SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ પ્રશ્નોની છણાવટ છે. પણ વિચારમાં કોઈ નવીન તાજગીભર્યો અભિગમ દેખાતો નથી અને કથા સંકલનની દૃષ્ટિએ શિથિલ છે. જિગર અને અમી'માં વાર્તાકારની પ્રકૃતિનું એક પ્રચ્છન્ન પાસું–રોમૅન્ટિક વલણ – પ્રગટ થાય છે. એમણે એ નવલકથાને એક સત્યઘટનાત્મક કથા તરીકે ગણાવી હતી. એ કથાનાં પાત્રોને જોવા-જાણવાનું એ સમયે પ્રજામાં ભારે કૌતુક જાગ્યું હતું અને એમાંની કેટલીક ધર્મવિષયક ચર્ચાઓએ ઊહાપોહ પણ જગાવ્યો હતો. લેખકની એક મહાકાય નવલકથા “કંટકછાયો પંથમાં ઈ. ૧૮૧૩ના અગણેતરા કાળથી માંડીને ઈ. ૧૯૪૭માં ભારતને સ્વાતંત્ર્યપ્રાપ્તિ થઈ ત્યાં સુધીની ઘટનાઓ નિરૂપાઈ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની રેખાઓ તેમાં ક્રમબદ્ધ રીતે મળે છે. પરંતુ કથા અને ઈતિહાસ એ બેને સુભગ સમન્વય એમાં થયો નથી. વાર્તાકારે લગભગ ૧૪૦ વર્ષને સમય આ કૃતિમાં આવરી લેવા પ્રયત્ન કર્યો છે. એમણે લંગ મોટી મારી છે પણ કથાને કે મહત્ત્વની અતિહાસિક ઘટનાને યોગ્ય ન્યાય તે આપી શક્યા નથી. લેખકની સર્જકતાની એમાં ભાગ્યે જ પ્રતીતિ થાય છે. ચૂનીલાલ શાહ નવલકથાકાર અને વાર્તાકાર હોવા ઉપરાંત એક જાગ્રત પત્રકાર પણ હતા. “પ્રજાબંધુ' સાપ્તાહિકમાં તેમણે એક નિષ્ઠાવાન પત્રકાર તરીકેની પ્રતીતિ કરાવી હતી. સમકાલીન કૃતિઓનાં વિવેચન “પ્રજાબંધુ'માં નિયમિત પ્રગટતાં રહ્યાં એને યશ તેમને ઘટે છે. સાહિત્યપ્રિયીના તખલ્લુસથી એમણે ગ્રંથસમીક્ષાઓ લખી હતી અને સાહિત્યની ચર્ચાઓ કરી હતી. ગુણવંતરાય આચાર્ય (૧૯૦૦-૧૯૬૫) વીસમી સદીને ચોથા અને પાંચમા દાયકામાં વિપુલ સંખ્યામાં રંજનલક્ષી નવલકથાઓ પ્રગટ કરનાર ગુણવંતરાય આચાર્ય વિશેષે કરીને એમની “દરિયાલાલ' (૧૯૩૮) નવલકથાને કારણે સ્મરણીય છે. એમની નવલકથાઓમાં વિશાળ જનસમૂહને આકર્ષી રાખનાર કોઈ તત્વ હેાય તે તે કથારસ છે. રોમાન્સને અનુભવ કરાવે તેવી આકર્ષક, કોકપ્રેરક અને ચમત્કારિક ઘટનાઓના સબળ આલેખન દ્વારા સામાન્ય વાર્તાસિક સમાજનું તે મન હરી લે છે. પરિસ્થિતિઓના નાટયામક અને ચમત્કારક નિરૂપણમાં ક્યારેક તે મુનશીની લગોલગ પહોંચી જાય છે. કારી કિતાબ' (૧૯૩૫) જેવી સામાજિક અથવા તે “દરિયાલાલ” કે “જળસમાધિ (૧૯૩૯) જેવી રોમાંચક કૃતિઓમાં એમની આ શક્તિને પરિચય થશે. તેમ છતાં મહદંશે એમની કલમ મુનશીની રંગદર્શિતાના ફિક્કા અનુકરણમાં ફસાઈ પડતી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy