________________
(૩૬)
શ્રીહમિડલ વૃત્તિ ઉત્તરાદ્ધ, દર્શન પિતાને પવિત્ર કરનારું જલ વિનાનું સ્નાન જાણવું. તીર્થના તપનું ફલ પર લેકમાં કહેલું છે. પરંતુ માતારૂપ તીર્થ તે નિચે આ લેકમાં સિદ્ધ ફલ આપે છે. હર્ષના આંસુથી ભિંજાઈ ગએલા મુખવાળા અને નમાવેલા મસ્તકવાલા નમિ ભૂપતિએ ચારિત્રધારી પિતાની માતાને કહ્યું. “હે માતા આ૫નું કહેવું સત્ય છે. એમાં કાંઈ વિચાર કરવા જેવું નથી તેમાં પણ આ મુદ્રા મને “તું યુગબાહુને પુત્ર છે, એમ જણાવી આપે છે. મહારે નિર્વિકલ્પપણે મોટે ભાઈ પિતાની પેઠે માનવા રોગ્ય જ છે. ' તે પણ હે માતા! જેના બલવાનું ઠેકાણું નથી તેને કેમ છેડી દેવાય? સર્વથા ગુણ યા દેષને કરનાર લેકની અવશ્ય પરીક્ષા કરવી જોઈએ કારણ કે લેકમાં જેને સારો આચાર હોય તે જ વિશ્વાસનું પાત્ર છે. જે ન્હાના ભાઈ ઉપરના સ્નેહને લીધે મહેાટે ભાઈ તેના સન્મુખ આવે તે તેમને શોભાકારી એ વિનય કરું. ટેટા પુરૂષનું અખંડિત એવું વીરવ્રત તે એ જ છે કે તેમણે ધનને વિષે લેભ નહિ કરતાં માનને વિષે કરે તેમજ આયુષ્યને વિષે કરે. તેમજ આયુષ્યને વિષે તૃષ્ણા નહિ રાખતાં કીર્તિને વિષે રાખવી. જેમ મૂલ સૂકાઈ ગયે છતે હેટું વૃક્ષ પણ ફલદાયી હોતું નથી તેમ માન ગયે છતે યશસમૂહ ક્યારે પણ રહી શકતું નથી. પછી પિતાના સુભટેએ ઘાલેલો ઘેરે સુવ્રતા સાધ્વીની આજ્ઞાથી નમિ રાજાએ છોડાવી નાખ્યા. સુત્રતા માહાસતી પણ નમિ રાજાની રજા લઈ કિલ્લાના ગરનાલાને રસ્તે થઈ ચંદ્રયશાના રાજમહેલમાં ગઈ. ચિતાં આવેલાં તે પિતાની માતા રૂપ સાઠવીને જોઈ અને તેમને ઓળખી ચંદ્રયશા રાજાએ અભ્યસ્થાનાદિ પૂર્વક નમસ્કાર કર્યો. સુત્રતા પતે તેને ધર્મલાભ આપી ચંદ્રયશાએ આપેલા આસન ઉપર લોકના નમસ્કાર પૂર્વક બેઠાં. પ્રથમ મહાસતીએ, ચંદ્રયશા ભૂપતિને પિતાની વાત નિવેદન કરી અને પછી નમિ રાજા પિતાને (ચંદ્વયશાને) ભાઈ થાય છે. એમ જણાવ્યું. નમિ રાજા પિતાના ન્હાના ભાઈ થાય છે એ વાત સાંભળીને ચંદ્રયશા ભૂપતિ સ્વજને પુરૂષ સહિત હર્ષ, ઉત્સાહ અને લજજાનું પાત્ર બની ગયે. સર્વ પ્રાણુઓને સારાં પુત્ર સ્ત્રી મળવા સુલભ છે પરંતુ સગો ભાઈ મલ બહુ મુશ્કેલ છે. તે તે જે પૂર્વનું પુણ્ય હોય તે જ મલે. સેના સહિત ચંદ્રયશા ભૂપતિ નગરની બહાર નિકળી ન્હાના ભાઈને મળવા ચાલ્યા એટલે નમિરાજા પણ તે વાત જાણુને તુરત સામે ચાલ્યા, હર્ષ વ્યાસ ચંદ્રયશા ભૂપતિએ, બાહ્ય શરીરથી જાણે પિતાના ન્હાના ભાઈને મનની અંદર પેસારી દઈને એકજ થઈ જવાને ઈચ્છતો હાયની? એમ આલિંગન કર્યું. સમાન આકૃતિ, સમાન વર્ણ અને સમાન અંગપ્રમાણવાલા તે બન્ને ભાઈઓ, એક માતા પિતાપણાથી (સગા ભાઈઓ હવાથી) પરસ્પર બહુ પ્રીતિના સ્થાન થયા. પછી હર્ષ પામેલા ચંદ્રયશા રાજાએ તેજ વખતે વેગથી નમિ બંધુને મહેટા ઉત્સવપૂર્વક સુદર્શનપુરને રાજ્યાભિષેક કર્યો અને પોતે સંગને અભિલાષ ત્યજી દઈ તથા તે ન્હાના બંધને