SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૩] ધૂમકેતુ [પર૫: આત્મગૌરવની પ્રસ્થાપના અર્થે જાજ્વલ્યમાન ઇતિહાસ તરફ વળવાનું દિલ થાય એ સ્વાભાવિક લાગે છે. ઇતિહાસની પ્રાપ્ય હકીકતોને શક્ય તેટલા પ્રમાણમાં વફાદાર રહીને ઐતિહાસિક નવલકથાઓ લખવાનું ધૂમકેતુનું વલણ છે. ઐતિહાસિક તથ્યને કાળજીપૂર્વક ભેગાં કરવાની ચીવટ ધૂમકેતુમાં દેખાય છે. સારે એવો શ્રમ ઉઠાવીને ચૌલુક્ય અને ગુપ્તયુગને લગતી નવલકથાઓનાં સાધનો ધૂમકેતુઓ એકઠાં કર્યા છે. મુનશીની નવલકથાઓમાં “ઇતિહાસ” અને “કથા” એ બેમાં કથા તરફનો. ઝુકાવ વિશેષ જોવા મળે છે, ધૂમકેતુને કથા રચવી છે, પણ એ કથાનું ઐતિહાસિકપણું જાળવવાની મુનશીને મુકાબલે ધૂમકેતુમાં વિશેષ ખેવના છે. સાહિત્યકૃતિ તરીકે કોની ઐતિહાસિક નવલકથાઓ ચડિયાતી ઃ મુનશીની કે ધૂમકેતુની ? એ પ્રશ્ન પુછાય તે સહજ રીતે જવાબ મળવાનો કે મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં ધૂમકેતુની એ પ્રકારની કૃતિઓની તુલનાએ સાહિત્યગુણ. વિશેષ છે. આમ છતાં, ઈતિહાસ પ્રત્યે વફાદારી જાળવવાની તમન્ના, આગળ નોંધ્યું તેમ, ધૂમકેતુમાં વધારે છે. ઐતિહાસિક નવલકથાના લેખનમાં મુનશીએ. પાડેલ ચીલે ધૂમકેતુ આગળ વધ્યા છે; ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાના લેખનને ક્ષેત્રે મૌલિક પ્રદાન કર્યું નથી. ઐતિહાસિક નવલકથાઓમાં ઈતિહાસ અને કથાને શો સંબંધ હોવો જોઈએ, એ પ્રશ્ન આપણું વિવેચનસાહિત્યમાં ઠીકઠીક ચર્ચા છે. ધૂમકેતુ આ સંદર્ભમાં કહે છે: “ખીચડીમાં જેવું મીઠું, તેવું નવલકથામાં ઈતિહાસતત્ત્વ માનવુંઃ તેથી વિશેષ નહિ અને ઓછુંયે નહિ.” ઈતિહાસતત્ત્વનું મહત્ત્વ સ્પષ્ટ રીતે સ્વીકારીને નવલકથાલેખનના બીજ ઘટકની અગત્ય વિશે પણ ધૂમકેતુ સાથોસાથ નિર્દેશ કરી લે છે. ભૂતકાળના ખાતરમાંથી વર્તમાનની ભયને કસવાળી બનાવવાને ધૂમકેતુને ઈરાદો છે. આવા હેતુથી પ્રેરાઈને ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાના લેખન માટે બે કાળ પસંદ કર્યા જણાય છેઃ ગુજરાતના ઇતિહાસને સુવર્ણકાળ ગણુતે સોલંકીયુગ અને ભારતના ઈતિહાસને એ જ તબકકો ગુપ્તયુગ, ચૌલુક્ય નવલકથાવલિમાં ગુજરાતના ઐક્ય અને એશ્વર્ય માટેની ખેવના અને ગુપ્તયુગ, ગ્રંથાવલિમાં સમગ્ર ભારત દેશની એકતા અને આબાદી માટેની વાર્તાકારની મહેચ્છા પ્રગટ થઈ છે. દેશની ભૂતકાળની ભવ્યતાને વર્તમાનકાળમાં મૂર્તિમંત કરવાને વાર્તાકારને મનભાવ જણાય છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy