SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પર૪] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ચ. ૪ કરવા કરતાં, નિરાંતે આવા નાના ગામડામાં સ્થિર થઈ, એકાદ જીવનસ ગાર્થિની શેાધી કાઢી, અહી` જ એકાદ ભેંસ રાખી, નાનીસરખી ધીરધાર કરી, આસપાસનાં ગામડાંઓમાં ઓળખાણુ પિછાણુ વધારી, આવડે તેવું વૈદું કરી, ઘર બંધાવી, થાડું સ્વચ્છ ફળી રાખી, ચેડાં ઝાડ રાપી જીવનવાટિકા રચી કાઢી હાય તે। શું ખાતું?' (‘પરાજય’, પૃ. ૨૯). આવા દૃષ્ટિબિંદુમાં લેખકના અ’ગત અભિપ્રાય પ્રગટ થયા છે એમ તારવી બતાવવું મુશ્કેલ છે. છતાં એમ લાગે છે કે ધૂમકેતુની જીવન માટેની અંગત મહેચ્છા ઉપરનાં વાકયોમાં કદાચ પ્રગટ થઈ હોય. શિક્ષિતા, ડૉકટરા, વકીલ, ઇજનેરા, અમલદારો, સમાજના ઉપલા થરના લે, ઇત્યાદિ તરફ વાર્તાકારના હ્રદયની સહાનુભૂતિ હેાય એવું જણાતું નથી. આજની કેળવણી તરફ ધૂમકેતુની કટાક્ષષ્ટિ જણાય છે : આપણી કેળવણીએ જે ત્વરાથી પાસેના ગામડાનું અસ્તિત્વ ભુલાવ્યું છે, તે ત્વરાથી પેલા ગૃહસ્થે જવાબ આપ્યો' (‘પરાજ્ય', પૃ. ૧૯૦). સામાજિક નવલકથાઓમાં વાસ્તવિક જીવનનિરૂપણ કરવાને ધૂમકેતુના પ્રયાસ હેાય છે. ગ્રામજીવનનું ચિત્રણ કરતી વખતે ગામડાનાં વેરઝેર તરફ વાર્તાકાર આંગળી ચીંધી બતાવે છે. દેશી રજવાડાની ખટપટથી તે માહિતગાર છે. નવલકથામાં વાસ્તવિકતાના નિરૂપણની સાથે ધૂમકેતુ પેાતાને પ્રિય એવી આદર્શનિષ્ઠાને વીસરતા નથી. વાચનક્ષમ શૈલીમાં આ નવલકથાએ રચાઈ છે. ઐતિહાસિક નવલકથાઓ ધૂમકેતુના ચિત્તમાં કશેારવયથી જ ઇતિહાસની વાતા સાંભળવા અને વાંચવાનું આકણ જામેલું હતું. લેખનની કારકિદીના આરંભમાં જ ધૂમકેતુએ ‘સિદ્ધરાજ જયસિંહ' અને ‘કુમારપાળ’ જેવા ઐતિહાસિક વિષય ઉપરના નિખધા લખ્યા હતા, તેમાં ઇતિહાસ પરત્વેના એમના ચિત્તનેા ઝેક જોવા મળે છે. આ નિબંધ વાંચીને મુનશીએ ધૂમકેતુને પત્રમાં લખેલું: તમારા કુમારપાળ અને સિદ્ધરાજના નિબ ંધોએ મારું ધ્યાન ખેચેલું. મને લાગેલુ` કે મારી પેઠે જ વિચાર કરનારા એક માણસ છે ખરા.' ઈતિહાસ માટેના આવા આકષઁણુના ખીજમાંથી ઐતિહાસિક નવલકથાનુ એક વૃક્ષ પાછળથી રચાયુ. ઐતિહાસિક નવલકથાના લેખનમાંથી મુનશીને મળેલા યશને કારણે ધૂમકેતુના ચિત્તમાં એવી કૃતિ રચવાના સળવળાટ કદાચ જાગ્યા હાય. ધૂમકેતુની પ્રકૃતિ એક રામૅન્ટિક સર્જકની. આવી પ્રકૃતિને કારણે જ્વલ'ત ભૂતકાળમાંથી કથાખીજ લઈને ઐતિહાસિક કૃતિ રચવાનું ધૂમકેતુને દિલ થયું... હાય તે પણ સંભવિત ગણાય. પરતંત્ર દેશના લેખકને સ્વમાન અને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy