SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ . પ્ર. ૧૪ ] ઝવેરચંદ મેઘાણી [૫૫૧ વાર્તા લખી. ૧૯૩૧થી ૧૯૩૫ના ગાળામાં લખાયેલી વાર્તાઓના ચાર સંગ્રહેા પ્રગટ થયા : ‘ચિતાના અંગારા' ખંડ ૧-૨, ‘આપણા ઉંબરમાં’ અને ધૂપછાયા’, આ સંગ્રહેાની નવી આવૃત્તિ પ્રગટ કરવાને બદલે તેમાં નવી વાર્તાઓ ઉમેરીને મેઘાણીની નવલિકાઓ'(૧૯૩૧, ૧૯૩૫)ના બે ખંડ પ્રગટ કર્યાં, ત્યાર પછી લખાયેલી વાર્તાઓને ત્રીજો ખંડ ‘વિલાપન અને ખીજી વાતા' (૧૯૪૬)ના નામે પ્રગટ થયા. આ ઉપરાંત તેમના ખીન્ન પાંચ વાર્તાસંગ્રહે। પણ પ્રગટ થયા છે. તેમની પાસેથી આપણને કુલ આઠ વાર્તાસંગ્રહેા અને સવાસેા જેટલી વાર્તાઓ મળે છે. ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમનું મુખ્ય અર્પણ મેઘાણીની નવલિકાઓ'ના ત્રણ ખ`ડમાંની ક઼ર વાર્તાઓ છે. આ વાર્તાએમાં સંવિધાનનું ખાસ વૈવિધ્ય જોવા મળતું નથી. ‘વહુ અને ધાડા', બેમાંથી કાણુ સાચું !', ‘હુ‘', પદભ્રષ્ટ’ વગેરેમાં આત્મકથનને, ‘અલ્લામિયાંની ટાંક'માં ભાણરીતિની એક્તિને, ‘મારા બાલુભાઈ’, ‘ભલે ગાડી મેાડી થઈ', 'ધૂંધા ગાર', ‘ક્રૂડ વાર્તા' વગેરેમાં કટાક્ષની તિય ક્ શૈલીના, ‘વહુ અને ઘેાડા'માં એ બે પાત્રાની સહે।પસ્થિતિને —રચનારીતિના આવા કેટલાક પ્રયોગા તેમણે કર્યા છે ખરા પણું તે સપાટી પરના હેાવાથી તેમની સ`વિધાન-કલાનું કાઈ નવું પરિમાણ પ્રગટતું નથી. એક હાર ને એક સ્વરૂપેામાં નવલિકાને રમાડવાના તેમના ઉમળકાના લાભ રચાયેલી વાર્તાઆને મળ્યા નથી.૧૪ ધૂમકેતુએ પાડેલા ચીલા પર જ તે એકધારા આગળ વધ્યા છે. સમાજનાં અવિદગ્ધ પાત્રોની સબળાઈ અને વિદ્રુગ્ધ પાત્રોની નબળાઈ વારંવાર વાર્તાને વિષય બની છે. કેટલીક વાર્તામાં તે। આ એ પ્રકારનાં પાત્રોના નિધાન દ્વારા તેમના તફાવત ઘેરા રંગે ઉપસાવવાની પ્રયુક્તિ તેમણે અપનાવી છે. ચંદ્રભાલનાં ભાભી', ‘ખેમાંથી ક્રાણુ સાચું ?', 'ખાલીએ રંગ બગાડયો', ‘બદમાશ', ‘પદભ્રષ્ટ' વગેરે તેમની આ પ્રકારની વાર્તા છે. અસફળ લગ્નજીવન એ તેમના ખીજો પ્રિય વિષય છે. આ પ્રકારની વાર્તામાં માટે ભાગે પતિ કે સાસરિયાંના અત્યાચારના ભાગ બનેલી પત્નીએની વેદના કેન્દ્રસ્થાને છે. વહુ અને ઘેાડા’, ‘મેારલીધર પરણ્યો', ‘ચાંદી'ની નાયિકાએ ચાંદીના રાગથી પીડાતા પતિની પત્નીએ છે. કિશેારની વહુ' ક્ષયની જીવલેણ ખીમારીને। ભાગ મનેલી મેાટા ઘરની વહુવારુ અને ચમનની વહુ' મર્દાનગી વગરના પતિની પત્ની છે. જયમનનું રસજીવન'ની રમા પ્રેમવેવલા પતિની ઘેલછાના ભાગ બની છે. ‘કલાધરી'ના દામ્પત્યજીવનની અસફળતાનું કારણ પતિને હડધૂત કરનારી પત્નીની કલાપ્રિયતા છે. રમાને શું સૂઝયું ?'ની રમા અને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy