________________
શ્રીહષિમાંડલવૃત્તિ-ઉત્તરાદ્ધ. શ્રેણીના સર્વ કુટુંબને પ્રતિબોધ કરી પિતાને ઉપાશ્રયે આવ્યા. પછી શ્રેષ્ઠી વસુભૂતિ પોતાના કુટુંબને કહેવા લાગ્યું કે “ જ્યારે તમે આર્ય મહાગિરિ મુનિને આપણા ઘરને વિષે ભિક્ષા માટે આવતા દેખો ત્યારે “આ અમારે પ્રાથક અન્ન છે” એમ કહી તેમને ભક્તપાન વહોરાવવું. કારણ તેમને આપેલું ભકતપાન મહાફલને અર્થે થાય છે.” વસુભૂતિનું આ વચન તેના કુટુંબે અંગીકાર કર્યું
બીજે દિવસે શ્રી આર્યમહાગિરિસૂરિ તે વસુભૂતિને ત્યાં ગોચરી માટે આ વ્યા એટલે શ્રેષ્ઠીના કુટુંબે તેમના માટે ભિક્ષા લાવી સૂરિને હોટે આદરસત્કાર કર્યો. શ્રી મહાગિરિએ શ્રતોપગથી તે અન્ન અશુદ્ધ જાણી લીધું નહિ અને ઉપશ્રયે જઈ સુહસ્તીને કહ્યું. “સૂરિ ! તમે કાલે મહારે વિનય કરીને મોટી અને પણ કરી. કારણ કે તમારા ઉપદેશથી શ્રેણીના કુટુંબે હારા માટેજ ભિક્ષા તૈયાર કરી.” પછી પસ્તા કરવા લાગેલા આર્યસહસ્તીસૂરિએ “હે ભગવન ! હવે હું એમ નહિ કરું.” એમ કહીને આર્યમહાગિરિની ક્ષમા માગી.
અન્યદા જીવસ્વામીની પ્રતિમાને વંદના કરવા માટે શ્રી આર્યમહાગિરિ અને સુહસ્તી બને સૂરિએ ઉજજણ નગરી પ્રત્યે આવ્યા. તે વખતે ત્યાં સંપ્રતિ રાજા રાજ્ય કરતા હતા. શ્રી સંઘે કરેલા રથયાત્રાના ઉત્સવમાં બન્ને મુનિઓ અને સર્વ સંઘની પાછળ ચાલતે શ્રી જીવવામીની પ્રતિમાને રથ અખ્ખલિત ગતિથી ચાલતે ચાલતે રાજદ્વાર આગળ આવી પહોંચ્યા. આ વખતે ગોખમાં બેઠેલ સંપ્રતિ રાજા, દૂરથી આર્ય સુહસ્તિસૂરિને જોઈ વિચાર કરવા લાગ્યું કે મેં આ સૂરિને ક્યાંઈ દીઠા હોય એમ લાગે છે, પરંતુ ક્યાં, તે માલમ પડતું નથી.” આ પ્રમાણે વિચાર કરતા રાજા મૂચ્છ પામી તુરત પૃથ્વી ઉપર પડી ગયો. “અરે આ શું થયું ?” એમ કહેતા એવા સેવક લેકે તેની પાસે દોડયા. વિંજણાઓના પવનથી અને ચંદનના લેપનથી મૂછીને ત્યજી દઈ સચેત થએલે તે રાજા તુરત જાતિસ્મરણ જ્ઞાન પામે. જાતિસ્મરણના જ્ઞાનથી તેણે શ્રી સુહસ્તી આચાર્યને પિતાના પૂર્વ ભવના ગુરૂ જાણ્યા તેથી તે પગે ચાલી તેમને વંદન કરવા ગયો. સંપ્રતિ રાજાએ પંચાગથી ભૂમિને સ્પર્શ કરી શ્રી આર્ય સુહસ્તિી ગુરૂને પ્રણામ કરીને પૂછયું કે “હે ભગવન્! શ્રી જિનધર્મનું શું ફળ છે?” ભગવાન સુડસ્તીરિએ કહ્યું “જિનધર્મનું ફળ મેક્ષ અથવા તે સ્વર્ગ છે.” રાજાએ ફરીથી પૂછયું
હે ગુર! સામાયિકનું શું ફળ છે?” ગુરૂએ કહ્યું “હે રાજન્ ! સ્પષ્ટ એવા સામાયિકનું ફળ રાજ્યાદિ છે. પછી વિશ્વાસ પામેલા રાજાએ એ એમજ છે. તેમાં મને કોઈપણ સંદેહ નથી” એમ કહી ફરી ગુરૂને કહ્યું. “હે ભગવન ! આપ મને શું નથી ઓળખતા ?” ગુરૂએ કહ્યું. “હે નૃપ ! તને કણ નહિ ઓળખે ?” રાજાએ કહ્યું. આપ તે ઉપલક્ષણ નહિ કરે, કાંઈ બીજું કહો?” સુહસ્તિસૂરિએ જીતના ઉપગથી તેને અવ્યક્તકારી ઠુમક જાણું વિસ્મય પામતા છતાં કહ્યું, “હે