SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ રજૂ થયેલી કચકડાની કથાઓને શબ્દદેહ આપવાનું મેઘાણીનું કૌશલ પ્રશંસનીય છે. આખરે’, ‘એ આવશે, ‘આત્માને અસુર’, ‘માસ્તર સાહેબ” વગેરે વાર્તાઓ સારી સર્જાઈ છે. નવલિકા તરીકે થોડીક પ્રસ્તારી લાગે, પણ નિરર્થક લંબાણ અહીં નથી; કહે કે લાંબી ટૂંકી વાર્તાઓને આકાર તે ધારણ કરે છે. કલાતાટસ્થ પણ આ વાર્તાઓમાં સૌથી વિશેષ જળવાયું છે. મેઘાણીના ગદ્યમાં વરતાતે રંગરાગને થશેડો અહીં જવલ્લે જ જોવા મળે છે. જે મૌલિક વાર્તાકાર મેઘાણીએ ‘પ્રતિમાઓ–પલકારા'ના રૂપાંતરકારને ગુરુપદે સ્થાપ્યા હેત તે તેમને ઘણું શીખવા મળ્યું હોત તેમ માનવાનું મન થાય છે. દરિયાપારના બહારવટિયા ઍટન વુલ્ફના પુસ્તક “ધ આઉટલેઝ ઑફ મેંડને ડેઝ'ની સત્યઘટનાત્મક વાર્તાઓ પરથી રૂપાંતરિત એક બહારવટિયણ અને ત્રણ બહારવટિયાની કથાઓને સંગ્રહ છે. આ વાર્તાઓ સોરઠી બહારવટિયા’ની પરંપરામાં ગોઠવાય તેવી છે. પરંતુ આ મેઘાણીએ કરેલું સંપાદન નહિ પણ રૂપાંતર હોવાથી તેની અહીં નોંધ લીધી છે. તેમના એકમાત્ર નાટિકા-સંગ્રહ ‘વંઠેલાં' (૧૯૩૪) વિશે પણ અહીં જ વાત કરી લઈએ. સંગ્રહમાંની એકાધિક દવાળી ત્રણ એકાંકી નાટિકાઓમાંની એક જયમનનું રસછવન” એ જ નામની નવલિકાનું નાટયરૂપાંતર છે. “વંઠેલાં સમાજસુધારાની વેદી પર અનંત અને તેની પત્ની કંચને આપેલા બલિદાનની સામાન્ય કક્ષાની અને યશોધરા” સ્ત્રી-ઉદ્ધાર માટે બલિદાન આપનાર યશોધરાની નાટ્યકક્ષા સુધી ન પહોંચતી કરુણાંત નાટિકાઓ છે. આ ક્ષેત્રે મેઘાણીનું કોઈ નોંધપાત્ર અર્પણ જોવા મળતું નથી. નવલકથાઓ ૧૯૩૨માં “ફૂલછાબ'નું પ્રકાશન શરૂ થતાં તેના ભેટપુસ્તક તરીકે નવલકથા આપવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણયે મેઘાણીની કલમને નવલકથા તરફ વાળી. તેમણે કુલ ૧૩ નવલકથાઓ રચી છે. આ તેરમાંથી નવ નવલકથાઓ સ્વતંત્ર અને ચાર પરતંત્ર છે. આ પરતંત્ર નવલકથાઓને અનૂદિત કે રૂપાંતરિત કહેવાને બદલે પરપ્રેરિત કહેવી જ વધારે યંગ્ય છે કારણ કે તેમાં તેમણે મૂળ કૃતિને શબ્દશઃ અનુવાદ કે તળભૂમિને અનુરૂપ રૂપાંતર આપવાને બદલે તેનાં વસ્તુ, પાત્ર કે પરિસ્થિતિમાંથી પ્રેરણા મેળવીને નવેસરથી જ માંડણ કરી છે. તેમની મૌલિક અને પરપ્રેરિત નવલકથાઓમાં કોઈ તાવિક તફાવત ન હોવાથી તેમને એક જ પંગતમાં બેસાડીને વિચારણા થઈ શકે તેમ છે. વિહંગાવલોકનની સરળતા ખાતર આ નવલકથાઓનું વસ્તુસંકલનાની દષ્ટિએ વગીકરણ કરીએ તે એક પ્રશ્નપ્રધાન,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy