SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પર] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ શ્ર. ૪ ‘અલ્લામિયાંની ટાંક'ની અંજની સંસ્કારી અને સુકુમાર જીવનસાથીને બદલે હી-મૅનને, ધ્રુવ-મૅનને ઝંખતી વિલક્ષણ સ્વભાવની નાયિકાએ છે. ભૂરાઈના દ્વાર પરથી' અને ‘સદાશિવ ટપાલી' વિષમ સંજોગામાં એકખીજાની દૂકમાં ટકી રહેનારાં ૬'પતીનાં કરુણ-મધુર દાંપત્યચિત્રાને ઉઠાવ આપે છે. મેઘાણીની કેટલીક વાર્તાઓના કેન્દ્રમાં સીધું સમાજદર્શન રહેલું છે. મંછાની સુવાવડ' અને ‘કેશુના બાપનું કારજ' ચીલેચાલુ સામાજિક કુરિવાજોને ભેગ બનેલાં પાત્રાની અને અનંતની બહેન', ‘લાડકા રંડાપેા' અને ‘લેાકાચારના દાનવ સામે' કુરિવાજોના દૃઢ મનેાબળથી સામનેા કરનારાં પાત્રાની વાર્તાઓ છે. આ વાર્તાઓમાં વાર્તાકારને બદલે પ્રચારક મેઘાણીના ચહેરા દેખાય છે. કાનજી શેઠનું કાંધુ' અને ‘ઠાકર લેખાં લેશે' સમાજનાં સ્થાપિત હિતા દ્વારા થતા શાણુને વિષય બનાવે છે. ગાંધીયુગમાં કહેવાતા સમાજસુધારકેાના એક વ ઊભા થયા હતા. મેઘાણીએ આવા સુધારાને કટાક્ષની નજરે જોયા છે. ‘શારદા પરણી ગઈ'ના સુધારાવીર રાજેશ્વરભાઈ, હુ'ના પરપીડનમાં આનંદ માણનારા રાજેશ્વરભાઈ, ‘પદભ્રષ્ટ’ના સેવાના નામે મેવા જમનારા રાજેન્દ્રભાઈ આ પ્રકારના સુધારકેા છે. ‘કડેડાટ' અને ‘મારો વાંક નથી'માં વિશ્વયુદ્ધના ઓથાર નીચે ચંપાતા ગ્રામજીવનની ગૂ ગળામણુ રજૂ થઈ છે. ‘વિલાપન’, ‘સદુબા’, ‘મેં તમારા વેશ પહેર્યા’, ‘માડી, હું કેશવે।', ‘શિકાર’, ભરતા જુવાનના માંએથી', ગરાસ માટે' વગેરે દંતકથાત્મક કે સત્યઘટનાત્મક વાર્તા છે, તેમાં મહદંશે 'રસધાર'ની નિરૂપણશૈલીના પડઘા સંભળાય છે. વિલાપન'ના નાયકના પિતાની ઉક્તિમાંના ગદ્યલય આસ્વાદ્ય છે. ‘ધૂપછાયા'ની તેમની પ્રસ્તાવના દર્શાવે છે કે વિસ્મય અને તાટસ્થ્ય એ વાર્તાકારનાં લક્ષણા છે તે વાત તેમને બરાબર સમજાઈ છે. માનવમનના કેટલાક મ પર તેમની નજર ઠરી છે. નમાયા બાળકને પેટના માનીને પ્રેમથી ઝેરનારાં ચંદ્રભાલનાં ગંદાંગેાખરાં મિત્રપત્ની ઝબકભાભી; ‘સાચા પ્યારની આગમાં પાપની ખાક થાય છે: બાળક ઈશ્વરનું છે : ને દુનિયા ઝખ મારે છે' પારસી દાક્તરના આ ઉગારામાંથી પ્રેરણા મેળવીને પત્ની સવિતા અને તેના પુત્ર પર પ્રેમથી લળી પડનારા ભેાળા–ઉદાર કાળુ; પહેલાં કુટુ ખીઓના અને પછી ગામલે કેાના અન્યાયને ભાગ બનીને ડાકણ તરીકે પંકાયેલાં આપક્રમી અને આપમતીલાં પાનાર ડેાશી; ‘ઇસકું ધ્યાન રખના' એ એક વાકય પર વારી જઈને પેાતાને સોંપાયેલી નારીને માટે અડધા-અડધા થઈ જનાર ‘બદમાશ' પઠાણુ અલારખા; મદિરના રક્ષણ ખાતર મુસલમાન ધર્મને અંગીકાર કરીને આત્મવિલાપન સાધનાર ચિતારા હરદાસ,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy