________________
શ્રી આર્યમહાગિરિજી અને શ્રી આઈસુહસ્તિ' નામના દશપૂર્વધની કથા (૩૬૩) સંપ્રતિ રાજા ! મેં તેને સારી રીતે જાણે છે. તે હારા પિતાના પૂર્વભવ સંબંધી કથા સાંભળ:
પૂર્વે અમે શ્રી આર્યમહાગિરિ આચાર્યની સાથે વિહાર કરતા કરતા કેશાંબી નગરીને વિષે આવ્યા હતા. અમારા પરિવાર બહુ મહટે હતું તેથી સંકીર્ણ પણાને લીધે અમે જુદા જુદા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. તે વખતે ત્યાં બહુ દુકાળ હતા તે પણ ભક્તિવંત લેકે અમને ભક્તાદિક વિશેષે આપવા આગ્રહ કરતા.
એકદા કેઈ એક શ્રેણીના ઘરને વિષે સાધુઓ ભિક્ષા લેવા માટે જતા હતા એવામાં તેમની પાછળ એક રાંક પશી ગયે. રાંકના જોતાં છતાં સાધુઓએ શ્રેષ્ઠીના ઘેરથી માદક વિગેરેની ભિક્ષા વહેરી. ભિક્ષા લઈ ઉપાશ્રય પ્રત્યે જતા એવા સાધુએની પાછળ જતે એ પેલો રાંક “મને ભેજન આપો” એમ કહેવા લાગ્યા. સાધુઓએ કહ્યું. “હે રંક ! ગુરૂ જાણે. અમે પરાધીન છીએ, માટે તને કાંઈ આપી શકવા સમર્થ નથી.” પછી તે શંક, સાધુઓની પાછળ પાછળ ઉપાશ્રયે ગયે, અને ભજનની યાચના કરવા લાગ્યા. સાધુઓએ ગુરૂને કહ્યું. “હે ભગવન્! આ રાંકે માર્ગમાં અમારી પાસે ભેજન માગ્યું હતું પણ અમે તેને અસંયત માની આપ્યું નથી.” ગુરૂએ મૃત ઉપયોગ દઈને પછી કહીં.
હે સાધુઓ ! આ રાંક ભવાંતરે પ્રવચનનો આધાર થશે માટે તેને કહે કે જો તું દીક્ષા લે તે તને ભેજન મળે. સાધુઓના કહેવાથી રાંકે તે વાત કબુલ કરી એટલે તે જ વખતે ગુરૂએ તેને દીક્ષા આપી સરસ મેદકાદિકને આહાર આપે. રાંકે તે અધરા થઈ કંઠ પર્યત ભક્ષણ કર્યો. પછી તે દિવસની રાત્રીએ અત્યંત પીડા પામેલે અને ગુરૂની આજ્ઞાથી સાધુઓએ આરાધના કરાવેલો તે રાંક મુનિ મૃત્યુ પામીને હમણાં કુણાલ ભૂપતિના પુત્રરૂપે તું ઉત્પન્ન થયે છે.”
પિતાના પૂર્વભવને સાંભળી નિર્ણય પામેલા સંપ્રતિ રાજાએ ફરી ગુરૂને કહ્યું. હે ભગવન! તમારા પ્રસાદથી હું આવી રાજપદવી પામ્યો છું. હે ભગવન! જે તે ભવમાં આપે મને દીક્ષા ન આપી હોત તો હું આવી પદવી ન પામતા એટલુંજ નહિ પણ હું જિનધર્મ ન પામ્યો હોત તો મહારી શી ગતિ થાત ? માટે મને કાંઈ આજ્ઞા આપ; મહારા ઉપર પ્રસન્ન થાઓ. તમે હારા ઉપર પૂર્વ જન્મને વિષે ઉપકાર કર્યો છે માટે તમારે આદેશ સ્વીકારી ઋણમુક્ત થાઉં. પૂર્વ જન્મની માફક આ ભવમાં પણ તમે મહારા ગુરૂ છે માટે આજ્ઞા કરી વ્હારા ઉપર અનુગ્રહ કરે.” શ્રી સુહસ્તી સૂરિએ કહ્યું. “હે રાજન ! તું અખંડિત સુખ માટે જિનમનું આરાધન કર. કારણ ધર્મના આરાધનથી જ પરભવને વિષે સ્વર્ગ અને મોક્ષ સુખ મળે છે. વળી આ ભવમાં પણ હસ્તી, અશ્વ અને કેશ આદિ સંપત્તિ અધિક મલે છે.” પછી રાજાએ ગુરૂ પાસે સમ્યત્વમૂલ બાર વ્રત રૂ૫ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી સંપ્રતિ રાજા, તે દિવસથી આરંભી ત્રણે કાળ જિનેશ્વરનું પૂજન અને