SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિષ્ઠ ધ્રુવ તારો પૂ. શ્રી અંબાલાલભાઈ “અમને એમ આવી જાય છે કે અમે, જે અપ્રતિબધ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્ય પ્રસંગને, કુટુંબાદિ સ્નેહને ભજવા ઇચ્છતા નથી, તો તમ જેવા માર્ગેચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો ? કે જેને પ્રતિબધ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે.” - વ. ૪૧૪ “અગમ અગોચર નિર્વાણમાર્ગ છે એમ શ્રી વીતરાગે કહ્યું છે.” એ જ કારણથી કૃપાળુદેવ અગમચેતી આપે છે કે શુદ્ધ આત્મસ્વરૂપને પામવામાં અપાર અંતરાયો જ્ઞાનીએ જોયાં છે, અને તે જીવને માર્ગથી પાડે તેવો ભય હોય છે એટલે રસ્તો બતાવે છે કે – “જો મહતુ પુણ્યથી (પરમાત્માનો) સત્સંગનો અપૂર્વ લાભ રહ્યા કરે તો નિર્વિદનપણે કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચી જાય છે.” “..તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપયોગે આ જીવ પોતાને, પોતાનાં નહીં એવાં બીજાં દ્રવ્યને વિષે સ્વપણે માને છે; અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે, અને તે જ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે.” - વ. ૫૩૭ આવા સૂક્ષ્મ બોધભરિત વચનામૃતો શ્રી મુખેથી પ્રવાહરૂપે નીકળ્યાં છે. જેમાં માર્ગની શરૂઆતથી અંતઃપર્વતની સંલના ગર્ભિત છે, તે વડે આપણને ઢંઢોળે છે, જીવને ક્રમે ક્રમે સ્વરૂપ શ્રેણીએ ચઢવા પ્રથમ માન અને મતાગઇ આડા થંભરૂપ છે, અને અસત્સંગની વાસનાએ જન્મ પામેલું એવું નિજેચ્છાપણું, સ્વછંદ એ મહામોટો દોષ છે, જે અનાદિની ઘર કરીને રહેલી મિથ્યાધર્મની વાસના, તેમજ માયિક સુખની વાંચ્છા તેને ટાળે છે. મોક્ષમાર્ગ આરાધનામાં અવરોધ કરનારા કદાગ્રહ, મતમતાંતર, વિશ્વાસઘાત અને અસતવચનનો તિરસ્કાર કરી હૃદયના પાત્રને નિર્મળ સસંસ્કારથી વાસિત બનાવે છે, “હે પ્રભુના પદમાં તરવાના ત્રણ ઉપાય દર્શાવ્યા, તેમાં નિજદોષ જોવાનો દઢ લક્ષ, મોહનીય કર્મનો ક્ષય થતાં સુધી અપ્રમત્તપણે રાખવો, એક એ સુગમ ઉપાય પ્રરૂપ્યો છે. હું પામી ગયો છું, હું ઠીક સમજું છું, હવે મારામાં ગુણ પ્રગટ્યો એ માન્યતા જીવને પતિત ભાવ પમાડે છે. આપણે વિષે કોઈ ગુણ પ્રગટ્યો હોય, અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હઠે. પોતાના આત્માને નિંદે નહીં, અત્યંતર દોષ વિચારે નહીં, તો જીવ લૌકિકભાવમાં ચાલ્યો જાય પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદ, અહંભાવ રહિતપણું વિચારે, તો સપુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય.” - ઉ. છાયા. પાન નં. ૭00 આ એક લાલબત્તી જેવું છે. “પોતાનું ક્ષયોપશમ બળ ઓછું જાણીને અહંમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું.” - વ. ૬૫ર Y0
SR No.032151
Book TitleAatmnishtha Dhruv Taro Ambalalbhai
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala
Publication Year2007
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy