SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨] ન્હાનાલાલ [૬૧સંવાદી સૂર પુરાવીને ઘણી વાર આ ગીતે ગ્રીક નાટકનાં “કેરસ' જેવી કામગીરી પણ બજાવે છે. ઊર્મિકાવ્યની ઉત્તમ સિદ્ધિ ન્હાનાલાલે જેટલી છંદોબદ્ધ કાવ્યોમાં તેટલી જ ગીતમાં દાખવી છે. ગીત પાસેથી એમણે ત્રિવિધ કામગીરી લીધી છે. પિતાના કાવ્યસંગ્રહ અને ગીતસંગ્રહોમાં સ્થાન તે આપ્યું છે જ, તે સાથે કુરક્ષેત્ર અને “હરિસંહિતા' જેવી કથાત્મક કવિતામાં તેમ જ આ બધાં નાટકોમાં એમને યથાસ્થાને મૂકીને એ રચનાઓનેય એકંદરે “લિરિક' એમણે બનાવી છે. ગીતાને નાટકમાં ગોઠવવામાં કવિ થેડીક કલાકારીગરી વાપરે છે. ગાનારને અદશ્ય. રાખી તેના ગીતટહુકારને હવામાં આઘેથી તરત આવતા સંભળાવી, એની સંગીતમય પશ્ચાદ્ભૂમાં પાત્રોના સંવાદ મૂકી, વચ્ચે વચ્ચે સંવાદને એનાથી આંતરીને ઉદિષ્ટ ભાવ કે વાતાવરણને એ ગીતે વડે કવિ જમાવે છે. કેટલાંક નાટકે ગીતથી શરૂ થઈ ગીતની સૂરાવલિ તરતી મૂકીને સમાપ્ત થાય છે. ગીત દ્વારા સમકાલીન રંગભૂમિ પરનાં નાટકોની જેમ પોતાનાં નાટકમાં સંગીતનું તત્વ કવિ લાવ્યા છે, અને એ ગીતાની વિશિષ્ટતા એ છે કે તેમાં ગુજરાતી દેશ્ય સંગીતના સંખ્યાબંધ મનોહર ઢાળની કર્ણમધુર ગેયતા આવી છે તે સાથે કવિના પ્રતિભા-- સ્પર્શથી તે કવિતા પણ રહે છે, જેમ રંગભૂમિનાં ગાયનેમાં બનતું ન હતું. જયા-જયન્તીને રંગભૂમિને અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરતાં તેના આરંભમાં કલ્યાણ રાગમાં ગાઈ શકાય એવું “પરમ પ્રેમ પરબ્રહ્મ'નું મંગળાચરણ જેવું ગીત અને “ગાવ ગાય ગીત મદનરાજનાં સખિ” અને “ચાલો ચાલે સલૂણી રસકુંજમાં જેવાં રંગભૂમિના બરનાં ઇંગીત કવિએ તેમાં મૂક્યાં છે. અન્યત્ર એવાં નાટકિયાં ગીતો તેમનાં નાટકમાં દેખાતાં નથી. આવાં કવિતાઈ નાટકે વિશાળ લોકસમુદાય આગળ કવિતાને લઈ જવાનું એક સૌથી વધુ સફળ નીવડે એવું સાધન છે ખરું, પણ તેમાં બધું કામ કવિને જ કરવાનું આવે. પ્રેક્ષકે કે શ્રોતાઓ એમાં સહયોગ કરવા ઓછી આગળ આવે. કવિને માટે જેમ આ ભારે કામ છે, તેવું જ તેના અભ્યાસીઓ કે વિવેચકે માટે પણું અઘરું કામ છે. અભ્યાસીને તેને કવિતા તરીકે તેમ નાટક તરીકે એમ બેઉ રીતે જોવાનું આવે. પણ એને તેઓ કાં તો નાટક તરીકે, કાં તે કવિતા તરીકે, એમ એક સ્વરૂપે જ વધુ તે જોવા પ્રેરાવાના. સર્જક પક્ષે પણ એના સર્જક કવિ તેમ નાટકકાર બેઉની એકસરખી શક્તિ બતાવી શકે એવા ભાગ્યે જ હોય. ન્હાનાલાલને કવિપણું તો નિઃશંક સિદ્ધ છે, પણ એમનાં નાટકોમાં તે કવિ વિશેષ ' છે, નાટયકાર ઓછી. એમની પાસે નાટયદૃષ્ટિ સમૂળગી હતી જ નહિ એમ કહેવું એ દુઃસાહસ ઠરે. “ઈન્દુકુમાર’– ૧માં ઇન્દુકુમાર અને કાતિકુમારીના પરસ્પર દર્શન અને દર્શનેત્તર સંવેદનનું તથા કાન્તિકુમારીના હૃદયમાં લગ્ન અને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy