SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ nannnnnnnnnnnnnnnnnn શ્રી સુબાહુકુમાર નામના મહિષની કથા (૨૦૫) શ્રેઝી વસતો હતે. એકદા તે નગરના સહસાગ્ર વનમાં પાંચસે સાધુસહિત શ્રીધર્મઘોષ મુનીશ્વર સમવસર્યા. તે સાધુઓમાં એક સુદત્ત નામને શિષ્ય માસ માસના ઉપવાસ કરનારો જીવિત પર્યત ક્ષમાધારી અને સ્પષ્ટ સંચમધારી હતે. શાંત ચિત્તવાળો અને ઉત્તમ સવધારી તે શિષ્ય માસક્ષમણને પારણે પોતાના ગુરૂની રજા લઈ નગરમાં આવ્યો. ઉંચ નીચ ઘરો પ્રત્યે ગોચરી માટે ફરતા ફરતા તે મુનિ સૂક્રમ શ્રેણીના ઘરની નજીક આવી પહોંચ્યા. ત્રણ ગુપ્તિવાળા, પાંચ સમિતિવાળા અને બીજા અનેક ગુણોથી યુક્ત એવા તે મુનિને આવતા જોઈ હર્ષ પામેલે સૂમ શ્રેણી વિચારવા લાગ્યો. “હું એમ જાણું છું જે આજે હારા ઘરને વિષે ચિંતામણિ વિગેરે રત્ન પ્રાપ્ત થયાં કે જે આ મુનિ માસક્ષમણને પારણે મહારા ઘરે આવ્યા.” આમ વિચાર કરી સૂક્ષ્મ શ્રેષ્ઠીએ તેમના સામા સાત આઠ પગલાં જઈ પ્રદક્ષિણા કરી તે મહામુનિને વંદના કરી પછી આસન આપી અને હાથ જોડી શ્રેષ્ઠી કહેવા લાગ્યું કે “ આપ યોગ્ય એવો પ્રાસુક આહાર સ્વીકારી હારા ઉપર અનુગ્રહ કરે. હું આપના પ્રસાદથી શીધ્ર સંસાર રૂ૫ સમુદ્રને તરીશ. શું તુંબડા ઉપર મૂકેલ પથ્થર નથી કરતો?” પછી પ્રસન્ન ચિત્તવાલા સુદર મુનિએ દ્રવ્યાદિકના ઉપગથી તે વખતે પોતાનું પાત્ર ધર્યું એટલે હર્ષથી ઉલ્લાસ પામતા શરીરના માંચવાલા કમલ સમાન પ્રફુલ્લિત થએલા આનંદ યુક્ત નેત્રવાલા તે સૂક્ષમ શ્રેષ્ઠીએ પોતાના આત્માને સફલ તથા કૃતાર્થ થએલે જાણતાં છતાં મુનિને બુહ ભક્તિથી પ્રાસુક ભેજન વહરાવ્યું. ચિત્ત, વિત્ત અને સુપાત્રની અતિ દુર્લભ એવી સામગ્રીને પામી તે શ્રેષ્ઠીએ મુનિને આહાર વહેરાવતાં નીચે કહ્યા પ્રમાણે ફલ ઉપાર્જન કર્યું. પુણ્યાનુબંધી પુણ્યપણું, સુલભધિપણું, મનુષ્યનું આયુષ્ય અને ઉત્તમ ભેગાદિ બાંધીને છેવટ ભવસ્થિતિ પણ અલ્પ કરી. વલી તે વખતે પંચ દિવ્ય થયાં. તેમાં પ્રથમ દેવતાઓએ દુંદુભિને નાદ કર્યો, પછી વની, હિરણ્યની અને પુષ્પની વૃષ્ટિ કરી અને છેવટ “અહો દાન અહો દાન” એમ મહેટા શબ્દથી ઉદ્દઘોષણા કરી. આ વખતે ત્યાં સુખે એકઠા થઈ ગએલા રાજાદિ લોકેએ સૂમ મતિવાલા અને અતિ પુણ્યાત્મા એવા સૂક્ષમ શ્રેષ્ઠીનાં બહુ વખાણ કર્યા. ” પછી દીર્ઘકાલ પર્યત તે સૂમ શ્રેષ્ઠી ભેગ ભેગવી સમાધિથી મૃત્યુ પામી આ સૌભાગ્યના ભાગ્યવાળે સુબાહુકુમાર થયો છે. ” શ્રી મહાવીર પ્રભુનાં આવાં વચન સાંભલી ગતમે ફરીથી પૂછયું કે “ આ સુબાહુ ક્યારે સંયમ અંગીકાર કરશે ? ” ભગવાને કહ્યું કે હે ગણના અધિપતિ ! અવસરે તે દીક્ષા લેશે. ” પછી પ્રભુએ બીજે વિહાર કર્યો એટલે અખંડિત અષ્ટમી વિગેરેને વિષે પિષધ વ્રત કરતો એ તે સુબાહુ શ્રાવક ધર્મ પાલવા લાગે. એકદા તે સુબાહુ આઠમને દિવસે પિતાની પિષધશાળામાં જઈ વિધિથી સાફ કરી સાધુની પેઠે પ્રતિલેખન કરેલું દર્શાસન પાથરી અને તેના ઉપર બેસી અઠ્ઠમ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy