SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૨] ગુણવંતરાય આચાય [ ૫૦૭ — જણાય છે. સ્થૂલ-ભૌતિક ઘટનાઓનું ભરપટ્ટે આલેખન, એ જ એમની શક્તિ ને એ જ એમની મર્યાદા. એમની કલમે કાઈ ચિરસ્મરણીય પાત્ર સરજાયું નથી.. ‘દરિયાલાલ' જેવી એમની લેાકાદર પામેલી નવલકથામાં પણ કથાનાયક રામજી દરિયામાં અને આફ્રિકાનાં જંગલામાં સાહસેા ધણાં કરે છે, અને કાકની જેમ એને પણ સદાય સફળતાનું વરદાન છે. પરંતુ આ પાત્રની પણ કાઈ સચોટ મુદ્રા ઊપસતી નથી. ગુણવંતરાયનાં પાત્રા એમણે સિદ્ધ કરવા તાકેલાં પ્રયેાજન. માટે સર્જાયાં હૈાય તેવાં - એમની ભાવનાઓનાં વાહક છે, ‘દરિયાલાલ’માં વાર્તાકારે ગુલામીની પ્રથાની નાબૂદીનું પ્રયાજન તાકયું છે, અને રામજી એ પ્રયેાજન સિદ્ધ કરવા માટે જ લેખકે સર્જ્યો હાય તેવી છાપ પડે છે. એના પ્રયત્નામાં અવરોધ આવે તાપણુ એ સફળ થશે જ એની વાચકને ખાતરી હાય છે. આફ્રિકાના જંગલમાં ત્યાંની પ્રથાના મ ખેાજ ખેા દેવ સમક્ષ રામજીના લિ ધરવાની ઘટના બને છે અને એને ડરાવવા ત્યાંના વતનીએ ભયંકર રમતા – પ્રયાગ કરે છે ત્યારે પણ રામજી અવિચલ રહે છે. એને આ આફતમાંથી મુક્તિ મળવાની ગળાલગ ખાતરી હાય તેવા તેના વર્તાવ જણાય છે. એ આખી ઘટના નાટકી અથવા અતિર ંજિત લાગે છે. કેટલીક વાર ગુણુવંતરાયની નવલકથાએ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી અસર પેદા કરે છે. તેની પાછળ પણ ઘટનાઓનું આવું સનસનાટીભર્યું અતિરંગી ચિત્રણ જવાબદાર છે. પ્રયાજન સિદ્દ કરવાના ઉત્સાહમાં વાર્તાકાર ઘટના પ્રતીતિકર નીવડશે કે નહિ તેને પણ ખ્યાલ રાખતા નથી. એમણે કલ્પેલા અમુક નિશ્ચિત ધ્યેય તરફ જ ઘટનાઓની અને પાત્રાની ગતિ હેાય છે. દ્રિનારાયણું'માં પણ એની પ્રતીતિ થશે. ‘ગારખ આયા’ (૧૯૩૪) એ સામાજિક નવલકથામાં પણ વાર્તાકારે ગારખમઘ્યેન્દ્ર જેવાં પ્રાચીન દંતકથાનાં પાત્રાને આધુનિક સામાજિક પ્રશ્નો દામ્પત્યના પ્રશ્નોની ચર્ચા માટે ોતર્યા છે. એટલે સ્વાભાવિક રીતે જ એ પાત્રા લેખકનાં પ્રચારમાધ્યમ બની રહે છે. ગારખમહેન્દ્ર વિશે વર્ષોથી પ્રશ્નના ચિત્તમાં અમુક સંસ્કારા દૃઢ થઈ ગયા હેાય ત્યારે એમના મુખે પ્રશ્નમાં તેમને માટેના એ સંસ્કારને ધક્કો વાગે તેવી ચર્ચા રજૂ કરવી અનુચિત લાગે છે. આવુ અનૌચિત્ય તેમનામાં વાર વાર દેખાય છે. - આચાર્યની નવલકથાઓમાં ઘટનાઓની ભરમાર છે, પણ ધબકતું જીવન બહુ ઓછું દેખાય છે. 'દરિયાલાલ' અને ‘જળસમાધિ' એ તેમની દરિયાઈ નવલ થાએ છે. ગુજરાતમાં દરિયા વિશેની કથા લખનાર ભાગ્યે જ કોઈ વાર્તાકાર છે. ગુણવંતરાય એ રીતે નવા પ્રદેશ નવા વિષય નિરૂપે છે. પરંતુ દરિયાઈ નવલકથામાં પણ જીવન પ્રગટતું નથી. ‘દરિયાલાલ'માં સહેજે દરિયાઈ જીવન વિશે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy