SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના કરી શકાય એવા કોઈ સિદ્ધાંતોને અનુસર્યા વિના જ ઘણીવાર અલગ લખવામાં આવેલા છે. ખરોષ્ઠી શિલાલેખોમાં વિરામચિહ્નો જોવા મળતાં નથી. પરંતુ પ્રાકૃત ધમ્મપદમાં પ્રત્યેક પદ્યને અંતે એક ગોળાકાર ચિહ્ન જોવા મળે છે, જે ઘણીવાર બેદરકારીથી કરવામાં આવ્યું છે, છતાં જે આજના શૂન્યને મળતું આવે છે. “વગરને અંતે પણ ચિહ્ન હોય છે. આ ચિહ્ન સંભવતઃ કમળ દર્શાવે છે. આવું ચિહ્ન કેટલાક શિલાલેખોને અંતે પણ જોવા મળે છે. પરંતુ બાહ્મીમાં પ્રાચીનતમ કાળથી ઘણાં વિરામચિહ્નો જોવા મળે છે. બૂલર આઠ ચિહ્નો ગણાવે છે – એક દંડ (ઊભી લીટી), બે દંડ, ત્રણ દંડ (જે અનુક્રમે શબ્દસમૂહો અથવા ગદ્યનું પઘથી પૃથક્કરણ, વાક્યની સમાપ્તિ અને દસ્તાવેજની સમાપ્તિ દર્શાવે છે), એક આડી લીટી, બે આડી લીટીઓ, બે ઊભી લીટીઓ પછી એક આડી લીટી, અર્ધ ચંદ્રાકાર ચિહ્ન, અને અર્ધચંદ્ર વચ્ચે લીટી. પ્રાચીન વિરામચિહ્નોના ઇતિહાસને અનુલક્ષીને શિલાલેખોના અભ્યાસની ફલશ્રુતિનો સારાંશ આ પ્રમાણે દર્શાવી શકાય: “પ્રાચીનતમ સમય દરમ્યાન કેવળ એકલી લીટીઓ, સીધી યા વાંકી, પ્રયોજાયેલી છે. અને આ પ્રથા આપણા યુગના (અર્થાત ઈસવીસનના) પ્રારંભ સુધી પ્રચલિત હતી. પરંતુ તેમનો ઉપયોગ જવલ્લે જ થયેલો છે. ઈ.સ.ના પ્રારંભ પછી આપણને વધુ જટિલ ચિહ્નો જોવા મળે છે. પરંતુ પાંચમી શતાબ્દી સુધી તેમના ઉપયોગની બાબતમાં અચોક્કસતા પ્રવર્તે છે. તે સમય પછી આપણને વિરામચિહ્નોની વધુ વ્યવસ્થિત પદ્ધતિ જોવા મળે છે. ખાસ કરીને, પથ્થર પર લખાયેલી પ્રશસ્તિઓમાં આ વિશેષ નજરે પડે છે. ઈ.સ. ૪૭૩-૭૪માં લખાયેલી મંદસોર પ્રશસ્તિ સાબિત કરે છે કે શ્લોકાઈને અંતે એક દંડ અને શ્લોકાન્ત બે દંડ એ આજે પણ ટકી રહેલો સિદ્ધાંત તે સમયે અસ્તિત્વ ધરાવતો હતો. પરંતુ આઠમી શતાબ્દી પર્યત ખાસ કરીને દક્ષિણમાં, વિભિન્ન તામ્રપત્રો તથા પથ્થર પર લખાયેલા લેખો મળે છે, જેમના પર કોઈ પણ વિરામચિહ્ન જોવા મળતું નથી." અન્ય માનવીય પ્રવૃત્તિની જેમ જ લેખનકલા પણ ક્ષતિઓથી પર નથી. આથી શિલાલેખનું લખાણ કોતરતી વખતે અથવા ભોજપત્ર, તાડપત્ર યા કાગળ પર લખતી વખતે પણ ભૂલો તો થવાની જ. આ ભૂલોને બે વર્ગમાં વિભાજિત કરી શકો (૧) ભૂલભર્યા શબ્દો, પરિચ્છેદો અને (૨) ભૂલથી શબ્દો, વર્ણો કે શબ્દ-સમૂહો લખવા રહી જવા તે (omission). અશોકના શિલાલેખ જેવા પ્રાચીનતમ શિલાલેખોમાં ભૂલભર્યા પરિચ્છેદો કેવળ છેકી નાખવામાં આવેલા છે. તે પછીના સમયમાં લહિયાની ભૂલ બતાવવા પંક્તિની ઉપર યા નીચે ટપકાં યા તૂટક લીટીઓનો પ્રયોગ કરવામાં ૧૫. dische Palaeographie. પૃ. ૮૪-૮૫
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy