SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ૧૨ બ્રહ્મચર્ય વિષે સુભાષિત સર્વથી શ્રેષ્ઠ મનુષ્યભવ પામીને બઘાએ અવશ્ય મૂળ પગ ભરવો. પરસ્ત્રીનો ત્યાગ કરવો. તેમાં વળી ચોથું મહાવ્રત મોટું કીધું, તે માટે તૈયાર થઈ જવું. આ જગતને વિષે બીજા વિષયભોગ, હસવા બોલવાના કરે તે દુખદાયી અને ઝેર છે. ભાઈ હોય તો તેણે સ્ત્રી તરફ નજર રાખવી ન જોઈએ. આ જીવને જે મૂકવાનું છે તે જુદું છે. અત્યારે દેખાય કે આ ભોગવે છે પણ નથી ભોગવતા. અને નથી ભોગવતા તો પણ ભોગવે છે. માટે વિષયનો ત્યાગ કરવો. વીતરાગે–પરમકૃપાળુ દેવે અનંતી દયા લાવીને બતાવ્યું છે કે આટલું તો સમજજો – (દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ નારી કાષ્ઠની પૂતળી સમાન ગણવી. બઘાં પૂતળાં જ છે. આત્મા જુદો છે. આ જીવ કંઈને કંઈ સમજી બેઠો છે, તેમ ન કરતાં બરાબર વિચારવું. આ દેહમાં પરુ, પાચ, લોહી, હાડકાં, વિષ્ટા વગેરે છે. - + પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના તા. ૨૫-૧-૧૯૭૬ ના પ્રવચનની એક મુમુક્ષુભાઈએ યથાસ્મૃતિ રાખેલી નોંઘમાંથી આ લીઘેલ છે.
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy