SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ક્યારેય દ્રવ્ય સ્વરૂપે થવાના નથી. તેથી દ્રવ્યનો ભેદ પણ ગુણાદિ છમાં મળશે. આ રીતે દ્રવ્યાદિભેદસપ્તક પ્રસિદ્ધ થયું. એ દ્રવ્યાદિભેદસપ્તક દ્રવ્યાદિ સાતમાંથી એકેયમાં મળશે નહીં = દ્રવ્યાદિભેદસપ્તક દ્રવ્યમાં, ગુણમાં, કર્મમાં એમ સાતમાંથી એકમાં પણ નહીં મળે, કારણ કે સ્વમાં સ્વનો ભેદ રહેતો નથી. તેથી દ્રવ્યાદિ ભેદસપ્તકનો અભાવ દ્રવ્યાદિ પ્રત્યેકમાં મળશે. તેથી દ્રવ્યાદિભેદસકાભાવવાન્ દ્રવ્યાદિ સાત થશે. આ પ્રમાણે ‘દ્રવ્યાદિસષ્ઠાન્યતમત્વ’ અપ્રસિદ્ધ નહીં બનવાથી ‘પદાર્થત્વ’ એનું વ્યાપ્ય બની શકશે. દ્રવ્ય - નિરૂપણ મૂત્રમ્ ઃ तत्र द्रव्याणि पृथिव्यप्तेजोवाय्वाकाशकालदिगात्ममनांसि नवैव ॥ તંત્ર = દ્રવ્યાદિ સાતપદાર્થમાં પૃથ્વી, અસ્ (=જલ), તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા આત્મા અને મન આ નવ જ દ્રવ્યો છે. વિશેષાર્થ : શંકા : દ્રવ્યના વિભાગનો બોધ તો પૃથ્વી, અપૂ, તેજ, વાયુ વગેરેના પૃથક્ , પૃથક્ નામોલ્લેખથી જ થઈ જાય છે તો ‘નવ’ પદનું ગ્રહણ શા માટે કર્યું ? દા.ત. → ‘ચૈત્ર, મૈત્ર, યજ્ઞદત્ત મિત્ર મારા ઘરે આવ્યા છે' આવું બોલવાથી ખ્યાલ આવી જ જાય છે કે ત્રણ મિત્ર આવ્યા છે. તેથી ‘ત્રણ’ શબ્દ બોલવાની જરૂર રહેતી નથી. વ્યોમાનેરીશ્વરાત્મત્યેવાન્તર્ભૂતત્વાત્ સમા. : ‘પૃથિવ્યપ્લેનોવાપ્વાત્મન રૂતિ પદ્મવ દ્રવ્યાધિ મનસથાસમવેતભૂતેઽન્તર્ગાવાદ્રિત્યાઘુર્નવીના:' (મુક્તા. દિનકરી) નવીનો પૃથિવી, જલ, તેજ, વાયુ અને આત્મા એમ પાંચ જ દ્રવ્યો માને છે. આકાશ, કાલ અને દિશાનો ઈશ્વરાત્મામાં સમાવેશ કરે છે અને મનનો ૫૨માણુમાં સમાવેશ કરે છે. તે નવીનોના મતનું નિરાકરણ કરવા માટે એટલે કે ‘દ્રવ્યો પાંચ નથી પરંતુ દ્રવ્યો નવ છે' એ રીતે ન્યૂન સંખ્યાનો વ્યવચ્છેદ કરવા માટે સંખ્યા વાચી ‘નવ’ પદનું ગ્રહણ છે. અને હા, પૃથ્વી વગેરે દ્રવ્યો નવ જ છે, અધિક નથી. એ રીતે અધિક સંખ્યાનો વ્યવચ્છેદ કરવા માટે ‘વ’ પદનું ગ્રહણ છે. (न्या० ) द्रव्याणि विभजते- पृथिवीति । नन्वन्धकारस्य दशमद्रव्यस्य सत्त्वात्कथं नवैवेति । तथा हि- 'नीलं तमश्चलती' ति प्रतीतेर्नीलरूपाश्रयत्वेन क्रियाश्रयत्वेन च द्रव्यत्वं सिद्धम्। न च क्लृप्तद्रव्येष्वन्तर्भावात्कुतो दशमद्रव्यत्वमिति वाच्यम् । आकाशादिपञ्चकस्य वायोश्च नीरूपत्वान्न तेष्वन्तर्भावः । तमसो निर्गन्धत्वान्न पृथिव्यामन्तर्भावः । जलतेजसोः शीतोष्णस्पर्शवत्त्वान्न तयोरन्तर्भावः । तस्मात्तमसो दशमद्रव्यत्वं सिद्धमिति चेत् । न । तेजोऽभावरूपत्वेनैवोपपत्तावतिरिक्ततत्कल्पनायां मानाभावात् । न च विनिगमनाविरहात्तेज एव तमोऽभावस्वरूपमस्त्विति वाच्यम् । तेजसोऽभावस्वरूपत्वे सर्वानुभूतोष्णस्पर्शाश्रयद्रव्यान्तरकल्पने गौरवात् । तस्मादुष्णस्प
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy