SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ “અત્ર આનંદવૃત્તિ છે. જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવું એ ભલામણ છે.” - વ. ૧૮૬ આજે તમારું પત્ર - ૧ મળ્યું. “કરના ફકીરી કન્યા દિલગીરી, સદા મગન મન રહેના જી.” એ વૃત્તિ મુમુક્ષુઓને અધિકાધિક વર્ધમાન કરવા જેવી છે. પરમાર્થ ચિંતા હોય એ વિષય જુદો છે. વ્યવહારચિંતાનું વેદન અંતરથી ઓછું કરવું એ એક માર્ગ પામવાનું સાધન છે અમારી વૃત્તિ જે કરવા ઇચ્છે છે, તે નિષ્કારણ પરમાર્થ છે; એ વિષે વારંવાર જાણી શક્યા છો... તમે જેઓ સમજ્યા છો, તેઓ માર્ગને સાધ્ય કરવા નિરંતર સપુરૂષનાં ચરિત્રનું મનન રાખજો. તે વિષય પ્રસંગે અમને પૂછજો. સન્શાસ્ત્રને અને સત્કથાને તેમ જ સદ્ગતને સેવજો.” - વ. ૧૯૨. પૂ. અંબાલાલભાઈ કૃપાળુની અંતરવૃત્તિ જાણે છે કે આ દિવ્ય પુરૂષ અનેક જીવોને કલ્યાણ માર્ગે દોરી શકે એમ છે એટલે સપુરૂષની અત્યંતર દશાનું મનન કરવા સૂચવ્યું છે. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.” - વ. ૧૬૬ સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું મૂક્યા વિના તો છૂટકો જ નથી, અને એ મૂકવા યોગ્ય જ છે એમ દેઢ કરવું... અમે તો સર્વના દાસ છીએ. ત્રિભોવનને જરૂર બોલાવજો.' - વ. ૨૧૦. પ્રત્યક્ષ ભગવાનરૂપ પુરૂષ મળ્યા પછી શાસ્ત્રીય અભિનિવેશ ટાળે છે. શાસ્ત્રો સપુરૂષના મુખમાં રહ્યાં છે. જે બાર અંગના સારરૂપ અને છ દર્શનનું સર્વોત્તમ તત્ત્વ, જ્ઞાનીના બોધનું બીજા સંક્ષેપમાં કહી દે છે.... “માટે જેની ‘સત્’ પ્રાપ્ત કરવાની દેઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય..... એ તમને અને કોઈપણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે.” - વ. ૨૧૧. આ ગુપ્ત મંત્ર ખરા મુમુક્ષુને માટે આપી દીધો એ એનો પરમ ઉપકાર છે. વચનામૃતમાં દુષમકાળનું સ્વરૂપ જણાવી પૂ. અંબાલાલભાઈને પ્રત્યક્ષ સત્પરૂષના જોગે વગર સમજાવ્ય સ્વરૂપસ્થિતિનું કારણ જણાવી નિશ્ચયમાં પ્રેરે છે. તેવી જિજ્ઞાસા ઉત્પન્ન કરાવે છે. કારણ.... “પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પરૂષ છે.” - વ. ૨૪૯ પદાર્થનો નિર્ણય એટલે સમ્યગદર્શન પામવા માટે નિઃશંકતાદિ આઠ અંગ કહ્યા છે તે મેળવવાના ક્રમ રૂપે ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે. તે નિઃશંકતા શામાં કરવાની ? પ્રથમ – “મહાત્મામાં જેનો દૃઢ નિશ્ચય થાય છે, તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારનાં દુઃખથી નિર્ભય હોય છે, અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે.” - વ. ૨૫૪. આદિપુરૂષ ભક્ત પાસે પોતાના અંતરની બાજી ખુલી કરી દે છે. પરમકૃપાળુદેવ ચોથા કાળમાં દુર્લભ યોગનું આ અપૂર્વ ફળ કાંડ ઝાલી આપવા ઇચ્છે છે. 30
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy