________________
શ્રીસુબાહુકુમાર નામના મહર્ષિની થા. (૨૩) पिअदंसणो मुणीणवि, जो मुणिदाणप्यभावओ जाओ ॥ वीरसुसीसो पत्तो, मासं संलिहिअ सोहम्मे ॥ १३०॥ आरणए सव्व, तत्तो सिज्झिस्सइ विदेहेसु ॥
तमहं सुबाहुसाहुं, नमामि इक्कारसंगधरं ॥ १३१ ॥ જે મુનિઓને સુપાત્ર દાનના પ્રભાવથી પ્રિયદર્શન થઈ પડયા, જે મહાવીરના ઉત્તમ શિષ્ય થઈ એક માસની સંલેખના કરી સાધમ દેવલેક પ્રત્યે ગયા, ત્યાંથી આવી આ લેકમાં મનુષ્ય થઈ આરણ દેવલોક પ્રત્યે જશે, ત્યાંથી ફરી આવી મનુષ્ય થઈ સવર્થ સિદ્ધ વિમાને જશે, ત્યાંથી ચવી ફરી મનુષ્ય થઈ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. તે અગીયાર અંગના ધારક સુબાહ મુનિને હું નમસ્કાર કરું છું. ૧૩૦–૧૩૧ છે
'श्रीसुबाहुकुमार' नामना महर्षिनी कथा * આ ભરત ક્ષેત્રમાં હસ્તિશીર્ષ નામે ઉત્તમ નગર છે. તે નગરના ઈશાન કેણુમાં પુષ્પકરંડક નામે શ્રેષ્ઠ વન છે. તે વનમાં પ્રભાવવાલા કૃતમાલક નામના યક્ષનું મંદીર છે. યક્ષ ઈષ્ટ ફળ આ૫નાર હોવાથી બહુ માણસે તેની સેવા કરતા. હસ્તિ શીર્ષ નગરમાં પવિત્ર બુદ્ધિવાળો અદીનશત્રુ રાજા, જેમ પિતા પુત્રનું રક્ષણ કરે તેમ પ્રજાનું રક્ષણ કરતો હતો. તે ભૂપતિને ઉત્તમ રૂપ સંપત્તિવાળી એક હજાર રાણીઓ હતી. તેમાં પણ રૂ૫સંપત્તિએ કરીને શ્રેષ્ઠ તથા ગુણેને ધારણ કરનારી ધારિણી નામે મુખ્ય રાણી હતી.
એકદા રાત્રીએ સુખે સુતેલી ધારિણી રાણીએ સ્વમામાં સિંહ દીઠા પછી તુરત જાગી ગએલી તેણીએ તે વાત પોતાના પતિને કહી એટલે ભૂપતિએ કહ્યું. “હે પ્રિયે! તને સર્વગુણયુક્ત પુત્ર થશે, જા હમણાં રાત્રીને નિર્ગમન કર. રાણી પતિનું વચન માન્ય કરી પિતાને આસને ગઈ. સવારે ભૂપતિએ સ્નાન કરી, સર્વ આભૂષ
ને ધારણ કરી અને સભામાં સિંહાસન ઉપર બેસી હર્ષથી સ્વપ્રપાઠકને બેલાવ્યા. સ્વપ્રપાઠકે પણ સ્નાનાદિ નિત્ય ક્રિયા કરી કૌતુક મંગલ કરી રાજસભામાં આવ્યા, ત્યાં તેઓ આશિર્વચન આપી ભૂપતિની આજ્ઞાથી બેઠા.
પછી રાજાએ રાણીને પડદામાં બેસારી હર્ષથી હાથમાં ઉત્તમ ફળ ફુલ થઈ સ્વપ્રપાઠકેની આગળ સ્વમ કહ્યું. સ્વપ્રપાઠકેએ શાસ્ત્રને વિચાર કરી રાજાને કહ્યું “હે વિભે! શાસ્ત્રમાં સામાન્ય સ્વમ બેતાલીશ અને મહા સ્વપન ત્રીશ એમ સઘળાં મળી બોતેર સ્વમ કહ્યાં છે. તેમાં ગજેદ્રાદિ ચૂદ મહાસ્વમ તે તીર્થકર અથવા તે ચકવર્તીની માતાજ દેખે છે. મંડલિક રાજાની માતા તે બે અથવા એકજ સ્વમ દેખે. ધારિણીએ રાત્રીએ સ્વમમાં સિંહ દીઠા છે તેથી તેણીને તેના અનુ. ભાવથી રાજ્યના ભારને ધારણ કરનારે પુત્ર થશે, અથવા સંયમરૂપ સામ્રાજ્યપદને ધારણ કરનારે પવિત્ર શ્રમણ થશે.”