SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી [ ૫૫૩ સુધારાના અત્યાચારને ઠંડી તાકાતથી વેઠનારા દુલા શેઠ વગેરે પાત્રોના જીવનમર્માને તેમણે પારખ્યા છે. જો કલાકારના તાટસ્થ્યપૂર્વક ઉચિત સંદર્ભો યેાજીને તેમને આકાર આપ્યા હેાત તા તેમાંથી કેટલીક ઘાટીલી વાર્તાઓ સર્જાઈ હાત. પરંતુ પાતે જેને દાહ્યલું માને છે તેવા કલાતાટસ્થ્યના અભાવને કારણે કે રચનાશૈથિલ્યને કારણે વાર્તાઓના ઘાટ બરાબર ઘડાતા નથી કે ખંડિત થાય છે. ‘જેલ આફ્સિની મારી’(૧૯૩૪)માં જેલની સજા પામેલા ગુનેગારા અને તેમનાં સ્વજનેાના જીવનનાં કેટલાંક દસ્યા જેલ ઑફિસની બારીની નજરે ઝિલાયાં છે. જો આ ખારી નિરૂપિત દૃસ્યાની તટસ્થ સાક્ષી બની હાત તા જેલજીવનનાં કરુણ દૃસ્યાનું વાસ્તવિક ચિત્ર સાંપડત, પરંતુ તે સતત કટાક્ષ અને વ્યાજસ્તુતિના આશરો લેતું માર્બિડ પાત્ર બની જાય છે, તેથી ચિત્રો કરુણ કે કરુણા બનવાને બદલે મૅલાડ્રામૅટિક અને કૃત્રિમ બની ગયાં છે. તિરસ્કૃત જીવનને બદલે ફ્રાંસીના ફંદાને વધારે પસંદ કરવા યોગ્ય માનનાર ફાંદાળા ભીલ, માતા સાથેની મુલાકાતમાં લાગણીના અપૂર્વાં સંયમ દાખવતા ક્લબહાદુર ૫ જાખી, આત્મસ્થ યાગી જેવા અનવરખાં પઠાણુ, ફાંસી પામેલા પુત્રની લાશ માટે જેલરને ભાઈ-બાપા કરતી હીરજીની માતા વગેરે પાત્રો ઠીક ઊપસી આવ્યાં છે. અહીં સ્વતંત્ર નવલિકાઓ નહિ પણ ચિત્રોની હારમાળા જ મળે છે. મહીડા પારિતાષિક વિજેતા કૃતિ માણસાઈના દીવા'(૧૯૪૫)માં મેધાણીએ લોકસેવક રવિશંકર મહારાજના મઢે સાંભળેલી તેમના જીવનની... અનુભવકથા આલેખી છે. તેનું દસ્તાવેજી મૂલ્ય જળવાઈ રહે માટે ખેાલચાલના લય-લહેકા અને કથનશૈલી મહારાજનાં જ રાખ્યાં છે, તેમ છતાં મેઘાણીની કલમના ચમકારા વરતાયા વગર રહેતા નથી. મહીકાંઠાના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કામેાના માણસાના જીવનમાં ટમટમતા માણસાઈના દીવાની આ કથાઓ છે. અન્યાયના ભાગ બનીને બહારવટે ચડેલા મેાતી બારૈયા, હરાયા ઢાર જેવા ખેાડિયા, બાળક જેવા નિષ્પાપ ચાર ગાકળ, ચારીને પ્રભુદત્ત કર્તાવ્ય માનનારા ફૂલા વાવેચેા, કાળાં કરતૂતાની પરંપરા સર્જનારા બાબર દેવે, ચેરીને ધિક્કારનારાં જી’ખા વગેરેનાં વ્યક્તિચિત્રો કે પ્રસંગચિત્રો મહારાજના સેવાકાર્યના તંતુમાં પરાવાયાં છે. નિઃસ્વાર્થ લેાકસેવક તરીકેનું મહારાજનું વ્યક્તિત્વ પણ સુરેખ અંકાયું છે. ‘માણસાઈના દીવા’ની કથાએ પણ પ્રસ ંગચિત્રો આપી અટકી જાય છે, નવલિકાને આકાર ધારણ કરતી નથી. પ્રતિમાઓ’ (૧૯૩૪) અને ‘પલકારા’ (૧૯૩૫)માં વિદેશી ચલચિત્રા પરથી રૂપાંતરિત ૧૫ વાર્તાઓના સમાવેશ થયા છે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy