SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પાઠ-સમીક્ષા આવેલો છે. હસ્તપ્રતોમાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. પરંતુ પાછળના સમયમાં હસ્તપ્રતમાં કાઢી નાખવાના લખાણ પર હળદર અથવા પીળો રંગ લગાડવામાં આવતો હતો. અશોકના તેમ જ અન્ય પ્રાચીન શિલાલેખોમાં ભૂલથી રહી ગયેલા અક્ષરો યા શબ્દોને પંક્તિની ઉપર કે નીચે તે ક્યાં મૂકવાના છે તેના સ્થળનો નિર્દેશ કર્યા સિવાય જ ઉમેરવામાં આવેલા છે. અથવા તો અક્ષરો વચ્ચે રહેલી જગ્યામાં તે ઉમેરવામાં આવે છે. પાછળના શિલાલેખોમાં અને હસ્તપ્રતોમાં તે જે સ્થળે લખવાના રહી ગયા હોય તે સ્થળે નાના સીધા યા ત્રાંસા “ક્રોસ (જેને “કાકપદ' યા “હંસપદ' કહે છે) દ્વારા દર્શાવવામાં આવે છે અને રહી ગયેલી વસ્તુ હાંસિયામાં અથવા બે પંક્તિઓની વચ્ચે ઉમેરવામાં આવે છે. કેટલીક વાર “ક્રોસને બદલે “સ્વસ્તિક મૂકવામાં આવે છે. દક્ષિણ ભારતીય હસ્તપ્રતોમાં “ક્રોસ'નો પ્રયોગ જાણી જોઈને કરેલા લોપ (omission) દર્શાવવા માટે પણ કરવામાં આવે છે. અન્ય સ્થળોએ, જાણી જોઈને કરવામાં આવેલા અથવા મૂળ પ્રત યા આદર્શપ્રતમાં રહેલી ક્ષતિને કારણે ઉદ્દભવેલા લોપને પંક્તિ પર ટપકાં દ્વારા અથવા પંક્તિની ઉપર તૂટક રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. કેટલીક હસ્તપ્રતોમાં જગ્યા ખાલી રાખવામાં આવી છે. “ગ' સ્વરનો લોપ દર્શાવવા પ્રયોજાતું અવગ્રહ ચિહ્ન (ડ)સર્વ પ્રથમ રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવના સમયના (ઈ.સ.૮૩૪-૩૫) વડોદરાના તામ્રપત્રમાં જોવા મળે છે. અવાચ્ય પરિચ્છેદોને દર્શાવવા માટે “કુંડલ' અર્થાત્ વીંટી અને “સ્વસ્તિકનો પ્રયોગ કરવામાં આવતો હતો. સંક્ષેપો(ટૂંકું રૂપ)નો પ્રયોગ સર્વપ્રથમ પશ્ચિમ ભારતના ઈ.સ. ૧૫૦ની આસપાસના કેટલાકે શિલાલેખોમાં જોવા મળે છે; જેમ કે, સિરિ પુલુમાઈનો શિલાલેખ, નાસિક ગુફા નં.૧૫ અને સકસેન-માઢરીપુત્ર યા સિરિસેનનો શિલાલેખ, કાન્હેરી ગુફા નં.૧૪. વાયવ્ય પ્રદેશમાં કુશાન યુગથી સંક્ષેપો સામાન્યપણે પ્રયોજાતા દેખાય છે. તેમાં સૌથી વધુ સામાન્ય સંક્ષેપો વર્ષ, ઋતુ, માસ અને વાર (દિવસો) સંબંધે અને વળી પક્ષ સંબંધે પણ હોય છે. છઠ્ઠી શતાબ્દીથી પશ્ચિમ ભારતના શિલાલેખોમાં અન્ય શબ્દો માટે પણ છૂટાછવાયા સંક્ષેપો જોવા મળે છે, જેમ કે “દૂત' માટે “દૂ. અગિયારમી શતાબ્દીથી બિરુદો, જાતિ, જ્ઞાતિનાં નામ ઈત્યાદિના સંક્ષેપો અતિ પ્રચલિત બનતા દેખાય છે. હસ્તપ્રતોમાં આનાં દર્શન થાય છે. ખરોષ્ઠી ધમ્મપદમાં પણ આ જોવા મળે છે, જેમકે “ગાથા' માટે “ગા' એવો સંક્ષેપ પ્રયોજાયો છે. હસ્તપ્રતોનું પૃષાંકન પૃષ્ઠની દષ્ટિએ નહીં પરંતુ પાન(પત્ર)ને એકમ તરીકે સ્વીકારી કરવામાં આવે છે. પાન યા પત્રની સંખ્યા દક્ષિણમાં પ્રથમ પૃષ્ઠ પર (એટલે કે પાનની આગળની બાજુ પર) અને અન્યત્ર દ્વિતીય પૃષ્ઠ પર (એટલે કે પાનની પાછળની બીજી બાજુ પર) લખવામાં આવે છે. મકાઈનીના સંગ્રહમાં મધ્ય એશિયામાંથી
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy