SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ભારતીય પામીક્ષા ધંધાદારી લહિયાને “લિપિકર' યા “લિબિકર' કહેવામાં આવતો હતો. ઈ.સ.ની સાતમી અને આઠમી સદીઓમાં દસ્તાવેજોના લહિયાને “દિવિરપતિ' કહેવામાં આવતો હતો. અને અગિયારમી શતાબ્દીથી ધંધાદારી લહિયાનો કાયસ્થ' તરીકે ઉલ્લેખ પણ જોવા મળે છે, જો કે તે શબ્દનો જ્ઞાતિનામ તરીકે સર્વ પ્રથમ ઉલ્લેખ ઈ.સ. ૭૩૮-૩૯ના કણસ્વના શિલાલેખમાં મળે છે. શિલાલેખકો માટે પ્રયોજાતાં બીજાં નામ “કરણ” (કરણક) અથવા કોઈક જ વાર “કરસિન્', “શાસનિક અને ધર્મલેખિનું છે. સુલેખનની દૃષ્ટિએ ભારતીય હસ્તપ્રતો મહત્ત્વપૂર્ણ નથી. આ તબક્કે શિલાલેખો અને હસ્તપ્રતોની પંક્તિઓ, શબ્દોની ગોઠવણી, વિરામ ચિહ્નો ઇત્યાદિ સંબંધી બહિરંગ વ્યવસ્થા તેમ જ અન્ય વિગતો જાણી લેવી પણ જરૂરી છે. સુંવાળા પથ્થરો પર કોતરેલા પ્રાચીનતમ શિલાલેખોમાં પણ શિલાલેખકોએ વ્યવસ્થિત સીધી લીટીમાં લખવાનો અને માત્રા(માતૃ1)ઓના ઉપરના છેડા સરખી ઉંચાઈના કરવાનો પ્રયાસ કર્યો છે; જો કે અશોકના સલાટોનો આ પ્રયત્ન ઘણું ખરું થોડાક શબ્દો પૂરતો જ સફળતા પામ્યો છે. પરંતુ તે જ સમયના અન્ય દસ્તાવેજોમાં, જેમકે ઘસુંડી શિલાલેખમાં, પાછળના અને આજે પણ માન્ય સિદ્ધાંતનું વધુ કાળજીપૂર્વક પાલન થયું છે, જે અનુસાર સ્વરચિહ્નો તથા રકારના રેફ તથા આ પ્રકારનાં ચિહ્નો જ શિરોરેખાની ઉપર બહાર કાઢવામાં આવેલાં છે. હસ્તપ્રતોમાંની પંક્તિઓ હંમેશાં તદ્દન સીધી રહેતી. જેમકે, પોતાનમાંથી મળેલ પ્રાકૃત ધમ્મપદ અને બૌદ્ધ નાટકોના અંશો જેવા સૌથી પ્રાચીન નમૂનાઓમાં પણ આ જોવા મળે છે. અને સંભવ છે કે આ માટે કોઈ સીધી ધારવાળાં સાધનોની મદદ લેવામાં આવતી હશે. પ્રાચીન તાડપત્ર પરની હસ્તપ્રતોમાં અને પાછળની કાગળ પરની હસ્તપ્રતોમાં પંક્તિના અંતભાગમાં બે ઊભી લીટીઓનું ચિહ્ન કરવામાં આવતું અને આ ઊભી લીટીઓ પત્રના અંત સુધી ચાલુ રહેતી. હસ્તપ્રતોમાં પંક્તિઓ આદિથી અંત સુધી હંમેશાં સીધી (આડી, સમક્ષિતિજી) રેખામાં લખવામાં આવતી. સામાન્ય રીતે શબ્દોને અલગ પાડ્યા સિવાય પંક્તિના યા શ્લોકના યા શ્લોકાર્ધના યા અન્ય કોઈ પણ વિભાજનના અંત સુધી સળંગ ભેગા લખવાની પદ્ધતિ હતી; તેમ છતાં કેટલીક પ્રાચીનતમ હસ્તપ્રતોમાં એકલા શબ્દોને યા પરસ્પર જોડાયેલા શબ્દસમૂહોને તેમનાં અર્થ પ્રમાણે યા અધિકારીની કે લહિયાની વાંચવાની રીત પ્રમાણે છૂટા પાડેલા આપણે જોઈએ છીએ. આ રીતે પોતાનમાંથી પ્રાપ્ત થયેલ ખરોષ્ઠી ધમ્મપદમાં પ્રત્યેક પંક્તિ એક શ્લોક યા શ્લોકાર્ધની બનેલી છે. બાવર હસ્તપ્રત જેવી અન્ય પ્રાચીન હસ્તપ્રતોમાં એકલા શબ્દો યા શબ્દસમૂહોને દેખીતી રીતે નિશ્ચિત
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy