SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨] ૫ ૪૩. ભૂંગાળ, પ્રકૃતિ, માનવવિભૂતિઓ, તીર્થા ઇ.નું ભાવછલકતું મહિમ્નઃસ્તોત્ર તથા. એ જ શીર્ષકની ગઝલ ભારતભક્ત ન્હાનાલાલની એવી જ ઉત્કટ ગુજરાતભક્તિનાં નિદર્શક છે. ‘હા ! રણને કાંઠલડે રે'માં પંચાસર, વર્ધમાનપુરી'માં વઢવાણુ અને ‘ચારુ વાટિકા’માં ચારવાડની પ્રકૃતિશ્રીને કવિએ જે અંજલિ આપી છે તેમાં પણુ એમની વતનભક્તિનું દર્શન થાય. ચારુ વાટિકા'માં ચેરવાડ ને તેની આસપાસની ભૂગાળ, ત્યાંના સાગરખેડુએ ને સ્ત્રીઓ, ને ત્યાંના અમૃતલાલ પઢિયાર જેવા માનવિવશેષોની પણ ત્યાંની પ્રકૃતિશાભાની સાથે માહિતી આપતાં કવિ ચૂકયા નથી. ન્હાનાલાલ ગુજરાતની ભૂમિના સાચા ભક્ત છે. એમણે બહુ ભાવથી ગુજરાતને ગાયુ છે. ન્હાનાલાલ ન્હાનાલાલની સ્વદેશપ્રીતિએ ચાલુ શતકના આરંભના બે દાયકામાં આવેલી રાષ્ટ્રીય જાગૃતિ અને તેનાં ચિહ્નરૂપ ભગમ ગ, હેામરૂલ અને અસહકારનાં આદેાલને સાથે હૃદયની સહાનુભૂતિ ઓછીવત્તી સક્રિયતા સાથે એમને અનુભવાવી છે અને એને પેાતાનું કવિ તરીકેનું ભાવાત્મક અનુમેાદન અપાવડાવ્યું છે એ ‘રણુગીતા’ નામથી એમણે પાછળથી સંગ્રહસ્થ કરેલાં કાવ્યેા પરથી જણાય છે. ૧૯૦૪માં લખાયેલ ‘સાયના સિપાઈ' દક્ષિણ આફ્રિકામાં ભારતીયેાએ ગાંધીજીની સરદારી નોંચે આપેલી સત્યાગ્રહ-લડતના અને સિંહને શસ્ત્ર શાં? વીરને મૃત્યુ શાં?... સુભટ છે. સજ્જનનિઃશસ્રતાથી; ધર્માંત્રજ તમ ખડા, શસ્ત્ર હામાં વડાં; શ્રી હરિ સત્યના સમરસાથી એ પ્રસિદ્ધ પ`ક્તિએમાં ધર્મના વીર' આ પૂત’ને ‘શાન્તિભાથાં ભરી' યુદ્ધવાટે સંચરવાની હાકલ કરતા શુકુનની ઘડીએ' એ કાવ્ય ૧૯૨૦-૨૧ની અહિંસક સ્વાતંત્ર્યલડતના કવિ-અનુમેાદનનાં જ ગીત છે. ‘નથી પરતું લેવું-લૂંટવું જો’/ અમારું અમને નહિ લેવા દ્યો ?” અને ‘શસ્ત્રધાવ કાનૂન બંદૂકના/નિઃશસ્ત્રની ઢાલે જ ઝીલન્તાં' જેવી પંક્તિએ દેખાડતું ‘રણવાજા' કાવ્ય પણ ‘શુકનનો ઘડીઆ’ના જ ભાવને રણકાવે છે. ‘કુરુક્ષેત્ર'માંનું કુન્તીસ દેશનુંપા ને કહે। હડાવે બાણુ’ એ કાવ્યમાંની ભીખ્યાં, ભટકચાં, વિષ્ટિ, વિનવણી,—કીધાં સુજનનાં ક્રમ', આ સુજનતા દૈન્ય ગણી તા યુદ્ધ એ જ યુગધ એ પંક્તિઓમાં પણ ૧૯૨૮ના બારડાલી સત્યાગ્રહ અને ૧૯૩૦ના સ્વાતંત્ર્ય-સંગ્રામને કવિએ આપેલું ભાવાત્મક સમન વિનાસકાચ વાંચી શકીએ તેમ છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy