SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ નિત્યનિયમાદિ પાઠ એમાં આત્મા માની લીધો એ જ અજ્ઞાન. “આ ભાઈ છે, આ બાઈ છે,” એ અજ્ઞાન. એ બધું મૂકવાનું છે. તારા ભાર નથી કે તું જાણે, એ તો જ્ઞાની જ જાણે. માત્ર ત્યાગ, ત્યાગ અને ત્યાગ જ. દેહ પડે તો ભલે પડે. આ (અજ્ઞાન) મૂકવાથી અજર અમર થશો. સત્ અને શીલ મુખ્ય છે. સત્ એટલે આત્મા, આત્માની વાત, વિચાર, ચિંતન, ભાવના. અને શીલ એટલે બ્રહ્મચર્ય. આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બઘું, કેવળ શોકસ્વરૂપ. ૨ આની મોકાણ, હોળી પહેલી કરવી છે! એક વિષયને જીતતાં, જીયો સી સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩ એક વિષયને જીતતાં બઘો સંસાર જીત્યો. મરણિયા થઈ જવાનું છે. એક મરણિયો સોને ભારે. એ વિષયને જ જીતવો. બીજું કામ નથી. અત્યારે કહે છે કે મેં ખાધું, મેં પીધું; એ આત્માને સુખ નથી. એ પુદ્ગલ છે, એને મારાં માન્યાં એ જ જન્મમરણ છે. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે યમ અજ્ઞાન. ૪ મદિરાપાનથી જેમ છાક ને ઝેર ચઢે, બીજું ગાંડું બોલાય અને તેથી જ્ઞાન અને ધ્યાન વસ્તુ છે તેની ખબર પડે નહીં.
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy