SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ વિધેય અષ્ટપ્રાતિહાર્ય છે અને જ્યાં જ્યાં તીર્થંકરત્વ ન હોય ત્યાં પણ અષ્ટપ્રાતિહાર્યએ રહેવું જોઈએ. અર્થાત્ અષ્ટપ્રાતિહાર્યમાં અધિકદેશવૃત્તિત્વસ્વરૂપ વ્યાપકત્વની પ્રાપ્તિ થવી જોઈએ. પરંતુ એવું થતું નથી. કારણ કે અષ્ટપ્રાતિહાર્ય, તીર્થંકર સિવાય બીજે ક્યાંય પણ રહેતું નથી. તેથી ‘વ’ કાર વડે ઉપરોક્ત નિયમનો બાધ થાય છે. અર્થાત્ ઉદ્દેશ્યતાવચ્છેદક જે તીર્થંકરત્વ છે, તેનું અધિકદેશવૃત્તિત્વસ્વરૂપ વ્યાપકત્વ વિધેય એવા અષ્ટપ્રાતિહાર્યમાં પ્રાપ્ત થતું નથી. સમદેશવૃત્તિત્વસ્વરૂપ વ્યાપકત્વ મળી શકશે. અન્યતમત્વ શંકા : દ્રવ્યાદિસસનિષ્ઠ ‘દ્રવ્યાદિસષ્ઠાન્યતમત્વ’માં ‘અન્યતમત્વ’નો અર્થ શું કરશો? ‘દ્રવ્યાદિસમાન્યતમત્વ’=‘દ્રવ્યાદિસાભિન્નભિન્નત્વ’ કરશું. તેથી દ્રવ્યાદિ સાતથી ભિન્ન જગત્ની કોઈ પણ વસ્તુ અને એનાથી ભિન્ન પાછા દ્રવ્યાદિ સાત થશે. સમા. : શંકા : દ્રવ્યાદિસમાન્યતમત્વ’નો અર્થ ‘દ્રવ્યાદિસમભિન્નભિન્નત્વ’ નહીં કરી શકાય કારણ કે દ્રવ્યાદિ સાતથી ભિન્ન જગત્માં બીજી કોઈ વસ્તુ જ ન હોવાથી ‘દ્રવ્યાદિસમાન્યતમત્વ’ અપ્રસિદ્ધ બનશે અને તે કારણે પદાર્થત્વ પણ દ્રવ્યાદિસમાન્યતમત્વનો વ્યાપ્ય નહીં બની શકે. સમા. અમે નવીન નૈયાયિકોએ કલ્પેલા પ્રતિયોગિતા, વિષયતા વગેરે સાપેક્ષ પદાર્થમાં દ્રવ્યાદિસન્નભિન્નત્વને બતાવીશું અને તાદેશ ‘દ્રવ્યાદિસન્નભિન્નભિન્નત્વ’ પાછું દ્રવ્યાદિ સાતમાં બતાવીશું. આ રીતે ‘દ્રવ્યાદિસમાન્યતમત્વ’ અપ્રસિદ્ધ નહીં બને. શંકા : પ્રતિયોગિતા, વિષયતા વગેરે માટે ન્યાયમાં બે પક્ષ છે. કેટલાક નૈયાયિકો પ્રતિયોગિતા વગેરેને ઘટાદિ પ્રતિયોગીથી અલગ પદાર્થ માને છે. અને કેટલાક અતિરિક્ત પદાર્થ નથી માનતા અર્થાત્ સ્વરૂપસંબંધાત્મક માને છે. હવે જો ૧લા પક્ષનો સ્વીકાર કરશો અર્થાત્ પ્રતિયોગિતા વગેરેને અતિરિક્ત પદાર્થ માનશો તો ‘સૈવ પાર્થા:’ એ પ્રમાણેની તમારી પ્રતિજ્ઞાનો ભંગ થશે. અને બીજા પક્ષનો સ્વીકાર કરશો અર્થાત્ પ્રતિયોગિતા વગેરેને અતિરિક્ત પદાર્થ નહીં માનો તો પાછો ઉપરોક્ત દોષ આવીને ઊભો રહેશે એટલે કે દ્રવ્યાદિ સાતથી ભિન્ન જ પ્રસિદ્ધ નથી તો દ્રવ્યાદિ સાતથી ભિન્નભિન્નત્વ ક્યાંથી પ્રસિદ્ધ થાય? ટૂકમાં બન્ને પક્ષના સ્વીકારમાં દોષ છે. સમા. : ‘દ્રવ્યાવિસતાન્યતમત્વ નામ દ્રવ્યાવિક્ષેપન્નામાવત્ત્વમ્' (દીપિકા-ટીકા) અર્થાત્ દ્રવ્યાદિસમાન્યતમત્વને અમે ‘દ્રવ્યાદિભેદસપ્તકાભાવવત્ત્વ' સ્વરૂપ માનશું. તેથી દોષ આવશે નહીં. કારણ કે ‘દ્રવ્યાદિભેદસપ્તકાભાવવત્ત્વ’= દ્રવ્યાદિ ભેદનો જે સમૂહ છે તેનો અભાવ દ્રવ્યાદિ સાતેય પદાર્થોમાં મળી જાય છે. તે આ પ્રમાણે → જેવી રીતે ઘટ પટસ્વરૂપે ક્યારેય થવાનો નથી તેથી ઘટમાં પટનો ભેદ મળે છે અને પટ પણ ઘટસ્વરૂપે ક્યારેય થવાનો નથી તેથી પટમાં ઘટનો ભેદ મળે છે. તેવી રીતે દ્રવ્ય પણ ગુણાદિ છ સ્વરૂપે ક્યારેય થવાનો નથી તેથી ગુણભેદ, કર્મભેદ વગેરે છએ પદાર્થનો ભેદ દ્રવ્યમાં મળશે અને ગુણાદિ છ પણ
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy