SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી રાહિણીના સબંધ ( ૧૮૫ ) જેમ પદ્મપત્રની સાથે ભાગ ભાગવે તેમ અર્કકીર્તિ આઠે સ્ત્રીઓની સાથે ભાગના અનુભવ કરતા છતા ત્યાં દીર્ઘકાલ પર્યંત રહ્યો. એકદા અકકીતિ કુમાર, શ્રીજિનેશ્વરને વંદના કરવા માટે પુંડરીકગિરિ પ્રત્યે ગયા. ત્યાં જિનેશ્વરની પૂજનાદિ કરી થાકી ગએલે તે કુમાર રાત્રીએ સૂતા હતા એવામાં તેના રૂપથી મેાડુ પામેલી ચિત્રલેખા નામની વિદ્યાધરી તેનું હરણ કરીને વૈતાઢય પર્વત ઉપર જવા લાગી. વિધાધરી વૈતાઢયની નજીક આવી એટલામાં કુમાર જાગી ગયા. જાગી ગએલા અને ક્રોધ પામેલા કુમારને જોઇ વિદ્યાધરી તેને વૈતાઢય પર્વતના શિખર ઉપર મૂકી શાશ્વતા ચૈત્યને વિષે જતી રહી. જેમ સૂર્યના દર્શનથી કમળના પત્રા ઉઘડી જાય એમ તે કુમારના દર્શનથી સિદ્ધાલયનાં તુરત વજ્રમય દ્વાર ઉઘડી ગયાં. સિદ્ધાલયમાં રહેલા સિદ્ધાકે બહુ હર્ષ પામતા છતાં તેમજ પેાતાના જન્મને ધન્ય માનતા છતાં બહુ ભક્તિથી તેને નમસ્કાર કર્યો. આ વખતે કોઈ એક પુરૂષ ત્યાં આવી હાથ જોડી કુમારને નમન કરી કહેવા લાગ્યા. ,, હે કુમારેંદ્ર ! લક્ષ્મીના સ્થાનરૂપ આ વૈતાઢય નામના પર્વત છે. અહિં સ નગરામાં શ્રેષ્ઠ એવું અભયપુર નામે નગર છે. તે નગરમાં પવનવેગ નામના બલવંત રાજા રાજ્ય કરે છે. તેને અતિપ્રિય એવી ચિત્તવેગા નામે સ્ત્રી છે. તેમને ગતશાકા નામની એક બહુ રૂપવાલી સતી પુત્રી છે. એકદા તે રાજાએ “ આ મ્હારી પુત્રીના કાણુ પતિ થશે ” એમ કેાઈ ત્રિકાલજ્ઞાનીને પૂછ્યું. એટલે તેમણે કહ્યું કે હે પ્રભા ! રૂપથી મેાહ પામેલી વિદ્યાધરીએ દૂરથી આણેલેા ચક્રવિત પુરૂષ હારી પુત્રીના પતિ થશે. ” રાજાએ “ હું દેવજ્ઞ ? મ્હારે તેને શી રીતે જાણવા. ” એમ પૂછ્યું એટલે તે ત્રિકાળજ્ઞાનીએ ક્રી રાજાને કહ્યુ. જેના દર્શનથી આ સિદ્ધાલયાના વજ્રમય કમાડનું ઉઘડવું થાય તે પુણ્યવત પુરૂષને ત્યારે ચક્રવતિ જાણવા. પવનવેગ ભૂપતિએ મને અહિં તે જોવા માટેજ રાખ્યા છે. આજે મેં મ્હારા ભાગ્યયેાગથી તમને દીઠા માટે હું કુમારેંદ્ર ! તમે ત્યાં ચાલે. અને જગતમાં ઉત્તમ એવી તે રાજપુત્રી તમારી પ્રિયા થાઓ. ” અકીર્તિ કુમાર, તે પુરૂષના આવાં પ્રિય વચન સાંભલી હર્ષ થી તેની સાથે ચાલ્યા. કુમારનું આગમન સાંભળી વિદ્યાધર રાજા પવનવેગ તેના સામે ગયા. અનુક્રમે મ્હોટા મહાત્સવથી નગરમાં પ્રવેશ કરાવી વિદ્યાધરાધિપતિએ પોતાની પુત્રી વીતશેાકાને મહેાત્સવ પૂર્વક તે કુમારની સાથે પરણાવી. આ વખતે કુમારના ગુણૈાથી હર્ષ પામેલા બીજા વિદ્યાધરાએ પોત પોતાની ત્રણસે ત્રણસે પુત્રીએ તે કુમારને આપી. વિદ્યાધરાથી પ્રાપ્ત થએલી વિદ્યાવાળા અને ઉત્તમ ભાગાને ભાગવતા તે અર્કીતિ કુમાર ત્યાં પાંચ વર્ષ રહી અને પછી વિદ્યાધરાધિપતિની રજા લઈ પોતાના દેશ તરફ જવાને તૈયાર થયા. પ્રિયાના મુખરૂપી કમલેાથી આકાશને તલાવમય અનાવી દેતા તે કુમાર રથ, હસ્તિ, મિમાન અને અન્ય ઉપર બેઠેલા વિદ્યાધરાથી વિટાયલા છતા ચાલવા લાગ્યા. રસ્તે તેણે અંજનગિરિથી ૨૪
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy