SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ પતિના આદર્શ તથા તેની સામેની એની વાસ્તવિક સંસારી પરિસ્થિતિના સૂચનનું, એમ બેવડું કામ સાધી આપતા પહેલો પ્રવેશ નાટયદષ્ટિ અને નાટ્યકૌશલ વિનાના માણસથી લખી શકાય જ નહિ. એ જ નાટકના ત્રીજ અંકનો સાતમો પ્રવેશ કવિની નાટયદષ્ટિને ખ્યાલ આપી રહે છે. “જયા-જયન્તના પહેલા અંકનો સાતમે અને બીજા અંકને સાતમાં પ્રવેશ સમકાલીન રંગભૂમિનાં નાટકના દરેક અંકની સમાપ્તિના જવનિકાપતન પહેલાંનાં વધુ કાર્ય પૂર્ણ દશ્યોની ટેકનિકને કેમ સફળતાપૂર્વક કવિ ત્યાં અપનાવી શક્યા છે તે બતાવે છે. એ નાટકનું જયા અને જયન્તને પૂર્ણિમાની રાત્રિએ ગંગાના મધ્ય વહેણમાં બે હેડલાંમાં વાતો કરતાં અને “જાહૂનવી જગની ઘૂમે રે' એ ગીતની સૂરાવલી લલકારતાં “અનન્તતાની મહાયાત્રાએ સરતાં દેખાડતું અંતિમ દશ્ય એકલું કાવ્યમય નથી, આજની ચિત્રપટ-કલા જેને કુશળતાથી કસ કાઢે એવું રંગભૂમિ પર દશ્ય તરીકે પ્રેક્ષકોને આનંદાવી જાય તેવું કવિની નાટયદષ્ટિ દેખાડતું દશ્ય છે. જહાંગીરે ધબણને આપેલા ઇન્સાફને પ્રસંગ નાટયપૂર્ણ રીતે રજૂ કરતે “જહાંગીર-નૂરજહાન’ના પહેલા અંકને ક્કો પ્રવેશ, “વિશ્વગીતા'નો “ભરતગોત્રનાં લજજાચીરવાળા પ્રવેશ (અંક ૧, પ્રવેશ ૫) અને “બ્રહ્માંડમંડલને મહારાસવાળે અંતિમ પ્રવેશ: ‘શાહનશાહ અકબરશાહના મધ્યભારતની મહારાણીઓ”, “ચિતોડગઢ, “વૃંદાવનની સંતમંડળી', નવરત્ન દરબાર”, “અરાવલીનાં કેતરોમાં, “હાફીઝગાહ', “મહામૃથ્યા', “એકલવા બાદશાહ’ અને ‘અનન્તની યાત્રાએ' એ પ્રવેશેઃ ગિપિકાને પાંચમો અંક આ અને એવા બીજાં નાટકના પણ કોઈ કઈ પ્રવેશ પ્રત્યે અંગુલિનિર્દેશ કરી એ અવશ્ય સિદ્ધ કરી શકાય તેમ છે કે ન્હાનાલાલ પાસે નાયદષ્ટિ પણ ગણનાપાત્ર પ્રમાણમાં હતી. પરંતુ એ છૂટક પ્રવેશમાં દેખાય છે તેવી નાટકનાં સમગ્ર વસ્તુસંવિધાનમાં કળાતી નથી. ન્હાનાલાલ જેમ મહાકાવ્યના કવિતepic poet)ની પ્રતિભાના ચમકારા “કુરુક્ષેત્ર” ને “હરિસિંહતા'માં દેખાડે છે, પણ સમગ્રતયાં તેમને તેવા કવિ કહેવામાં સંકોચ થાય છે, તેમ એમના નાટય સર્જન પરત્વે પણ કહી શકાય તેમ છે કે તેમની પાસે છૂટક પ્રવેશામાં પ્રકાશે છે તેવી નાટ્યદષ્ટિ છે ખરી, છતાં એકંદરે તેમને સમર્થ નાટકકાર તરીકે પ્રશંસી શકાય તેવું નથી. એનું પ્રધાન કારણ એ જ કે તેમનાં નાટકોમાં પણ નાટકકાર તરીકેના અંશ કરતાં તેમનો કવિ-અંશ વધુ આગળ પડતા હોય છે. આમ છતાં, ગુજરાતની અભિનયકલા અને ધંધાદારી તેમ અવૈતનિક રંગભૂમિ જો વિશેષ પ્રાણવાન, ગતિશીલ, સાહસિક, અને સાહિત્યદષ્ટિમંત હેત તે કવિને જ કથે એમનાં નાટકને શ્રાવ્ય કવિતા માની લેવાયાં છે તેને બદલે તેમનામાંથી યોગ્ય જણાય તેવાં કેટલાંકને રંગભૂમિ ઉપર ઉતારવાના પ્રયોગ તેણે ભલે અજમાયશ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy