SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ચ ૪ પ્રવેશમાંની યશદેવીના મુખેથી વહેતી ઉલ્લાસ-ઊભરાતી ભાષા તથા છઠ્ઠા પ્રવેશમાંના કાન્તિકુમારીની આંતરવ્યથા અને મંથનને વાચા આપતા સ્વગત દ્બારા, “જયા-જયન્ત'ના રાજરાણી અને ગિરિરાજ વચ્ચેના, જયા અને નૃત્યદાસી વચ્ચેના, અને જયા અને જયન્ત વચ્ચેના સંવાદો, વિશ્વગીતા’માં ‘ભરતગેાત્રનાં લજજાચીર’માં દ્રૌપદીના મુખેથી નીકળતી આગ અને વેદના-નીતરતી વાણી, ‘જહાંગીરનૂરજહાં'ના ‘સિકંદરાની પિતૃયાત્રા' પ્રવેશમાંની જહાંગીરની પશ્ચાત્તાપભરી હૃદયસ્પશી` એકાક્તિ અને શાદાનશાહ અકબરશાહ'ના ત્રીજા અંકના પાંચમા પ્રવેશમાંની અકબરની જીવનસ ધ્યાકાળની વિષાદધેરી એકલતાને મૂર્ત કરી આપતી સ્વગતાક્તિ એટલાં તા આના સમર્થનમાં તરત બતાવી શકાય તેમ છે. ખીજા નાટકામાંથી પણ આવી ઘણી કવિની સવાટા બતાવતી સામગ્રી તારવી શકાય તેમ છે. સમકાલીન ધંધાદારી ગુજરાતી રંગભૂમિનાં નાટકાની સંવાદશૈલીએ કવિને સંવાદૃષ્ટાની (અલબત્ત એમની વિશિષ્ટ, કવિની, રીતે) સાધના કરવામાં દૂરની પ્રેરણા તરીકે કામ કર્યુ. હેાવાના સંભવ એટ્ટે નથી. નાટક માટે યેાજાયેલી ડાલનશૈલીના નિર્માણમાં પણ એના પરાક્ષ હિસ્સા થાડા હેાય. ઊર્મિના આરાહુઅવરાહને અને પ્રસંગચિત મને ભાવના સાવેશ ઉચ્ચારણને અનુકૂળ ભાષાભિવ્યક્તિ એ શૈલીથી કવિનાં નાટકામાં મળી છે. સંવાદની આવી ભાષા પાત્રોચિત ન બની શકે એમ કહેવાયુ છે તેમાં તથ્યાંશ છે, પણ પાત્રોના વ્યક્તિત્વ, સંસ્કાર ઇને અનુરૂપ ભાષા એમની પાસે ખેલાવવાના પ્રયાસ કવિએ નાટકામાં કર્યા તા છે. ‘જયા-જયન્ત’માં પારધીની, ‘ઇન્દુકુમાર’– ૩માં આનંદ ભગતની, ‘શાહાનશાહ અકબરશાહ'માં નગરશેઠની, મહારાણા પ્રતાપની ને દર્શાજી આઢાની, ‘ગાપિકા’માં જોબનપગીની અને અજિત અને અજિતા'માં આહીરની ભાષા ઘેાડાક નમૂના લેખે જોવાથી આની ખાતરી થશે, જોકે ખીન પાત્રોની ભાષા ભેગી બધી વખત એ ભળી શકતી નથી. નાટકપ્રતિપાદ્ય ભાવના કે કવિસ દેશ માટે ડાલનશૈલીની વાગ્મિતા આ બધાની સાથે સારી ખપમાં લાગી છે. તાર્કિક લીલા કરતાં પયગંબરી અદાથી વેરાતાં કવિશાઈ ઉચ્ચારણ અને સૂત્ર માટે વિ ન્હાનાલાલના હાથમાં એ અનુકૂળ વાહન બની છે. - બધાં નાટકામાં કવિએ છૂટથી પ્રસ ંગેાચિત ભાવેાચિત ગીતા મૂકયાં છે તે નાટકાનાં વાતાવરણુ, ભાષા, પાત્રસૃષ્ટિ, ભાવના એ સર્વની સમગ્રપણે ઊપસતી કાવ્યમયતાને પોષે અને વધારે છે. નાટકામાં પાત્રોના મનાભાવ, કવિની લયભૂત ભાવના, નાટકમાંની વસ્તુગત પરિસ્થિતિ વગેરેને સમજાવી, અજવાળી કે પાષી, કાઈ વાર પાત્રાના હૃદયભાવને કે મંથનને પશ્ચાદ્ભૂમિકા પૂરી પાડીને તા કાઈ વાર તેના પર સૂચિત ભાષ્યરૂપ બનીને, તા કાઈ વાર બનતી ઘટના સાથે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy