... એક સમય પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે.” - વ. ૨૯૧ આવી અંતરગમ્ય (ખાનગી) વાત ભગવાન અને ભક્ત વચ્ચેની આજે આપણને સાંભળવા મળે છે. તેમાંથી આપણને કલ્યાણનો માર્ગ મળી જાય છે. આ આપણું મહદ્ ભાગ્ય છે. વળી એક પ્રસંગે પૂજય અંબાલાલભાઈ પ્રભુને વિનંતી કરે છે કે આ માયાના કર્મનો પ્રપંચ ક્ષણે ક્ષણે આત્માને બધા પમાડી રહ્યો છે. તેમાં આત્માને સમપરિણતી રહેતી નથી. પરિણામ ચંચળ થાય છે. એમાં આપ જેવા નિર્મોહ પુરૂષ જ રહી શકે, માટે તમે સંસારમાંથી અમને ખેંચી લ્યો. કષાયના નિમિત્તોમાં કષાય અને હર્ષ શોક થઈ જાય છે. માથે ટોકનાર – નજર રાખનાર ન હોય ત્યારે નિરાલંબ બોધ અંતરે સ્થિર રહેવો કઠણ પડે છે, માટે આપનો આશ્રય આપો. એ ચરણ યોગની નિઃશંકતાનો માર્ગ બતાવે છે. “પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્રે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુ જીવે પરમ ભક્તિ સહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે. યોગબળ સહિત, એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસ મોક્ષસાધનરૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પરૂષ હોય તે જ્યારે યથાપ્રારબ્ધ ઉપદેશવ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રયમાર્ગ પ્રકાશે છે. પણ તેવા ઉદયયોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી.... તે તેમનું કરૂણા સ્વભાવપણું છે.” - વ. ૫૨ ૧. પહેલાં ગુણઠાણાથી આગળ કેવી રીતે વધવું, તેના શા ઉપાય છે ? ક્યાંથી શરૂઆત કરવી ? તેનું ઘડતર - શિક્ષણ, ગુરૂ કારીગર જેવા – ઘડી રહ્યા છે. જેને વિષે સસ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લોક-સ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ.” - વ. ૩૭૬. અહો પ્રભુની દયા ! જ્ઞાનીની ગત તો જ્ઞાની જાણે. જ્ઞાની પુરૂષ જીવના ભીતરના પડ - ગ્રંથી – પરિગ્રહાદિ કામનાના ગંજ – ઊંડા ગયેલા છે તેને છેદી – ભેદી નાંખે છે. સદાચરણ ટેક સહિત સેવવાં, મરણ આવ્યું પણ પાછા હઠવું નહીં. આરંભ, પરિગ્રહથી જ્ઞાનીનાં વચનો શ્રવણ થતાં નથી, મનન થતાં નથી; નહીં તો દશા બદલાયા વિના કેમ રહે ?... જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળો ચાલે છે; એટલે પુરૂષની વાણી ક્યાંથી પરિણામ પામે ? લોકલાજ પરિગ્રહાદિ શલ્ય છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સંપુરૂષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તો પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દોષો હજારો દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગનો યોગ એક મહિના સુધી થાય, તો ટળે; ને રસ્તે જીવ ચાલ્યો જાય.” - ઉ. છાયા. પાન. નં. ૭૨૬ ૩૯
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy