SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારના જ્ઞાનનું બળ ઇત્યાદિ ધર્મોથી સાધર્મ નથી. માટે તીર્થકર ભગવંતો કરે તેમ આપણે કરવાનું હોતું નથી. પરંતુ તેઓ કહે તેમ આપણે કરવાનું હોય છે. તો પછી અચલતાનો આટલો બધો આગ્રહ કેમ છે? | વસ્ત્ર-પાત્રાદિ-રજોહરણ-મુહપત્તિ આદિ ઉપકરણોના અભાવે હે શિવભૂતિ ! તું એષણા સમિતિ આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ તથા વ્યુત્સર્ગસમિતિ, ભાષાસમિતિ વગેરેનું પાલન કરી શકીશ નહીં. આટલું -આટલું સમજાવવા છતાં તે શિવભૂતિએ વસ્ત્રનો સર્વથ ત્યાગ કર્યો. ભાઇને વસ્ત્રનો ત્યાગ કરતા જોઈને તેઓની બહેન ઉત્તરાએ પણ વસ્ત્રનો ત્યાગ કર્યો. પછી તે બહેન ભિક્ષાર્થે ગામમાં ગયાં. ત્યારે એક ગણિકાએ આ જોઇને વિઝાયું કે, આ સ્ત્રીને વસ્ત્ર વિનાની બિભત્સ અવસ્થામાં જોઈને લોકો તેને વિકારક દૃષ્ટિથી જોશે. તેમાં તેને અનર્થ થશે. એમ સમજીને તે ગણિકાએ તેને વસ્ત્રથી ઢાંકી. ઉત્તરાએ આ પ્રસંગ શિવભૂતિ મુનિને કહ્યો. ત્યારે શિવભૂતિએ વિચાર્યું કે, વસ્ત્ર વિનાની સ્ત્રી બિભત્સ અને લજ્જનીય લાગે. તેથી તે શિવભૂતિએ ઉત્તરાને કહ્યું કે, તમે આ વસ્ત્રનો ત્યાગ ન કરો. દેવતાએ જ તમને આ વસ્ત્ર આપ્યું છે. આ પ્રમાણે આ શિવભૂતિ આઠમા નિતવ થયા. તેમને કૌષ્કિન્ય અને કોટ્ટવીર નામના બે શિષ્યો થયા. તેઓએ વિચાર્યું કે, સર્વોડ્રન્કો વિભાપર્યવેત્ ભવતા સર્વત્ત્વવિકલ્પથી એકવ થાયછે. આ પ્રમાણે આ બોટિકદૃષ્ટિ (દિગમ્બર પક્ષ) ઉત્પન્ન થયો. ગુરુજી દ્વારા ઘણું સમજાવવા છતાં ન સમજેલ તે શિવભૂતિ અને તેના શિષ્યો કૌષ્કિન્ય અને કોટ્ટવીર વસ્ત્રનો ત્યાગ કરીને દિગંબર મતના સ્થાપક થયા. તથા તેની બહેને ગણિકાએ આપેલ વસ્ત્ર ધારણ કર્યું. આ રીતે આ સર્વે ઉપાશ્રયમાંથી બહાર નીકળી ગયા. તેથી તેમના શિષ્યો બોટિકસંતાનવર્સી બોટિક (દિગમ્બરો) ઉત્પન્ન થયા ઉપસંહાર: આઠ નિદ્ભવોમાંથી સાત પ્રવચનનિશ્ચય થયા. તેથી તે એકદેશ નિહ્નવ કહેવાય. આ સાતને જિનવચનથી વિરુદ્ધ પ્રરૂપણા કરવાથી પ્રવચનનિહ્નવ કહેવાયા. જ્યારે શબ્દથી દિગંબરોને સમુચ્ચિત કરેલ હોવાથી જુદો ઉલ્લેખ કર્યો નથી.પરંતુ તે સર્વવિષયક નિહ્નવ કહેવાયા. સાત નિતવોમાંથી જમાલિ, રોહગુપ્ત અને ગોષ્ઠામાહિલ આ ત્રણે પોતાની માન્યતાના આગ્રહને છેવટ સુધી છોડ્યો નથી. અને પોતાના મતનો પ્રચાર પ્રસાર કરતા રહ્યા. તેથી તેઓ વિરાધક બન્યા. બાકીના ચાર નિહ્નવોએ પોતાની માન્યતાનો આગ્રહ છોડી ભગવાનના શાસનનો સ્વીકાર કર્યો છે. તેથી તેઓ આરાધક બન્યા. બધા જ નિહ્નવો શ્રીમદ્ જિનોક્ત પદાર્થોમાં ઉપર બતાવેલા ન્યાયથી એક એક પદાર્થને ઇચ્છતા ન હતા. ગોષ્ઠામાહિલને છોડીને બીજા બધા જ નિહ્નવો યાવજીવનાં પચ્ચખ્ખાણ હોય તથા માવજીવ સુધીનું જ સંવર હોય એમ માનતા હતા. જમાલિને છોડીને બીજા બદા નિકૂવો તમેવ વૃતમ્ ! માનતા હતા. 719
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy