SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૨] ચૂનીલાલ શાહ [ ૫૦૫ ભોગે પણ નવલકથામાં પ્રગટયા વિના રહેતી નથી. એમની કૃતિઓમાં આયાસ અને વિચારભાર વરતાય છે. એમની ઐતિહાસિક નવલકથાઓમાં એકલવીર' એમાંની ટેકનીકને કારણે ધ્યાનપાત્ર બની હતી. પાટણનાં ખંડિયેરેમાં કાઈક ભોંયરામાંથા પોતાને હસ્તપ્રત મળી હાય અને તેને પે।તે અનુવાદ રજૂ કરતા હેાય એવી રીતે તેમણે જયંત. સિંહ સોલંકીની આપવીતી પ્રગટ કરી છે. પાટણની કીતિ ચેામેર પ્રસારવાની કથાનાયક જયંતસિંહની તમન્ના અને તેનાં પરાક્રમનું ચિત્ર એ કથાના આકર્ષક અંશ છે. અને વધુ આકર્ષીક બનાવવા માટે વાર્તાકારે જયંતસિંહ સાથે કળી અને ભવાની એ એ યુવતીઓનુ પ્રેમાકણુ પ્રયોજ્યું છે. આ પ્રેમત્રિકાણુની કથા રસભરી બની છે. જયસિ ંહને ગુજરાતની પ્રતિષ્ઠાની પુનઃપ્રાપ્તિ માટે સતત પ્રેરનારી ‘ભાવના’ દ્વારા વાર્તાકારે રાષ્ટ્રીય અસ્મિતાની અર્વાચીન ભાવના રજૂ કરી છે. ચૂનીલાલ શાહની વાર્તાકલાનું સામર્થ્ય પ્રગટે છે ‘રૂપમતી’માં. બાઝ બહાદુર અને રૂપમતીના પ્રેમકિસ્સાને વાર્તાકારે ઐતિહાસિક દષ્ટિએ પૂરતા ચકાસ્યા પછી કલ્પનાબળે તેને કલાત્મક ઘાટ આપ્યા છે; બાઝ બહાદુરનું વિધમી કન્યા રૂપમતી પ્રત્યેનું પ્રથમ આણુ, તેમના પ્રેમના વિકાસ અને પ્રેમને કરુણ અંજામ એ સના આલેખનમાં લેખકની સર્જકતા રૂડી રીતે પ્રતીત થાય છે. પ્રેમની તીવ્રતાનું આલેખન કરવામાં પણ લેખકે કલાસંયમ જાળવ્યા છે. અસિદ્ધ પ્રેમનું ગૌરવ તેમણે કલાત્મક રીતે પ્રગટ કર્યુ છે. અલબત્ત રાજપ્રપંચના ચિત્રણમાં લેખકની કલમ ફિસ્સી પડે છે. એ શેા કથામાં નીરસ બને છે. પણ સમગ્રપણે જોતાં ઊર્મિથી સભર ઘટનાઓથી સમૃદ્ધ રૂપમતીના ગૌરવભર્યા આત્મસમર્પણને રજૂ કરતી આ નવલકથા લેખકને યશ આપે તેવી છે. લેખકની સામાજિક કૃતિએ પણ વિપુલ સખ્યામાં પ્રાપ્ત છે. આ પ્રકારની નવલકથાઓમાં વાર્તાકાર સફળ કથાકારને બદલે વિચારક અથવા સમાજસુધારક તરીકે વધુ ઊપસે છે. ‘વિકાસ'માં સ્ત્રીજાતિની પરાધીનતા, તેમનું પુરુષો દ્વારા શાષણ, સ્ત્રીજાગૃતિ વગેરે પ્રશ્નો વિવિધ સ્ત્રીપાત્રા દ્વારા વાર્તાકારે ચર્ચ્યા છે. પણ પાત્રા એ ચર્ચા માટે જ પ્રયોજાયાં હેાય તેવી છાપ પડે છે. કાઈ પાત્ર લેખકનું સર્જકત્વ પ્રગટ કરે તેવું નથી. અલબત્ત વાર્તાકાર પાસે વિચારસમૃદ્ધિ સારી છે પણ એના વિનિયેાગ સફળ રીતે થઈ શકયો નથી. એક માળાનાં ત્રણ પુ ́ખી'માં પણ જૂની અને નવી પેઢી વચ્ચેના વિચારભેદ, લગ્નજીવનની સમસ્યા વગેરે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy