SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી અહિણી ના સંબંધ, (૮૩) ઘેરાયલે તે મેં પૂર્વભવે કોઈને દગ્ધ કર્યા હશે” એમ ખેદ કરતાં છતાં પંચ નવકારનું સ્મરણ કરતાં તુરત ભસ્મરૂપ થઈ ગયે. શ્રી પદ્મપ્રભુ ભગવાન સિંહસેન રાજાને કહે છે કે હે રાજન ! નવકાર મંત્રના પુણ્યથી તે ગેવાલના પુત્ર વૃષભસેનને જીવ આ હારા પુત્રપણે ઉત્પન્ન થયે છે. પિતાનું પાપકર્મ કાંઈક બાકી રહી જવાને લીધે તે મહા દુર્ગધી દેહવાલે થયે છે.” જિનેશ્વરનાં આવાં વચન સાંભલી ઉત્પન્ન થએલા જાતિસ્મરણ જ્ઞાનવાલા અને કંપતા દેહવાલા સિંહસેનપુત્રે હાથ જોડીને પ્રભુને કહ્યું. “હે નાથ આ દુસ્તર એવા સંસારસમુદ્રથી હારે ઉદ્ધાર કરે, ઉદ્ધાર કરે, અને હું તે પાપથી તે શી રીતે મૂકાઈશ તે નિવેદન કરે. નિવેદન કરે. ” (અમૃતાસવ મુનિરાજ દુધાને કહે છે કે, દીન મુખવાલા રાજપુત્રે આમ કહો છતે દયાવંત એવા શ્રી જિનેશ્વરે, હારા કહેવા પ્રમાણે તેને રેહિણીવ્રત કહ્યું. પછી સિંહસેન રાજા પુત્રાદિપરિવારસહિત નગર પ્રત્યે ગયે. ત્યાં રાજપુત્રે વિધિ પ્રમાણે રોહિણી વ્રત કર્યું. રોહિણી વ્રત રૂપ વેલથી ઉત્પન્ન થએલા અને મુક્તિ રૂપ ફલને ઉત્પન્ન કરનારા પુણ્યરૂપી પુષ્પથી સિંહસેન નૃપ પુત્ર દુર્ગધવાળ મટી ઉત્તમ ગંધવાલો થયો. પછી રાજાએ નગરમાં હેટે મહોત્સવ કરી પિતાના પુત્રનું સર્વ સ્થાનકે પ્રસિદ્ધ એવું “ સુગંધ ” નામ પાડયું. માટે હે ભદ્રે ! રહિણી વ્રત ફરતાં તને પણ તે દુર્ગધની પેઠે બહુ સુખ થશે. ” અમતાસવ મુનિરાજનાં આવાં વચન સાંભલી દુર્ગધા બહુ હર્ષ પામતી છતી તે ઉપશમધારી મુનિરાજને નમસ્કાર કરી લેકે સહિત નગરીમાં ગઈ. ત્યાં તેણીએ વિધિ પ્રમાણે રેહિણીનું વ્રત કર્યું તેથી તે દુષ્ટ કર્મના હેતુથી મૂકાઈને ઉત્તમ સુગંધવાળી થઈ એટલું જ નહિ પણ માણસને વિસ્મયકારી રૂપને ધારણ કરતી તે રેહિણી તપ કરતી છતી અનુક્રમે સુખના ધામ રૂપ સ્વર્ગમાં ગઈ. ત્યાં દીર્ધકાલ અસંખ્ય ભેગો ભેગવી સ્વર્ગથી ચવેલી તે ચંપાપુરીના રાજા મધવની સ્ત્રી લકમી દેવીથી રહિણી નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ. (રૂપકુંભ મુનિરાજ અશચંદ્ર ભૂપતિને કહે છે કે,) હે રાજન તે આ હિણી હારી સ્ત્રી થઈ છે. તેણીએ વિધિથી રોહિણી વ્રત કર્યું છે તેથી તે શોકરહિત રહે છે. હવે છઠા જિનેશ્વર શ્રી પદ્મપ્રભુના કહેવાથી જેણે રોહિણી વ્રત કર્યું છે, તે પેલા સુગંધનું વ્રત્તાંત સાંભલ. સિંહપુરમાં સિંહસેન ભૂપતિએ પોતાના પુત્ર સુગંધને રાજ્યસને બેસારી પિતે દીક્ષા લઈ પરમાર્થનું સાધન કર્યું. પિતાના શરીરને દુર્ગધ નાશ થવાથી જૈનશાસનને અદભૂત અતિશય જોઈ સુગંધ જિનધર્મને વિષે નિરંતર અધિક અધિક શ્રદ્ધા ધારણ કરવા લાગ્યું. સમર્થ એવા તે ભૂપતિએ બાહા તથા અંતરંગના શત્રુએને છતી દીર્ઘકાલ પર્યત પિતાના મહેતા ધર્મરાજ્યનું પાલન કર્યું. શુદ્ધ શ્રાવક
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy