SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ગં. ૪ અંક ૧, પ્ર. પમાંની ભારતપ્રશસ્તિ સાથે વાંચતાં કવિની સ્વદેશભક્તિની ઉત્કટતાને. ખ્યાલ આવશે. ભારતને મહિમા ગાતાં બીજાં પણ કાલે આ કવિએ પાછળથી. લખ્યાં છે, જેવાં કે “ઊઠ, ઓ ભરતગોત્ર', “ભારત : એક ઐતિહાસિક કાવ્ય” ('ગાઓ એ મહાકથા મનુષ્યમાહિની અહા ભારતકુલ'), અને “આર્યત્વને ઝુડે. (! ઝંડા)', જેમાં ભારતીયોને ભારતનું પ્રાચીન ગૌરવ સંભારી આપી તે પુનઃ પ્રાપ્ત કરવા અને તેને સંસ્કૃતિસંદેશ જગતભરમાં ફેલાવવાની હાકલ કવિ કરે છે. એમાં ઉત્સાહ છે એટલી કવિતા નથી. “જય ક્ષત્રિયતીર્થ ચિતડ' કાવ્ય પણ કવિની દેશભક્તિનું ગણાય, જેમ ગુજરાતપ્રશસ્તિનાં ‘ગુજરાતઃ એક એતિહાસિક કાવ્ય” અને “ગુર્જરી કુંજે' જેવાં કાવ્યો પણ. “ધન્ય હે ! ધન્ય જ પુણ્ય પ્રદેશ ! અમારો ગુણિયલ ગુર્જર દેશ” એ ધ્રુવપંક્તિવાળું દશ કડીની લાવણમાં લખાયેલ ગુજરાત પરનું પહેલું કાવ્ય ગુજરાતનાં ઈતિહાસ-ભૂગોળ, એની પ્રકૃતિભા, એનાં નગરો ને જનપદ, એની પ્રજા ને તેની વિશિષ્ટતાઓને ભાવથી ગાય છે. એમાંનું પાંચમી કડીનું ચોળી, ચણિયે, પાટલીનો ઘેર, સેંથલે સાળુની સેનલ સેર; છેડલે આચ્છાદી ઉરભાવ, લલિત લજજાને વદન જમાવ; અંગ આખેયે નિજ અલબેલ, સાળુમાં ઢાંકતી રૂપની વેલ, રાણક્તનયા, ભાવાભના, સુંદરતાને શું છોડ! આર્ય સુંદરી ! નથી અવનીમાં તુજ રૂપગુણની જોડ ! ભાલ કુંકુમ, કર કંકણુ સાર, કન્યના સજ્યા તેજશણગાર, રૂપગુણવતી અલબેલી ગુજરાતણનું શબ્દચિત્ર અને “ભારતીએ કંઈ ફૂલફૂવારે અંજલિમાં શું લીધ' એ છેલ્લી કડીમાંની ચિત્રાત્મક ઉઝેક્ષા એ કાવ્યનાં આકર્ષણસ્થાને છે. ગુજરાતણની એવી જ પ્રશસ્તિ “અમ ગુજરાતણનાં બાણું અને “કાઠિયાણીનું ગીતમાં પણ છે. એ બીજા કાવ્યમાં ગીરનું જંગલ, ભાદર નદી, ચારણોના નેસ, “આડાં ન આવે ઝાડવાં એવા લાંબા લાંબા પંથ', “સાગર સમ સોરઠ તણું રે હિલોળા લેતી ભોમ', સાથી ગિરિઓથી વીંટળાયેલો ગિરનાર, આ બધાં સાથે સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂ તેમ જ કાઠિયાણી અને તેના “કન્થડનાં ચિત્ર સુંદર આલેખન પામ્યાં છે. દસ કડીનું “ગુર્જરી કે જેનું ગુજરાતના ઇતિહાસ,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy