SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પર૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ નવલકથાનું એક પ્રકરણ પૂરું થતું હોય ત્યાં કોઈ નવા પ્રસંગનું બીજ ધૂમકેતુ નાખે છે. એ રીતે વાચકની જિજ્ઞાસાને જાગ્રત રાખી, વાર્તાના દેરને આગળ લંબાવવાની ધૂમકેતુની આવી પદ્ધતિને પરિચય એમની સામાજિક તથા એતિહાસિક ઉભય પ્રકારની નવલકથાઓમાં થાય છે. વાચકની પ્રાથમિક કક્ષાની કુતૂહલવૃત્તિને જાગ્રત રાખવાની ધૂમકેતુની આ પદ્ધતિ સામાન્ય કેટની લાગે છે. વાચકના કુતૂહલને જાગ્રત રાખવા માટે ધૂમકેતુ કઈ કેયડો કે ભેદભરમની વાત પણ કથાવસ્તુમાં ગૂથી લેતા હોય છે. ગુપ્ત રસ્તાઓને થતો ઉપયોગ, પાનું છુપાઈ જવું, છુપાઈને ભેદભરમ પામી જવું ઇત્યાદિ તરકીબથી નવલકથામાં જાસૂસી વાર્તાનું વાતાવરણ લેખક જન્માવે છે. પ્રાથમિક કક્ષાની રુચિવાળા વાચકની ધૂળ જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાની નેમથી આ નવલકથાઓ લખાઈ હોય તેવી છાપ પડ્યા વિના રહેતી નથી. લેખકની એવી નેમ ન હોય તો પણ નવલકથાકલાનું ઊંચું નિશાન તેઓ સર કરી શક્યા નથી, એવું લાગે છે. લગભગ સરખા પ્રકારના પ્રસંગેનું પુનરાવર્તન એ ધૂમકેતુની નવલકથાએની એક મર્યાદા છે. આવા પુનરાવર્તનને કારણે કથાવસ્તુનું પોત પાંખું પડી જાય છે. પાત્રલક્ષણોનું વર્ણન લેખક ઠીક ઠીક પ્રમાણમાં કરે છે. તેથી પાત્રના પ્રત્યક્ષ વ્યવહારમાંથી પાત્રલક્ષણે ઊપસી આવે એવી આકાંક્ષા સંતોષાતી નથી. આ મુદ્દાને અનુલક્ષમાં રામપ્રસાદ શુકલ નેધ કરે છેઃ “અવંતીનાથ'માં સિદ્ધરાજના પરદુઃખભંજનપણાનું શબ્દચિત્ર વધુ પ્રમાણમાં છે. એના વર્તનમાંથી જ એ પ્રત્યક્ષ થાય એવા પ્રસંગે યોજાયા નથી (૧૯૪૮-૪૯નું ગ્રંથસ્થ વાડમય, પૃ. ૨૪). પાત્રનિરૂપણની ગોવર્ધનરામની વર્ણનાત્મક પદ્ધતિને ધૂમકેતુ ઠીકઠીક આશ્રય લે છે. પાત્રનિરૂપણમાં કોઈ વખત પ્રમાણભાન ચૂકી જવાય છે. “અજિત ભીમદેવના “ચૌલાનું નૃત્ય” એ પ્રકરણમાં ચૌલાની મુદ્રાઓ, ચરણગતિ, નયનાભિનય ઇત્યાદિમાં લેખકની કલ્પના સામર્થ્યનું પ્રમાણ ઘણું વધી જાય છે. એ પ્રકરણ વાંચતાં આપણને અવશ્ય એમ થઈ આવે છે કે આટલું બધું ન કર્યું હત તે ઠીક થાત (૧૯૫૩–૫૪નું ગ્રંથસ્થ વાડ્મય, પૃ. ૮૯, રામપ્રસાદ બક્ષી). ધૂમકેતુની અતિહાસિક નવલકથાઓનાં પાત્રોનાં લક્ષણેની એક પદ્ધતિ બંધાઈ ગઈ છે. ઉદાહરણ તરીકે, આ નવલકથાના સરદાર અને રાજાએ યુદ્ધવીર હોય છે. પરંતુ એ યુદ્ધવીરો મોટે ભાગે એમને મંત્રીઓની બુદ્ધિ વડે જ દોરવાય છે. મુત્સદ્દીગીરીના દાવપેચ ખેલતા મંત્રીઓની સહાય વિના ક્ષત્રિય સરદારો અને રાજવીઓના યુદ્ધવીરપણુની કઈ વિસાત નથી, એવી છાપ પડે છે. અતિહાસિક નવલકથામાં યુદ્ધ આવે અને રાજખટપટ આવે. રાજખટપટના ઉસ્તાદ મંત્રી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy