SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ કવિની વાણી તે આવા સંગ્રામોને ગજબનું બળ આપી તેના લડવૈયાઓને નૈતિક પીઠબળ આપી તેમના જેસ્સા(morale)ને દઢાવવાની સેવા બજાવતી હોય છે. “રણગીતો'માંની “ઓ ભારતની માતાઓ', “સુણે એ હિંદની હાકલ', ચલ', “જયડંકા ને “શુભનાં શુકુન જેવી રચનાઓ પહેલા વિશ્વયુદ્ધ (૧૯૧૪– ૧૮) વેળાની ભારતીય સ્વદેશભક્તિની નીપજ છે. જો કે કવિતા તરીકેની દીપ્તિ તેમાં નજેવી વરતાય છે. એ અનુભવાય છે કેસરભીના કંથ હે !”, “કસુંબલા કીધા નાલિયા', કેસરિયા વીર, કેસરિયાં છે !” અને ચારણી છંદનું સફળ રણસંગીત લલકારતા “જય ! કેસરચીર રણધીર રમે એ રણબંકા રજપૂતોના રણશૌર્યને બિરદાવતા અને મધ્યકાલીન ક્ષાત્રેદ્રકનું ગૌરવ કરતા “શાહનશાહ અકબરશાહ'માં મુકાયેલા કાવ્યમાં. મધ્યકાલીન રાજપૂતીને એટલે કે ક્ષાત્ર વીરત્વને ન્હાનાલાલની એ કાવ્યાચના છે. પ્રણય, પ્રકૃતિસૌંદર્ય અને ભક્તિના આ કવિને વીરરસની કવિતા પણ કેવી ફાવે છે તેનું દર્શન પણ એ કાવ્યો સાથે “વીરાંગના અને “કાઠિયાણીનું ગીત” વાંચતાં સહેદોને થયા વિના રહેશે નહિ. આ શૌર્યગાનની ગંગોત્રી પણ ન્હાનાલાલની સ્વદેશભક્તિ છે એ કહેવાની જરૂર નથી. ન્હાનાલાલની યુદ્ધવર્ણનશક્તિ “કુરુક્ષેત્ર” મહાકાવ્યમાં તેમ બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૮૧૯૪૫)ની ભીષણતાને આલેખતા ધરણીધર ! ધીંગી ધ્રુજે છે ધરા, ક્ષણકમ્પ અજંપ ભૂકંપ થયા” અને “રણઘેર ચઢે ઘૂમતો નભમાં, હરિ ! કાળની નોબત બાજી રહી” એ ધ્રુવપંક્તિઓ ગજાવતા સંગ્રામચેક' જેવા “પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞા બિન્દુ સંગ્રહના કાવ્યમાં સારી જોવા મળે છે. વીગતો કરતાં યુદ્ધની ભીષણતાનું સમગ્રચિત્ર તેઓ સારું ઉપસાવી શકે છે તે એમાંથી જણાય છે. બાળકાવ્યું અને અંજલિકા ન્હાનાલાલના વિપુલ કાવ્યસર્જનમાં બાળકાવ્યો પણ જોવા મળે છે એ નોંધપાત્ર ગણવું જોઈએ. “...બાળકાવ્ય લખવાં કપરાં છે અને દલપતરામને એ હથોટી બેઠી હતી એટલી અન્ય કાને બેઠેલી આ પણ વર્ષમાં તે દીઠી નથી' એમ સ્વીકારતા છતાં ન્હાનાલાલ પિતાનાં પગલાંમાં પગ મૂકવાનો પ્રયત્ન કર્યા વિના રહ્યા નથી. એ વખતના મુંબઈ ઇલાકાની સરકારી ગુજરાતી વાચનમાળા માટે એમણે ૧૯૦૪માં રચી મોકલેલાં સાતઆઠ કાવ્યોમાંથી ચાર બાળપોથીમાં કવિના નામે લેખ વિના વર્ષો સુધી છપાયાં કર્યા હતાં, જેમાંનાં તારા” અને “ચાંદલિયો' કક્કો-બારાખડી શીખતાં બાળ વડે સારાં ઝિલાયાં હતાં. એ બેઉ બાળકાવ્યોના પૂર્વાર્ધ, અનુક્રમે ગણ્યા ગણાય નહિ, વીણ્યા વીણાય નહિ અને “મા ! મને ચાંદલિયે હાલે' એ પંક્તિઓથી શરૂ થતા,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy