________________
શ્રીચીલાતી પુત્રની કથા,
( ૧૧૧ ) તે ધન શ્રેષ્ઠી વિગેરે સર્વેને ફ્રી અહુ ભાગ પ્રાપ્ત થયા અને કુલ વૃદ્ધિ થઈ એટલુંજ નહિ અમિત એવી સંપદાને પણ લાભ થયા. જે સાધુએ ધન શ્રેષ્ઠીની પેઠે નિર ંતર અનાસક્તપણે શુદ્ધ આહાર કરે છે તે કર્મક્ષય કરી પૂર્ણ એવા મેાક્ષસુખને પામે છે.
''
k
,,
હવે અહિ' નાસી જતા એવા ચિલાતીપુત્રને કાંઇ વૈરાગ્ય પ્રાપ્ત થયા એટલામાં તેણે કાયાત્સર્ગે ઉભા રહેલા મુનિને જોઇને કહ્યું. “ હે મુનિ ! તમે હમણાં મને સંક્ષેપમાં ધર્મ સંભળાવા. જો નહિ સંભળાવા તા આ ખડ્ગવડે તમારૂં મસ્તક હું' કાપી નાખીશ. ” કાયાત્સર્ગ પારીને તે ચારણુ શ્રમણુ મુનિએ કહ્યું. “ હે મહાભાગ! સક્ષેપથી ધર્મ સાંભલ. ” પછી ૩થત્તમ, વિવેગ, સંવર્” એટલે સક્ષેપથી ધર્મ કહીને “ નમા આરહંતાણુ ” એટલેા નમસ્કાર મંત્ર ભણી આકાશ માર્ગે ચાલ્યા ગયા. મુનિનાં એવાં વચન સાંભળી ચારપતિ ચિલાતીપુત્ર વિચારવા લાગ્યા.“પુણ્યશાલિ પુરૂષોએ ઉપશમ ધારણ કરવા જોઇએ. તે હમણાં મ્હારે ક્યાંથી હોય ? માટે હું પ્રથમ ક્રોધના ચિન્હ રૂપ ખડગને ત્યજી દઈ ઉપશમ ધારણ કરૂં. ” એમ વિચાર કરી તેણે તત્કાળ પોતાના હાથમાંથી ખડગ ત્યજી દીધું. “ વલી ધમ વિવેકથીજ પ્રાપ્ત થાય છે તે હમણાં મ્હારે કયાંથી હોય ? કારણ દૂષ્ટપણાને સૂચવનારૂં સ્ત્રીનુ મસ્તક મ્હારા હાથમાં રહ્યું છે. માટે તે મસ્તક ત્યજી દઈ ધર્મના મૂલરૂપ વિવેકને આદર્. ” એમ ધારી તે વિવેકવત ચિલાતિપુત્રે સ્રીના મસ્તકને દૂર ફેંકી દીધું. “ વળી ચિત્ત અને ઇંદ્રિયના નિરાધથી નિશ્ચે સંવર પ્રાપ્ત થાય છે. પરંતુ ઉ ખલ ઈંદ્રિય અને ચિત્તવાળા મને તે સંવર કયાંથી હાય ? હું જ્યારે આ મુનિની પેઠે સ્થિર ઉભા રહીશ ત્યારેજ મને સવ પાપને ક્ષય કરનારા સંવર પ્રાપ્ત થશે. પ્રમાણે વિચાર કરીને ચારરાજ એવા તે ચિલાતીપુત્ર મુનિના સ્થાનકે ઉભા રહી પેાતાના પાપના ક્ષય કરવા માટે એવા ઘાર અભિગ્રહ લીધા કે “ જ્યાં સુધી મને આ સ્રીહત્યાનું પાપ સાંભરશે ત્યાં સુધી મ્હારે સર્વ પ્રકારે કાયાનું વાસિરાવવું હા.”
,, આ
જ્યારે ચિલાતીપુત્ર મુનિની પેઠે કાયાત્સગે ઉભેા રહ્યો ત્યારે રૂધિરના ગધેથી પૃથ્વીમાંથી નિકળેલી અસંખ્ય વાતુડ કીડીએ તેના અંગનું ભક્ષણ કરવા લાગી. પરંતુ તે ચાર પાતાના કરેલા પાપનું સ્મરણ કરતા ધ્યાનથી જરાપણ ચલાયમાન થયા નહીં. પગથી આરભીને સર્વ અંગનું ભક્ષણ કરતી એવી કીડીએ પણ નિશ્ચલ આત્માવાલા તે ચારરાજના મસ્તકને વિષે આવી પહાંચી. ચારે તરફ્ પ્રસરી રહેલી કીડીઓએ અઢી દિવસમાં તેનું સર્વ અંગ ચાલણીસરખુ કરી દીધું તાપણુ તે તીવ્ર વેદનાને સહન કરતા એવા તે ચારરાજનું મન શુભ ધ્યાનને વિષે અધિક અધિક લાગ્યું. પછી આયુષ્ય પૂર્ણ થયે તે મહાત્મા મૃત્યુ પામીને આઠમા દેવલાકમાં દેવતા થયા. પાપ કરનારા છતાં પણ ઉપશમ ધારણ કરનારાઓમાં અગ્રેસર, સાધુઓના રાજા, પવિત્ર બુદ્ધિવાળા અને કૃતાર્થ એવા તે ચિલાતીપુત્ર પેાતાના ધીરપણાથી કીડીઓએ કરેલી અતિ ઉગ્ર વેદનાને સહન કરી અઢી દિવસમાં આઠમા દેવ લેાક પ્રત્યે ગયા. श्रीचिलाती पुत्रनी कथा संपूर्ण