SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગાષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ. ધર્મને વિષેજ એક નવા અને પવિત્ર અંત:કરણવા તે ભૂપતિ મૃત્યુ પામીને વર્ગસંપત્તિ પામે. પૂર્વ વિદેહક્ષેત્રને વિષે પુષ્કલાવતી વિજ્યમાં પુંડરીકિણી નામે પ્રસિદ્ધ નગરી છે. તેમાં વિમલકીર્તિ નામને રાજા, ઉત્તમ નીતિથી રાજ્ય કરતા હતા. તેને કમલલક્ષમી સરખી મનહર પાશ્રી નામે સ્ત્રી હતી. પેલા સુગંધ નૃપતિને જીવ સ્વર્ગથી ચવી ચૌદ સ્વમ સૂચિત તે પદ્મશ્રીના ઉદરને વિષે અવતર્યો. પદ્મશ્રીએ સારા અવસરે અદભૂત એવા પુત્રને જન્મ આપે. ભૂપતિએ તેનું મહત્સવ પૂર્વક અર્ક કીર્તિ એવું નામ પાડયું. લીલામાત્રમાં કલાચાર્ય પાસે સર્વ કલાઓનો અભ્યાસ કરતો તે અકકીર્તિ, અનુક્રમે સ્ત્રીઓને વશ કરવામાં સમર્થ એવી વનાવસ્થા પાપે. તેને સાથે અભ્યાસ કરનારે. સાથે ક્રીડા કરનારે અને સાથે ફરનારે મેઘસેન નામે મિત્ર હતે. - હવે ઉત્તર મથુરા નગરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની લક્ષ્મીવતી સ્ત્રીને મંદિર નામે એક પુત્ર હતું. દક્ષિણ મથુરામાં નંદિમિત્ર નામના ધનવંત શ્રેષ્ઠીને સુભદ્રા નામે સ્ત્રી હતી. તેઓને બે પુત્રી હતી. એક કમલશ્રી અને બીજી ગુણમાલા નંદિમિત્ર શિષ્ઠીએ પિતાની બન્ને પુત્રીઓ મંદિરને પરણાવી હતી. તે બન્ને સ્ત્રીઓના રૂપથી મેહ પામેલા અર્ક કીર્તિ કુમારે, મેઘસેના મિત્રની સહાયથી તે બન્ને સ્ત્રીનું હરણ કર્યું. આ વાતની નંદિમિત્રે તથા મંદિર, વિમલકિતિ રાજાની આગલ ફરીયાદ કરી, તેથી તે ભૂપતિએ પુત્ર પાસેથી બન્ને કન્યાઓને છોડાવી તે બન્ને શ્રેષ્ઠીઓને હર્ષ પમાડ્યા. ન્યાયવંત એવા વિમલકીર્તિ ભૂપતિએ પોતાના પુત્રને પ્રજાને પીડાકારી તથા અન્યાયી જાણી તેના મિત્ર મેઘસેન સહિત પિતાના નગરમાંથી કાઢી મૂક. સૂર્ય સમાન કાંતિવાલે અકીર્તિકુમાર પણ મિત્રસહિત ત્યાંથી નિકળીને સર્વ સ્ત્રીઓને મેહ પમાડતે છતે વીતશેકા નામની નગરી પ્રત્યે આ. ત્યાં તેણે ભૂપતિના મનહર ઉદ્યાનને જોઈ કે માણસને પૂછયું કે–“ આ ઉદ્યાન કોનું છે?” તેણે કહ્યું. “આ નગરમાં તેજના પાત્ર રૂ૫ વિમલવાહન નામે રાજા રાજ્ય કરે છે. તેને શીલવ્રતથી ઉત્તમ કાંતિના સ્થાનરૂપ સુપ્રભા નામે સ્ત્રી છે. તેઓને જયવતી વિગેરે આઠ પુત્રીઓ છે. છે એ સર્વ પુત્રીઓને પતિ ચક્રવતી થવાનું છે.એમ જોશીએ કહેલું હોવાથી વિમલવાહન ભૂપતિએ ચકવતિના જાણુ માટે વિધિપૂર્વક રાધાવેધ રચે છે. તેણે અનુચરે એકલી ચારે દિશાઓમાંથી બહુ રાજાઓને તેડાવ્યા હતા. પરંતુ કે રાધાવેધ સાધી શકે નહીં. હે કુમારે! જાણું છું કે નિચે તમે રાધાવેધ સાધશે.” તે માણસનાં આવાં વચન સાંભલી હર્ષિત થએ અકીર્તિકુમાર તે પુરૂષને ઉત્તમ ભેટથી સંતોષ પમાડી રાધાવેધને સ્થાનકે ગયા. ત્યાં દેદીપ્ય કાંતિવાળા તેણે બીજા અનેક ભૂપતિઓને ગ્લાનિ પમાડતાં છતાં અને ચિત્તમાં આશ્ચર્ય ઉત્પન્ન કરતાં છતાં શીધ્ર રાધાવેધ સાધ્યા. પછી જેમ પૂર્વદિશા વિગેરે આઠે દિશાએને સૂર્ય વરે, તેમ સાત બહેને સહિત જયવતી કન્યાને અર્ક કાતિ પર જમર
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy