SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦૪ ) શ્રી ઋષિસ ડલવૃત્તિ ઉત્તરાન સ્વમનું આવું ફૂલ સાંભળી હર્ષ પામેલા ભૂપતિએ સ્વપ્નપાઠકોને જીવિત પર્યંતનું અપરિમિત પ્રીતિાન આપી વિદ્યાય કર્યો. પછી ભૂપતિએ પૂર્ણ કરેલા ઉત્તમ દાહલાવાળી ધારિણી પાતે ચાગ્ય એવા આહારથી ગર્ભનું પોષણ કરવા લાગી. જેમ રાહણાચળની ભૂમિ બહુ તેજથી દેદીપ્યમાન એવા રત્નને પ્રગટ કરે તેમ રાણીએ અવસરે રાજલક્ષણના ચિહ્નવાળા એક પુત્રને જન્મ આપ્યા. ભૂપતિએ મ્હોટી સંપત્તિથી જન્મમહાત્સવ કરી પુત્રનું સુબાહુ નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલન કરાતા તે પુત્ર શુક્લ પક્ષના ચદ્રની પેઠે કલાએ વડે વૃદ્ધિ પામવા લાગ્યું. પછી રાજાએ પુત્રને કલાચાર્ય પાસે ભણવા મૂકયા. ત્યાં કલાચાયે તેને સર્વ કલા શીખવી તેટલામાં તે પુત્ર ચૈાવનાવસ્થા પામ્યા. પછી અક્રીનશત્રુ ભૂપાલે પાંચસે મહેલ ચણાવી મ્હાટા ઉત્સવથી પુત્રને પાંચસે રાજકન્યા પરણાવી. જેમ સ્વર્ગમાં ઈંદ્ર અનલ સુખ ભાગવે તેમ રાજપુત્ર સુબાહુ, તે પાંચસે કન્યા સાથે નિર ંતર બહુ સુખ ભાગવવા લાગ્યા. એકદા તે નગરના પુષ્પકર`ડક નામના ઉદ્યાનમાં ઇદ્રોએ સેવન કરેલા શ્રી વૃદ્ધ માન સ્વામી સમવસર્યા. વનપાળે તુરત પ્રભુના આગમનની વધામણી આપી. તેથી બહુ હર્ષ પામેલા ભૂપતિએ ત્યાંજ રહ્યા છતા પ્રભુને વંદના કરી. પછી હથી વનપાળને સાડાબાર લાખ દ્રવ્યની વધાઇ આપી. ભૂપતિ પ્રભુને વંદન કરવા માટે નગર મહાર ગયા. સુબાહુ કુમાર પણ પ્રભુના આગમનને સાંભળી તુરત રથમાં એસી બહુ ભક્તિથી જિનેશ્વરને નમન કરવા માટે ઉદ્યાનમાં આવ્યે. અદીનશત્રુ ભૂપતિ અને યુવરાજ બન્ને જણા વિધિથી જિનેશ્વરને પ્રણામ કરી ધર્મ સાંભળવા માટે ચાગ્ય આસને બેઠા. આ વખતે પ્રભુએ લેાકેાના ઉપકાર માટે પદામાં સાધુઆના તથા શ્રાવકાના ધર્મ નિરૂપણુ કર્યાં. સુખાયુવરાજ, બન્ને ધર્મ સાંભળી હાથ જોડી જિનેશ્વરની વિનંતિ કરવા લાગ્યા. “ હું વિભા! આપે નિરૂપણ કરેલા શાશ્વત સુખ આપનારા અને સંસારને પાર પમાડનારા સાધુ શ્રાવક ધર્મને હું મન, વચન અને કાયાથી સહુ છું. જે કે રૃપાદિ બહુ પુરૂષો ચારિત્ર ગ્રહણ કરે છે પરંતુ હું હમણાં ચારિત્ર લેવા શક્તિવંત નથી માટે આપ મને ગૃહવાસના ધર્મ ખતાવા.” પ્રભુએ “ ગૃહવાસના ધર્મ અંગીકાર કર.” એમ કહ્યુ એટલે સુખાહુ સમ્યક્ત્વ સહિત ગૃહવાસના ધર્મને અંગીકાર કરી પોતાના ઘર પ્રત્યે ગયા. પછી ગાતમસ્વામીએ વીરપ્રભુને નમસ્કાર કરી પૂછ્યું કે “ હું સ્વામિન્ ! આ સુબાહુકુમાર દેવતાની પેઠે દિવ્યરૂપ ધારણ કરનારા, સેભાગ્યાદિકના સમુદ્ર, સામ્ય, મનેાહર, અને પ્રિયદર્શન સર્વ લેાકને ઇષ્ટ તેમજ વિશેષે કરીને સાધુઓને ઇષ્ટ છે. તે હે પ્રભા ! એ કુમારનું કયા કર્મ થી લાકમાં ઇષ્ટપણું થયું ?” ગૈતમ સ્વામીનાં આવાં વચન સાંભળી શ્રી વીરપ્રભુએ કહ્યું. પૂર્વે આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરને વિષે સૂક્ષ્મ નામે કોઈ ધનવંત સુખી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy