SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચર્ય વિષે સુભાષિત ૧૧૯ જ્ઞાન એ આત્મા છે, ધ્યાન એ આત્મા છે. વિષયથી જ્ઞાન અને ધ્યાનનો નાશ થાય છે. શાને મંડ્યો રહ્યો છું ? જ્ઞાન અને ધ્યાન કોઈ ગુરુગમથી, ભેદી માણસ પાસેથી સમજી લે અને ચેત. જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ ખેતરમાં વાડથી ઢોર, જાનવર, માણસ સચવાય છે; તેમ આ નવ વાડ કરી છે. એક વાડથી ખેતરનું રક્ષણ થાય છે, તેમ આ બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષનું નવ મહાવાડથી રક્ષણ થાય છે. બધી વાડ સાચવવી. જબરું કામ છે. આ સંસારની માયા છે, તે તું નહીં. તારો આત્મા છે. આ બધું મૂક. લક્ષ લેવા જેવું છે. તે (બ્રહ્મચર્ય) મોટામાં મોટું વ્રત છે. દૃષ્ટિ, વાતચીત, બોલવા-હસવાથી પાછો વળ, એ તું નહીં. તું એમ કરવા જાય તે મરી જાય છે. તને ખબર નથી. જાણે કે આમાં શું ? બોલું છું, એટલે કંઈ નહીં. પણ જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તેવો ભેદ બીજાએ જાણ્યો નથી. માત્ર ભેદ જાણવાની જરૂર છે. જ્યાં સુધી આત્મા નથી જાણ્યો ત્યાં સુધી બીજાને જ આત્મા માની બેઠો છે; અને તેથી નરક, તિર્યંચ વગેરેમાં રઝળે છે, માટે ત્યાગ જ કરવો. ચોથું વ્રત મોટામાં મોટું છે. સુંદર શિયળ સુરતરું, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ આ ઉત્તમ શીવ્રત સુરતરુ કલ્પવૃક્ષની જેમ ફળ આપે તેવું છે. મન, વાણી, દેહ એ ઝેર છે. મન વચન કાયાથી
SR No.032085
Book TitleNitya Niyamadi Path
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1999
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy