________________
(૨૦૨)
શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. અહીં શીતલાચાર્ય સવારે સ્વાધ્યાય કરી રહ્યા પછી પણ જ્યારે તે ચારે મુનિઓ આવ્યા નહીં ત્યારે પોતે નગર બહાર આવ્યા. ત્યાં દેવાલયમાં સુખે બેઠેલા ચારે મુનિઓને જોઈ ને મનમાં વિચાર કરવા લાગ્યા કે “અહે! એઓએ નગરમાં આવી પ્રથમ મને વંદના તે ન કરી પણ હમણાં મને અહીં આવેલે દેખતાં છતાં તે જડે નમસ્કાર નથી કરતા ? તેઓનું આવું વિનિતાણું કુલધર્મને વિષે અગ્ય છે. તેમની આવી વર્તણુંક કોને કેને દ્વેષકારી ન થાય ? આ પ્રમાણેના વિચારથી કાંઈક ઉત્પન્ન થએલા કષાયવાલા શીતલ ગુરૂએ તેઓને કહ્યું કે “ હું તમને વંદના કરૂં?” વિતરાગપણથી તેઓએ પણ કહ્યું કે “ પિતાના પાપસમૂહને છેદન કરવા માટે તમે કેમ અમને વંદના નથી કરતા ?” મુનિઓનાં આવાં વચનથી ઉત્પન્ન થએલા અધિક કષાયવાલા શીતલાચાયૅ દંડને સ્થાપી ઈર્યાવહી પ્રતિક્રમી મનવિના ચારે જણાને જુદી જુદી વંદના કરીને ફરીથી કહ્યું કે “હે વત્સ ! હમણું બીજું કાંઈ પણ કરવાનું હોય તે કહો? કેવલીઓએ કહ્યું. “હે. મુનીશ્વર ! તમે પ્રથમ દ્રવ્યવંદન કર્યું છે, માટે હવે સારી રીતે ભાવ વંદન કરે.” કેવલીઓનાં આવાં વચનથી ઉત્પન્ન થએલી શંકાવાલા શીતલાચાર્ય વિચાર કરવા લાગ્યા કે “હારા હૃદયમાં રહેલું દ્રવ્ય ભાવ સ્વરૂપ તેઓએ શી રીતે જાણ્યું ? હું પાસે આવ્યા છતાં તેઓએ વિનય ન કર્યો તેનું પણ કાંઈ કારણ હેવું જોઈએ કારણ કે ઉત્તમ પુરૂષને ધીઠપણું ક્યાંથી હોય? આવી રીતે મનમાં વિચાર કરીને શીતલાચાર્યે તેમને પૂછયું.
“તમને વંદન કર્યું તેમાં તમાએ દ્રવ્ય ભાવ સ્વરૂપ કહ્યું તે તમે અતિશયના ઉદયથી જાણ્યું કે બીજા કેઈ કારણથી જાણ્યું ?” કેવળીઓએ કહ્યું. “તે અમે અતિશયથી જાણ્યું છે.” શીતલાચાર્યે ફરીથી પૂછયું. “તમને તે અતિશય પ્રતિપાતિ ઉત્પન્ન થયો છે કે અપ્રતિપાતિ, તે મને ઝટ કહો?” મુનિઓએ કહ્યું. હે શીતલાચાર્ય ! તે અપ્રતિપાતિ અતિશય અમને ઉપજે છે. મુનિઓનાં આવાં વચન સાંભળી શીતલાચાર્ય વિચારવા લાગ્યા. “આહા ! આ તે કેવળજ્ઞાની મહા
ત્મા છે. ધિક્કાર છે મને જે મેં તેમની આવી આશાતના કરી.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરી ભાવવંદના કરતા એવા શીતલાચાર્યને વિશ્વને પ્રકાશ કરનારૂં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. પછી પાંચે કેવળીઓને દેવતાઓએ આશ્ચર્યકારી મહેઠે કેવલમહોત્સવ કર્યો. - જેમને વંદન કરવાના ધ્યાનથી સંગરહિત એવા ભાણેજ રૂપ મુનિઓને કેવજ્ઞાન ઉત્પન્ન થયું વળી જે મહામુનિને પણ તે કેવળીઓને ભાવવંદન કરતાં નિમળ કેવળજ્ઞાન પ્રગટ્યું તે ત્રણ લેકે નમન કરેલા શીતલાચાર્ય સૂરીશ્વરને હું હર્ષથી નમસ્કાર કરૂં છું. - શ્રી શીતવા નામના યુરિનો જયા સંપૂર્ણ