SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંપ્ર. ૨ અઠ્ઠાઈ મહોત્સવ કરણ સમયે, શાશ્વતા એ દેખીયે; સવિ સજજ થાઓ દેવ દેવી, ઘંટનાદ વિશેષીએ. ૨-૧૭ વલી સુરપતિજી, ઉઘોષણા સુરકમાં, નિપજાવીજી, પરિકર સહિત અશોકમાં; દ્વીપ આઠમેજી, નંદીશ્વર સવિ આવીયા, સાસય પડિમાછ, પ્રણમે વધારે ભાવીયા. ૩-૧૮ ભાવયા પ્રણમી વધાવી પ્રભુને, હર્ષ બહુલે નાચતા, બત્તીસ વિધના કરીય નાટક, કેડી સુરપતિ માચતા; હાથ જોડી માન મેડી, અંગભાવ દેખાવતી, અપછરા રંભા અતિ અચંભા, અરિહા ગુણ આલાવતી. ૪–૧૯ ત્રણ અઠ્ઠાઈમાંજી, ષટ કલ્યાણક જિનતણાં. તિમ આ વલીજી, બાવન જિનનાં બિંબ ઘણું; તસ સ્તવનાજી, સદ્ભુત અર્થ વખાણતાં, ઠામ પહોંચે છે, પછે જિન નામ સંભારતાં. ૫-૨૦ સંભારતાં પ્રભુ નામ નિશદિશ, પર્વ અઠ્ઠાઈ મન ધરે, સમકિત નિરમલ કરણ કારણ, શુભ અભ્યાસ એ અનુસરે; નરનારી સમકિતવંત ભાવે, એહ પર્વ આરાધશે, વિઘ નિવારે તેહના સહી, સૌભાગ્ય લક્ષ્મી વધશે. ૬-૨૧ : ઢાલ-ચોથી : (અરિહંત પદ યાતે થક–એ દેશી.) પર્વ પજુસણમાં સદા, અમારિ પડતું વજડાવ રે; સંઘ ભક્તિ દ્રવ્ય ભાવથી, સાતમી વછલ શુભ દાવ રે, | મહોદય પર્વ મહિમાનિધિ. ૧-૨૨ સાહમવચ્છલ એકણુ પાસે, એકત્ર ધર્મ સમુદાય રે, બુદ્ધિ તુલાએ તોલીયે, તુલ્ય લાભ ફળ થાય રે. મા ૨-૨૩.
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy