SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ LYS છિલ્ટ LXCTS TO LOGO દરરોજ તે રત્નકંબલની સાર-સંભાળ લે છે. ગુરુજીએ તેને રત્નકંબલમાં મૂછિત થયો છે એમ જાણીને તેની ગેરહાજરીમાં કંબલને ફાડીને નાના-નાના ટુકડા કરીને પગલુંછણીયા બનાવ્યા. જ્યારે તે શિવભૂતિ બહારથી આવ્યા ત્યારે આ હકીકત જાણીને અપાર ગુસ્સાવાળા બન્યા ત્યારે આચાર્યે તેને જિનકલ્પિ સાધુને જઘન્યથી બે અને ઉત્કૃષ્ટથી બાર પ્રકારની ઉપધિ હોય છે. એમ સમજાવીને જિનકલ્પ હાલ વિચ્છેદ ગયો છે, આમ કહ્યું. કારણ તેવું બળ અને સંઘયણ હાલ નથી. ત્યારે શિવભૂતિએ વિચાર્યું કે, આ કાળે પણ જિનકલ્પ આચરી શકાય છે, ઉચ્છેદ પામતો નથી. અસમર્થ સાધુ માટે ભલે વિચ્છેદ પામો પણ સમર્થને માટે કંઇ વિચ્છેદ પામતું નથી. વસ્ત્ર-પાત્રાદિ રાખવારૂપ પરિગ્રહાત્મક અનર્થથી બચવા તે દોષ નિવારવા જિનકલ્પ લેવાનું મનમાં વિચાર્યું. આગમશાસ્ત્રોમાં પણ મુનિઓને અચલકપરિષહના વિજેતા કહ્યા છે તેથી તેણે વસ્ત્ર-પાત્રનો ત્યાગ કરીને નગ્ન થઈને દિગમ્બર સાધુ પણ સ્વીકાર્યું. ત્યારે ગુરુએ તેને સમજાવ્યું કે, આગમમાં ત્રણ કારણસર વસ્ત્ર ધારણ કરવાનું કહ્યું છે. ૧. લજ્જા. નિમિત્તે, ૨. જુગુપ્સા નિમિત્તે, ૩. શીતોષ્ણ અને દેશમશકાદિ પરિષદો સહન કરવાના નિમિત્તે. આમ ત્રણ કારણસર વસ્ત્ર ધારણ કરવાનું કહ્યું છે. એકાંતે સદાકાળ વસ્ત્ર ન રાખતા અનૈકાન્તિક દૃષ્ટિથી ધારણ કરવું. જો કષાય હેતુ હોવાથી એકાંતે પરિગ્રહ માનીને જો વસ્ત્રનો ત્યાગ કરાય તો વસ્ત્ર કરતા પણ દેહ વધારે મમતાનું કારણ છે. દેહ-આહાર વગેરે પણ મમતાનું પ્રધાનતમ કારણ હોવાથી દીક્ષા લેતા જ દેહનો ત્યાગ કરવાનો પ્રસંગ આવશે. દેહનો તો જંગલી પશુ આદિથી રક્ષણ જ કરવાનું હોય છે. તેવી રીતે વસ્ત્ર-પાત્રાદિ તો સાધુને સંયમ પાળવામાં ઘણાં જ ઉપકારી પદાર્થો છે. શીતની પીડાથી સાધુઓની રક્ષા કરે છે. શીતાર્તથી થતાં આર્તધ્યાનને રોકનાર હોવાથી ઉપકારક છે. ઘણી ઠંડી પડે ત્યારે તાપણું કરવું પડે તેમાં અગ્નિકાય અને તૃણાદિના જીવોની હિંસા થાય. વસ્ત્રો રાખવાથી તે હિંસા ન કરવી પડે. આખી રાત્રી ઘણી ઠંડી પડે તો પણ વસ્ત્રથી શરીર આચ્છાદિત હોય તો નિર્વિઘ્ન સ્વાધ્યાય આદિકર્તવ્ય કરવા લાયક કાર્યો કરવામાં કોઇપણ જાતની બાધા ન આવે. મુહપત્તિ, રજોહરણ અને વસ્ત્ર આ ત્રણે પદાર્થો સંયમમાર્ગમાં ઘણા જ સહાયક દ્રવ્યો છે. પશ્ચાત્કર્મ આદિ દોષોના નિવારણ અર્થે તથા પાત્રમાં ભક્તપાન 'લાવી અન્ય સાધુઓને આપવાથી તેમની સેવા થાય છે. પાત્રો રાખવા તે તો દાનમય ધર્મનું એક પ્રધાનતમ સાધન છે. હે પરમાત્મા! તમારો કહેલો આવેષ તે તો તીર્થંકરના શિષ્ય તરીકેનું એક પ્રમાણ છે. આપણે આ કાળના જીવો તીર્થંકર પરમાત્મા જેવા ધૃતિ-બળ અને સંઘયણ બળવાળા નથી. હે શિવભૂતિ ! તમારું તે જિનેન્દ્રોની સાથે નિરૂપમ ધૃતિબળ, સંઘયણબળ, ચાર
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy