SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાગિરિ' અને શ્રીઆર્ય સુહસ્તિ' નામના દેશપૂર્વધરાની કથા. (૩૬૧) तिहि जामेहि सिवाए, अवञ्चसहिआई विहिअउवसग्गो ॥ साहिअकज्जो निअगेहिं, पूइओतिसुकुमाल ॥ १७९ ॥ શ્રી આર્ય સુહસ્તિ ગુરૂએ માંડેલું નાલિની શુક્ષ્મ અધ્યયન સાંભલી અતિ સુકુમાલે ખત્રીશ સ્ત્રીઓને ત્યજી છ તુરત દીક્ષા લીધી. પછી રાત્રીના ત્રણ પ્રહરમાં પુત્ર સહિત શિવાએ બહુ ઉપસર્ગ કર્યાં તે પણ તેમણે પાતાનું કાર્ય સાધ્યું. છેવટ દેવતાએ પ્રશસા કરેલા તે અતિ સુકુમાલ નલિની ગુલ્મ વિમાનને વિષે ગયા. * ‘श्रीआर्यमहागिरि' अने 'श्री आर्यसुहस्ती' नामना दशपूर्वधरोनी कथा શ્રી સ્થુલભદ્ર સૂરિના શિષ્ય આય મહાગિરિ અને સુહસ્તી એ બન્ને મુનિએ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા; ઉત્પન્ન થએલા અતિ હાર્દ વૈરાગ્યવાલા શ્રી મહાગિરિ સૂરિએ વાચનાથી અનુક્રમે ખડું કાલે અનેક શિષ્યા કરી શ્રી સુહસ્તી સૂરિને ગચ્છના ભાર સોંપી પાતે ગચ્છની નિશ્રામાં રહી યુચ્છિન્ન થઇ ગએલા જિનકલ્પની તુલના કરવા લાગ્યા. અન્યદા શ્રી સુહસ્તીસૂરિ મેઘની પેઠે ધર્મદેશનાના વરસાદ વરસાવતા છતા પાડન્નીપુર નગરે આવ્યા. ત્યાં તેમણે વસુભૂતિ નામના શ્રેષ્ઠીને પ્રતિબેાધ પમાડી જીવાજીવાદિ તત્ત્વના જાણુ કરી શ્રાવક કર્યાં, પછી તે વસ્તુભૂતિ, ગુરૂએ કહેલી નીતિવડે પેાતાના કુટુંબને પ્રતિખાધ દેવા લાગ્યા. પરંતુ કુટુંબ પ્રતિધ પામ્યું નહીં. તે ઉપરથી વસુભૂતિએ ગુરૂને કહ્યુ, “ હે ભગવન્ ! મેં મહારા કુટુંબને પ્રતિધ ૫માડવા માટે બહુ ઉપાય કર્યા, પણ તેમાં હું પાર પડયા નહિ. કુટુંબ રવધમી વિના ધર્મકાર્ય કરવું દુષ્કર છે માટે આપ મહારા ઘરને વિષે પધારી મહારા ધર્મના નિર્વાહ કરવા માટે મહારા કુટુંબને પ્રતિધ પમાડા.” પછી સુર્હતીસૂરિ, તેના ઉપર અનુગ્રહની બુદ્ધિથી તેના ઘેર ગયા, ત્યાં તેમણે તેના કુટુંબ આગળ ધર્મ દેશનાના આરભ કર્યા. આ વખતે શ્રી આ મહાગિર ગોચરી માટે ક્રૂરતા કરતા ત્યાં આવી ચડયા. શ્રી સુહસ્તીસૂરિએ તત્કાલ તેમને પાંચ અભિગમ સાચવી ભક્તિથી વંદના કરી. શ્રી આર્ય મહાગિરિ ગયા પછી વત્તુભૂતિએ તેમને કહ્યું “ હે ભગવન્ ! તમારે પણ કોઈ ગુરૂ છે કે શું ? જે વિશ્વને વંદના કરવા ચેાગ્ય તમે તેમને વંદના કરી ?” સુહસ્તીસૂરિએ કહ્યું. “ ડે શ્રેણી ! એ મ્હારા ગુરૂ છે. તેએ તમે આપેલા પ્રાથુક ભક્તપાનાદિકને નિત્ય અંગીકાર કરે છે, જો તેવું ભક્તપાન ન મલે તા તેઓ ઉપવાસ કરે છે. માટે તેમનું નામ ઉચ્ચારવું તે શ્રેષ્ઠ છે તેમ તેમના ચરણની રજ પણ વંદન કરવા ચેાગ્ય છે.” શ્રી આર્ય સુહૅસ્તિસૂરિ આ પ્રમાણે પાતાના ગુરૂની પ્રશંસા કરી અને ૪
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy