________________
(૧૧ર) પ્રષિમંડલ વૃત્તિ-ઉત્તરા
दछुण समणमणहं, सरित्तु जाईओ भवविरत्तमणो ॥
अणुचरिअं मिअचरिश्र, मुक्खं पत्तो मिआपुत्तो ॥ ९२ ॥ શ્રમણ મહાત્માને જઈ પૂર્વભવની સ્મૃતિ પામેલો અને સંસારથી વિરક્ત થએલા મનવા તેમજ મૃગચર્યા આચરીને મૃગાપુત્ર મોક્ષ પામે. . ૯૨ છે
* श्रीमृगापुत्रनी कथा *
આ ભરત ક્ષેત્રમાં લક્ષ્મીથી સ્વર્ગપુરી સમાન સુગ્રીવ નામના નગરને વિષે બલભદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મૃગાવતી નામે પ્રિય પત્ની હતી. તેને એને બલશ્રી નામે પુત્ર હતે. માતા પિતાને અત્યંત પ્રિય અને શત્રુઓને વિચ્છેદ કરનારે પુત્ર લેકમાં મૃગાપુત્ર એવા નામથી પ્રસિદ્ધ થઈ યુવરાજ પદ ભગવતે હતા. સ્વર્ગભુવન સમાન પિતાના વાસભુવનને વિષે પિતાની સ્ત્રીઓની સાથે દેગુંદક દેવની પેઠે તે ક્રીડા કરતે હતે.
એકદા ગોખમાં બેસી અનેક પ્રકારની પુરસંપત્તિને જોતા એવા તે રાજપુત્રે તપથી કૃતાર્થ એવા કોઈ તેંદ્રિય મુનિને દીઠે. મૃગાપુત્ર તે મુનિને જોઈ મનમાં વિચાર કરવા લાગ્યું. “હું જાણું છું કે પૂર્વે મેં આવું રૂપ કયાંઈ પણ દીઠું છે.” સાધુના દર્શનયેગથી આ પ્રમાણે વિચાર કરતા એવા તેને મૂછ પ્રાપ્ત થઈ અને મૂચ્છમાંજ તત્કાલ તેને ઉત્કૃષ્ટ એવું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે વિચારવા લાગે. “મેં આવું સાધુપણું પાડ્યું છે. ત્યાંથી દેવતા થઈ વિવિધ પ્રકારના ભેગા પણ ભગવ્યા છે. જેમાં નહિ રંજન થતા પાંચ મહાવ્રતમાં રંગાએ કુમાર પિતાના માતા પિતાને કહેવા લાગ્યા કે –
હે માત પિતા! મેં નરકને વિષે મનુષ્ય અને તિર્યંચ ભવને વિષે અસંખ્ય મહા દુઃખ સહન કર્યા છે. હવે હું આ અનંત દુઃખના મૂલરૂપ સંસારથી નિવૃત્તિ પામ્યો છું. જેથી મને આજ્ઞા આપે કે હું સંયમ અંગીકાર કરું. હે માતપિતા ! મેં આરંભે અતિ મધુર પણ અંતે મહા દુઃખદાયી કડવા વિષ ફલ સમાન બહુ ભેગે ભેગવ્યા છે. વળી અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું આ હારૂં અપવિત્ર અનિત્ય શરીર જીવનું અશાશ્વતું સ્થાન અને દુઃખ તથા કલેશનું એક પાત્ર છે. હે માતાપિતા ! જલના પરપોટા સરખા આ વિનશ્વર અંગને વિષે હું કયારે પણ રતિ પામતો નથી. શરીરસંબંધી અને મનસંબંધી પીડાના ઘરરૂપ તથા જાગ્રતાવસ્થા, જરાવસ્થા અને જન્માવસ્થાના દુઃખ રૂ૫ અસાર મનુષ્યપણુમાં કોઈ પુરૂષ બહુ રતિ પામતો નથી. પ્રાણીઓને ચતુર્ગતિ રૂપ સંસાર કલેશના સ્થાનરૂપ છે કે જે સંસારમાં નિરંતર અનંત દુ:ખે કરીને બહુ જ કલેશ પામે છે માટે હું એમજ માનું છું કે દેહ અને ધનાદિક ઉપરથી મેહ ત્યજી દે. કારણ ધર્મહિન પુરૂષને સંસાર સર્વ પ્રકારના દુઃખના થાનરૂપ છે.